ઝરણું - બંસીભાઇ પટેલ
વહે છે પવિત્ર ઝરણું પ્રેમનું અંતર અમીરસ ભરવા,
માંગે છે પ્રેમ બદલામાં પ્રેમ, નથી અપેક્ષા કોઇ બદલાની.
ઝંખે છે મન સદાય ક્ષેમ, નથી ઉરમાં કટુ ભાવના કશી,
પ્રાર્થે છે હાથ સદા અમારા, લંબાયેલા રહો મદદ કરવા બધી.
ઉલેચી હૈયાં કડવાશનાં બધાં, ભરવા પ્રેમતણા ભંડાર મહી,
હોઠો સદા બીડાયેલા રહો, મુસ્કાન ઝીલવા દિલદારની.
નયન મારા ત્રાંસા રહો, મહોબતના અમીરસ છાંટવા,
ક્ષુધા પ્રેમની મટે જ્યારે, ત્રુષ્ણા ભુલ્યા સંસારની.
રીધમ મળે સુર-કારનો, ઝણકતી હોય પ્રેમની ઝંઝીરો,
પ્રકાશ મળે મશાલનો, પ્રેમ છાનગપતિયાં કરતો ફરે.
એક નજર ઉઠાવી નિરખશો, ભરેલી પ્યાલી પ્રેમ પખારતી,
ચંચળતા મટી સઘળી, પામવો પદારથ પ્રેમ-પુષ્પનો.
હોય નિષ્પંદ નિર્મલ, પ્રેમ પથ, વિદારશે હરિયાળી બધી,
કંટકો પણ છુપાઇ જશે, જ્યાં પ્રેમના આગમનથી.
રે રે પ્રેમ ભર્યા હૈયા, માંગજે પ્રેમ, નિષ્પાપ પ્રેમ સદા,
પ્રેમ પ્રેમ કરતાં પામીશ પ્રેમપારસ પાસ પથમાં.
---------------------------------------------------
નજરની વરતાય છે ખામી કે હશે વાતાવરણમાં ઝાંખપ થોડી,
ચહેરો જરી-પુરાણો અરે, નયનોમાં ભરી નવીનતા શું?
કંચન ભાસે કથીર કેમ? જેમ અચરજથી શાશ્વત સર્વ,
ઉણપ આ અજવાશની કે નયનોમાં ધીર નિંદર ભરી.
અજવાળો નયનો પખાળી જલ્દી, ઓઝલ થાય આ પ્રતિમા.
1 comment:
પ્રિય ચિરાગભાઈ,
આપની આ વેબસાઈટ ઘણી જંચી.... પણ ભારતમાં બ્લોગસ્પોટ પર પ્રતિબંધ છે એટલે અને હજી આપે શરૂઆત જ કરી છે તો વર્ડપ્રેસ પર બ્લોગનું સ્થળાંતર કરી દો તો વધુ સારૂં. વિશેષમાં આપના બ્લોગની લિન્ક મારા બ્લોગ પર મૂકી છે...
Post a Comment