Monday, December 25, 2006

પાયાનું ઘડતર - ચિરાગ પટેલ

પાયાનું ઘડતર - ચિરાગ પટેલ Dec 25, 2006

થોડા સમય પહેલા એક સરસ પુસ્તક વાંચવામાં આવ્યું - The Monk Who Sold His Ferrari by Robin Sharma. થોડું જુનું પુસ્તક છે, પરંતુ એમાં લખેલી બાબતો હંમેશા પ્રસ્તુત છે, તેથી એનો સારાંશ મેં અહીં મુકવાનો પ્રયત્ન કર્યો છે. સારાંશમાં મેં જો કે મારો પોતાનો અભિપ્રાય અને અર્થઘટન ઉમેર્યા છે.

મૂળ પુસ્તક ખૂબ જ રસપ્રદ શૈલીમાં એક વાર્તા સ્વરૂપે રજુ થયું છે. એમાં એક ખૂબ જ નામાંકિત વકીલ, સફળ વકીલ તેના જીવનમાં આવેલ રોચક વળાંક વિશે એક મિત્ર વકીલને સમજાવે છે. એ પોતાના અનુભાવો અને સમજણોને એક નવી દ્રષ્ટિએ મૂલવે છે અને નવા સિધ્ધાંતો જીવનમાં પ્રસ્થાપિત કેવી રીતે કરવા તેનું વિસ્તૃત વર્ણન કરે છે. લેખક શર્માએ ભારતીય સંસ્કાર અને જીવનમૂલ્યોને આ વાર્તા દ્વારા સમજાવવા કોશિશ કરી છે. મારી દ્રષ્ટિએ આ સિધ્ધાંતો આપણે દરેક જાણીએ છીએ. આપણી પાસે ઘણો મોટો આધ્યાત્મિક અને તત્વ/સત્વ ચિંતનનો ખજાનો છે. પરંતુ, ખેદની વાત એ છે કે આપણે એ બધું ભૂલી ગયા છે. ભારતની આર્થિક પ્રગતિમાં એ બધાં મૂલ્યોનું સતત ધોવાણ થતું ચાલ્યું છે. યુવાવર્ગ સવાયો અમેરિકન થઇ રહ્યો છે, અને એમાં ગૌરવ અનુભવે છે. આવું થવાના ઘણાં બધાં કારણો છે, પરંતુ એ બધી ચર્ચા ફરી ક્યારેક કોઇ લેખમાં કરીશું.

પુસ્તકમાં વર્ણવેલાં સાત પાયાનાં સિધ્ધાંતો:

1. મનને કેળવો

મનનો સ્વભાવ છે, એને મળતી માહિતીનું પૃથક્કરણ. અને મનને નિરંતર કોઇને કોઇ માહિતી મળ્યા જ કરતી હોય છે. આપણી બધી ઇંદ્રિયો, અવયવો હરહંમેશ એમનું કાર્ય બજાવતી હોય છે. હર એક પળ આપણે આપણી જાણ બહાર કે આપણી જાણમાં કોઇને કોઇ કાર્ય કરતાં જ હોઇએ છીએ. મન મર્કટ એમાં જ અટવાયા કરતું હોય છે. જો મન આ બધામાં અટવાયા કરવાને બદલે કોઇ નક્કર ધ્યેયમાં પરોવાયેલું રહે તો આપણે ઘણાં અણધાર્યાં પરિણામો ધારીને મેળવી શકીએ.

મનને યોગ્ય કુદરતી ખાતર/પાણી આપો. એનું બાળકોને ઉછેરતાં હો એવી રીતે લાલન-પાલન કરો. તમે મનને કાબુમાં રાખો, નહિ કે મન તમને કાબુમાં રાખે.

જ્યારે તમે કોઇ અયોગ્ય વિચાર કરો કે તરત જ એનાથી વિરુધ્ધ વિચાર કરો. જેમ કે, મન કોઇની નિંદા કરતું હોય તો તરત જ તમે મન પર કાબુ કરીને એ વ્યક્તિની સારી બાબતો વિચારવાનું શરૂં કરો.

સફળ અને સંતુલિત જીવન એ સફળ અને સંતુલિત વિચારોનું પરિણામ હોય છે.

નિષ્ફળતાઓને એક શિખામણ તરીકે જુઓ. એકની એક ભુલ ફરી ના થાય એનો પ્રયત્ન કરો. નિષ્ફળતાઓને વ્યક્તિગત અને આધ્યાત્મિક પ્રગતિના સોપાન ગણો.

2. ધ્યેયને અનુસરો

સમજો કે, ધ્યેય પ્રેરિત જીવન એ જ જીવનનો ધ્યેય છે. જીવનમાં કરવા લાયક કાર્યોને શોધવા, જાણવા અને માણવાં એ શાશ્વત સંતોષનાં સાધન છે. એટલે જ, એક કાગળ ઉપર તમારાં વ્યક્તિગત, સામાજીક, આર્થિક, વ્યાવસાયિક અને આધ્યાત્મિક ધ્યેય નક્કી કરીને લખો. આ ધ્યેયનું રોજ પઠન કરો અને તમારી જાતને એ ધ્યેય પામ્યા પછીની સ્થિતીમાં જુઓ. આ બધાં ધ્યેય મેળવવા કામ કરવાની હિમ્મત કેળવો.

તમારા ધ્યેયના પરિણામો વિશે સ્પષ્ટતા કેળવો. તમે ધ્યેયને જેટલો વધુ બારીકાઇથી વર્ણવી શકો એટલો એ વધુ નજીક. દા. ત., ગાડી ધરાવવી અને ડાર્ક બ્લ્યુ રંગની બી.એમ. ડબ્લ્યુ. 760 એલ આઇ લેવી એ બેમાં બહુ મોટો ફેર છે.

ધ્યેય પામવા પોતાના પર હકારાત્મક દબાણ ઉભું કરો.

દરેક ધ્યેયને પામવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો.

કોઇ પણ પ્રવૃત્તિ સતત 21 દિવસ સુધી કરો. આમ કરવાથી કોઇ પણ પ્રવૃત્તિ એક આદત બની જશે. અને આદત એ આપણી રોજિંદી ક્રિયાનો એક ભાગ બની જાય છે.

જીવનને માણો.

3. સતત અવિરત સુધારો કરો

રામકૃષ્ણ પરમહંસ કહેતાં કે મન તાંબાના લોટા જેવું છે. જો એને રોજ ઘસીને સાફ ના કરીએ તો એ કાળું પડી જાય. મનની વૃત્તિ જ હોય છે ખરાબ આદતોને જલ્દી અપનાવવાની. સારી આદતો એ જલ્દી ભુલી જાય છે. એટલે આપણે મનને સતત કાબુમાં રાખવું પડે છે.

જે કામ કરતાં મન પાછું પડે એ પહેલાં કરો. સહેલું કામ તો તમે ગમે ત્યારે કરી શકો એમ છો.

રોજ થોડો સમય એકાંતવાસ ગાળો. જાતને ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન કરો.

નિયમિત યોગ/પ્રાણાયામ/કસરત કરો. એના માટે રોજ સ્નાન કરતાં પહેલા 15 મિનિટ ફાળવો. શરીરની શુધ્ધિ સાથે મનની શુધ્ધિ માટે પણ પ્રયત્નશીલ રહો.

શુધ્ધ સાત્વિક ખોરાક લો. ભગવાન ગીતામાં કહે છે કે તમે મને પત્ર, પુષ્પ, ફ્ળ અથવા પાણી પ્રસાદ તરીકે પ્રેમથી આપો. સાત્વિક ખોરાક પણ આ જ હોવો જોઇએ.

જે સારી બાબત શીખો એને અમલમાં મૂકો.

નિયમિત વાંચન કરો. હકારાત્મક અને સકારાત્મક વાંચન બહુ અગત્યનું છે.

રોજ રાત્રે ઉંઘતા પહેલાં દિવસમાં કરેલાં કામનું પૃથક્કરણ કરો અને શેમાં સુધારો થઇ શકતો હતો એ વિચારો.

રોજ 6 કલાકની ઉંઘ લો. સુર્ય ઉગે એ સાથે તમે જાગો. દરેકને સ્વસ્થ રહેવા માટે 6કલાકની ગાઢ ઉંઘ પૂરતી હોય છે.

હળવું સંગીત સાંભળો. હસો. નાનું બાળક રોજ 300 વખત હસતું હોય છે, જ્યારે વયસ્ક 15 વખત! આપણે હસવાનું જાણે ભૂલી જ જઇએ છીએ.

નિયમિત મંત્રજાપ કરો. મંત્ર એટલે મનને મુક્ત કરવું. નિયમિત જાપના સંસ્કાર બહુ ગાઢ હોય છે.

ચારિત્ર્યનું ઘડતર કરો. દરેક બાબત સંયમિત અને સંતુલિતપણે કરો. કાર્ય, વિચારની નીપજ છે. આદત, કાર્યની નીપજ છે. ચારિત્ર્ય, આદતનીનીપજ છે. ભવિષ્ય, ચારિત્ર્યની નીપજ છે. એટલે જ, સારા વિચાર કરો. જીવનમાં ઉદ્યમ, કરૂણા, દયા, ધીરજ, પ્રમાણિક્તા, હિંમત જેવાં સદગુણો વિકસાવો.

સરળ/સાદું જીવન જીવો.

4. શિસ્ત કેળવો

શિસ્ત એટલે જ યોગ્ય કેળવણીનું લક્ષણ. શિસ્ત સમયનો અયોગ્ય બગાડ પણ અટકાવશે.
મનોબળ કેળવો. શિસ્ત આપોઆપ આવશે.

મંત્રજાપ મનોબળ કેળવશે.

એકાંતને પિછાણો.

5. સમયને માન આપો

પળે પળે તમે એક બહુ અમૂલ્ય ભેંટ ગુમાવી રહ્યા છો એ જાણો. આપણને ગમતી પ્રવૃત્તિમાં તલ્લીન થતાં આપણે સમયને ભૂલી જઇએ છીએ. અણગમતી પ્રવૃત્તિ આપણને એક પળ કેટલી મોટી છે એ સમજાવે છે. કોઇ પણ પરિસ્થિતિ મનને વિચલિત ના કરે એનું ધ્યાન રાખો. સભાનપણે સમયને અનુસરવું બહુ જરૂરી છે.
જીવનમાં અગત્યની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો અને સંતુલન જાળવો. જીવનમા બનતી ઘટનાઓની પ્રતિક્રિયા આપતાં જીવવા કરતાં અગત્યની બાબતોને કેન્દ્રિત રાખી જીવન વ્યતિત કરો.

જીવનને સરળ બનાવો.

'ના' કહેતાં શીખો. જીવનમાં ઘણી અણગમતી પ્રવૃત્તિ અને સમયનો બગાડ અટકી જશે:)

મૃત્યુશૈયા પર છો એવી ભાવના કેળવો. જ્યારે માણસ અંતિમ ક્ષણોમાં હોય ત્યારે જે સહુથી અગત્યની બાબત છે એ કરશે. અને એ પણ સમયનો સહેજ પણ બિનજરૂરી બગાડ કર્યા સિવાય. આપણે જો આ ભાવના હંમેશ માટે રાખીએ તો સમયનો બગાડ અટકી જશે.

એક બહુ સામાન્ય હકીકત છે કે, જીવનના 80% પરિણામો 20% કાર્યોની નીપજ હોય છે. બાકીના 80% કાર્યોમા ઘણો વધારે સમય વ્યતિત થતો હોય છે.

સમયની ચોરી કરતાં શીખો. આજનાં ધમાલિયાં જીવન માટે આ બહુ અગત્યતા ધરાવે છે. જે લોકો સમય ન હોવાની ફરિયાદ કરતાં હોય છે એ જ સહુથી વધુ સમયનો બગાડ કરતાં હોય છે. જે લોકો વ્યસ્ત જીવન ગાળે છે,એ લોકો સમયની ચોરી કરીને પણ મહત્વનાં કાર્યોને અગત્યતા આપવાનું ભૂલતાં નથી.

6. નિઃસ્વાર્થ ભાવે સેવા કરો

જ્યારે માણસ સેવામાં નિઃસ્વાર્થ ભાવના કેળવે છે, ત્યારે એ આધ્યાત્મિક પંથ પર ઘણી મોટી પ્રગતિ સાધે છે. ગીતામાં ભગવાને ઠેર ઠેર આવી ભાવના કેળવવાની ભલામણ કરી છે. ભગવાન એવું પણ કહે છે કે દરેક કાર્ય મને અર્પણ કરીને કર, એનું ફળ પણ મને જ અર્પણ કરો. હું તને પાપમુક્ત કરવાનું વચન આપું છું. હું તને મુક્તિ આપી મારા સાન્નિધ્યમાં રાખવાનું વચન આપું છું.

સારું જીવન સારા યોગદાનથી મેળવાય છે.

જે મદદ માંગે છે એને અવશ્ય કરો.

બીજાને જીવનને ઉન્નત બનાવવાથી આપણે જીવનનાં એક સર્વોચ્ચ પરિમાણને પામી શકીએ છીએ.

7. વર્તમાનને અપનાવો

વ્યક્તિનો મોટા ભાગનો સમય ભવિષ્યના આયોજનમાં, એનાં સપનાં જોવામાં અને ભૂતકાળને વાગોળવામાં જ વ્યતિત થઇ જાય છે. માણસ વર્તમાનને માણવાનું તો જાણે ભૂલી જ જાય છે.

"આ પળ"માં જીવો.

તમારા બાળકનું બાળપણ જીવો. બાળકમાં જીવનને જોવાને આગવી, સરળ અને નિઃસ્વાર્થ દ્રષ્ટિ હોય છે. એને જે સીધું છે એ દેખાય છે. એ કોઇ બીજો દ્રષ્ટિકોણ નહિ કેળવે. એ કોઇ બીજો ખોટો વિચાર નહિ કરે.

દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે એવું ગણીને જીવો. જો આવું માનીને જીવી શકાય તો જીવનમાં બહુ મોટો પલટો આવી જાય.

ભવિષ્યનું ઘડતર કરો. આપણું ભવિષ્ય કોઇ બીજું ઘડતું નથી, ઘડી શકે નહિ.

આ સાત સુત્રો જીવન ઘડતરમાં બહુ મોટા સહાયક થઇ શકે એમ છે. આપણા આઇ.ક્યુ. કરતાં "હું કરી શકીશ" એવી ભાવના વધુ અગત્યની છે. આ ભાવના જીવન સાર્થક કરવા માટેનું મોટું પ્રેરણાસ્તોત્ર બની શકે એમ છે. શરીર, મન અને આત્માની શક્તિ/ક્ષમતામાં વધારો કરો. એને મુક્ત થવા દેવું જરૂરી છે. વિચારોને વિસ્તૃત કરો. બહુ વાસ્તવવાદી કે ગણતરીબાજ બનવા કરતાં જીવનમાં જે કરવું છે એ કરો. જ્ઞાન મેળવવા કરતાં વિચારશીલતાં કેળવવી વધુ અગત્યની છે.

આપના પ્રતિભાવ જણાવશો. આ સિધ્ધાંતો અમલમાં મુકવાની હિંમત કેળવીને એના પ્રયોગોનું પરિણામ શું આવે છે એ મને જરૂરથી જણાવશો. હું પણ આ અને આના જેવા બીજાં સારાં સિધ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

Sunday, December 17, 2006

કાલાંવાલાં - બંસીધર પટેલ

કાલાંવાલાં - બંસીધર પટેલ
(રાગ: મેરી પ્યારી બહનીયા ... સચ્ચાઝૂઠા)

આરાસુરી મૈયા કરૂં કાલાંવાલાં,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
આઠે અંગો જેનાં ખૂબ સોહાણાં,
પ્રેમે ભક્તોના મન હરી લેતાં.
દુનિયાના રંગો લાગે ખાટામીઠા,
તુજ ચરણોંમાં મુજ મમતાથી.
તમે કરશો ના વાર લગારે,
તમને કરૂં હું નિશદિન યાદ.
મૈયા આપોને દર્શન આજ.
રૂપે સોહાણી, રંગે રૂપાળી,
પ્યારથી દર્શન કરતાં ને માટે.
દિલથી હું કરતો વિનંતી તમોને,
બંસીના દિલની વાત ન અજાણી.
તમે થાઓને ઝટ તૈયાર,
મૈયા આપોને દર્શન આજ.
મૈયા આપોને દર્શન આજ.

પુકાર - બંસીધર પટેલ

પુકાર - બંસીધર પટેલ
(રાગ: આને સે ઉનકે ... જીને કી રાહ)

ભોલી અંબે સુન લે પુકાર, નૈયાકો મેરી કરદેજી પાસ.
ભક્તોંને પુકારા હૈ મૈયા સુન લે પુકાર. (2)
દિન દુઃખી અભાગત કરે અંતરકી આરાધન તુજ કો,
સુને નહિં તો કહદું મૈયા મોરી નહિં ઇસ ધરતીપે.
ભક્તોંકી તારણહાર ભોલી ભોલી મૈયા હૈ.
મૈયા સુનલે પુકાર...
ધૂપ દીપ ચૌખટિયા તુજ ચરનોંમેં કરદું નિછાવર,
ફિરભી માને નહિં તો મેં કરદું સારા જીવન નિછાવર.
ખડગનધાર, ખપ્પરફાડ, આરાસુરી અમ્બેમાં.
મૈયા સુનલે પુકાર...
દિન યું બીત જાતે હૈં સપનોંમેં કટ જાયે રાત,
આજ નહિંતો કલ મિલે ઐસા કરતી હું મનમેં પસ્તાવન,
ચરણોંકી ધૂલી હું ભટકાઉં કટકી હું.
મૈયા સુનલે પુકાર...

ચીચવો - ચિરાગ પટેલ

ચીચવો - ચિરાગ પટેલ Feb 14, 2006

પ્રેમનો ચીચવો, રંગે રમાડતો, અંગે દઝાડતો;
તારા સાથમાં રસથી તરબોળતો, તરસ છીપાવતો.
પ્રેમનો ચીચવો...
કાજળઘેરી રાતમાં રૂદન છૂપાવતો, સ્નેહે સીંચતો;
ઉખડેલા ઘેઘૂર વડલાંનું થડ, વ્હાલથી એને વધાવતો;
પ્રેમનો ચીચવો ...
જીવનનો બોજ ઉપાડતો, ના કહ્યે પણ ઘણું બોલતો;
બધો ભાર ઝીલતો, સ્નેહના અમૃતથી એને વધાવતો.
પ્રેમનો ચીચવો ...
હિંમતના બોલ ગાતો, વિષાદથી ભર્યું દિલ ઠાલવતો;
નાનકડાં ફૂલને છાંય દેતો, વહાલપથી એને નવડાવતો.
પ્રેમનો ચીચવો ...
ભાન થયું કે, એ તો તારી ભાવનાનો ભર્યો નિતરતો;
અંતરને બોલકું કરી અમી ઝરતો, તારા પ્રેમનો ચીચવો.

Sunday, December 10, 2006

પરમહંસ શ્રી રામ્કૃશ્ણ બાવની - પદ્મા ત્રિવેદી

પરમહંસ શ્રી રામ્કૃશ્ણ બાવની - પદ્મા ત્રિવેદી

જય ભારત ભૂમિનો ભાર, ઉતારવા પ્રગટ્યા ભગવાન!
રામકૃશ્ણ ગુરુ કૃપાનિધાન, તુ જ એક જગમાં પ્રતિપાળ,
રામચંદ્ર તુ જ તાત સ્વરૂપ, ચન્દ્રાદેવી મા બહુરૂપ.

કામારપુકુરમાં પ્રગટ થયા, ચમત્કાર તુ જ સાથ રહ્યા,
અવતરતાં ઘસી ભસ્મ તને, દર્શનથી ધની ધન્ય બને,
પાંચ વર્ષના બાળ ગોપાળ, ધ્યાનમાં દેવી દર્શન થાય.

અંતરમાં ગંગા પ્રગટી, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય તણી,
પોથીને થોથાં માન્યાં, ગંગાજળમાં પધરાવ્યાં,
કલકત્તા રૂડું છે ગામ, દક્ષિણેશ્વર પુનિત ધામ.

દક્ષિણેશ્વર આવ્યા નાથ, કાલિને માન્યાં છે માત,
જગવી પંચવટીમાં અલખ, કણ કણ વ્યાપી રહ્યાં અપલક,
નિશદિન ગંગા-જમના ધાર, કાલિ વિરહે વહેતી આંખ.

કઠિન સાધના કરતાં રાજ, રાત દિવસ ના રહેતું ભાન,
માત શારદાનો સ્વીકાર, કાલિ સ્વરૂપે અંતર માંહ્ય,
સાથ શારદા માત રહ્યાં, ઠાકુર કેરાં સ્વપ્ન ફળ્યાં.

પ્રેમ ત્યાગના વારિ જેમ, મેંહકી જીવન ક્યારી તેમ,
અનેક સાધી સાધના ત્યાં, બ્રહ્માણી ગુરુ માન્યાં મા,
દ્વિરંગી ફૂલ એક જ ડાળ ઉગાડી, કીધો એ ચમત્કાર.

સંગ્રહણીનો રોગ અપાર, જગદંબાનો કીધો સાર,
આવ્યાં પોથી પંડિત સાથ, વાદવિવાદે કરવા વાત,
કેવળ લઇ કાલિ આધાર, જીત સદા ભક્તોની થાય.

રાધા ભાવે કૃષ્ણ ભજ્યા, ચમત્કાર કંઇ અનેક થયા,
વિશાળ સ્તને ખૂન વહ્યાં, વૈજ્ઞાનિક સહુ ચકિત થયા,
દ્રુમે દ્રુમે કૂદતાં જાય, રામ રામ કરી દર્શન થાય.

ઉગી પૂચ્છ બની હનુમાન, રામ સીતાને પ્રણામ વાર,
જઇ મસ્જિદે અલ્લા બાંગ, દિદાર કરતાં મહમદના જ,
ઇશુ ખ્રિસ્તનાં દર્શન થાય, ભક્ત ભાવના પૂર્ણ જ થાય.

કાલિ કાલિ રટતાં જાય, ભેદ ભરમનાં તૂટતાં જાય,
રામકૃષ્ણ રૂપે તે એમ, લીલાઓ કંઇ કીધી તેમ,
શ્રીરામકૃષ્ણ ગુરુ નામ જપાય, ત્રિતાપમાંથી ઊગરી જવાય.

આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ભગાડીને ઉજવી દે પર્વ,
ઋષિમુનિ ધરે તારું ધ્યાન, નાનાં મોટાં કરે પ્રણામ,
નિરાકાર દિક્ષા પામ્યા, તોતાપુરી આનંદ વાધ્યા.

ગુરુશિષ્યનો કેવો સાથ, ગુરુ કરતાં ચેલો હાથ,
અનુગ્રહે તવ શિષ્યો અનેક, વિવેકાનંદ નિરંજન એ જ,
દેશવિદેશે ધર્મ પ્રચાર, નામ ઉજાળ્યાં ગુરુનાં કાજ.

વિરાટ રૂપે પ્રગટ થયા, ચિન્મય રૂપે વ્યાપિ રહ્યા,
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત,
બ્રહ્મા-વિષ્ણુ-શિવ અવતાર, શરણાગતનો તારણહાર.

એવી તારી કૃપા અગાધ, સુણી લે જે મારો સાદ,
કાલોઘેલો ભક્ત સુજાત, આવ્યો શરણે બાળ અજાણ,
કીધો આજે કેમ વિલંબ, તું જ વિણ મુજને ના આલંબ.

તું જ રામ ને કૃષ્ણ ગોપાળ, ગ્રંથ પંથના છોડ્યા સાથ,
દેહધરી દેહાતીત થઇ, જ્ઞાનની ગંગા વહેતી ગઇ,
તૃષાતુર સૌ તૃપ્ત થયાં, અંતરનાં સૌ ભાવ ખિલ્યા.

જાતભાતની તને ન ચીડ, ભાંગે સૌ ભક્તોની ભીડ,
રિધ્ધિસિધ્ધિ દાસી થઇ, વંદન કરતાં ઉભી રહી,
બાવન ગુરુવારે જીત નેમ, પાઠ કરે બાવન સપ્રેમ.

સુધરે તેનાં બંને લોક, મુક્તિ મળે ન રહેતો શોક,
શ્રીરામકૃષ્ણ ગુરુ મારા, સરસિજને કરજો ન્યારા,
સકળ જગતનાં સ્વામીનાથ, વંદન તમને વારંવાર.
------------------------------------------------------------
આ બાવની “ધર્મસંદેશ” સામયિકના તા. 15 સપ્ટેમ્બર 1986 નો રોજ પ્રગટ થયેલ અંકમાં પ્રસિધ્ધ થઇ હતી.

Tuesday, November 07, 2006

સખી – ચિરાગ પટેલ

સખી – ચિરાગ પટેલ Nov 07, 2006

જીવનની તડકી-છાંયડી માણી છે એણે ભરપૂર;
ઉર્મિઓને અદીઠ દીશા આપી છે એણે અખૂટ.

ભવાબ્ધિઓની લાગણી સાચવી છે એણે હંમેશ;
સમયને વહાલી ઝંઝાળ આપી છે એણે અહર્નિશ.

માયાનાં હર આવરણ જાળવ્યાં છે એણે નરમીથી;
લડખડાતાં ડગલાંને સંભાળ્યાં છે એણે ગરમીથી.

રંગ ડોલરીયો આછેરો સાચવ્યો છે એણે દિલથી;
વાસંતી આગમનને વધાવ્યું છે એણે સ્મિતથી.

અદ્રશ્ય ઉર્જાને અજાણતાં ઝીલી છે એણે પારખી;
સમાવી અસ્તિત્વમાં વહાલપ છે એણે નિરખી.

નાના-શા જગમાં જાળવી અસ્મિતા છે એણે કળથી;
કેટલી જીંદગાની હલબલાવી દીધી છે એણે બળથી.

રે, સખી! નથી કોઇ ઉત્પાત, છે જે એ ઋણાનુબન્ધ;
ચાલ સાથે મ્હાલીએ મોજથી, નથી કોઇ પ્રેમાનુબન્ધ.

Saturday, October 14, 2006

રણછોડ - બંસીધર પટેલ

રણછોડ - બંસીધર પટેલ

લીધી વસમી વિદાય વિભુએ, છોડ્યું વ્રજધામ;
ગોપીજન સહુ વિખૂટા પડીયા, પ્રભુ સિધાવ્યા દ્વારિકાધામ.

રાધિકાના કંઠ સૂકાયા, કાના ન કરો સજા મમ પ્રાણ;
નંદ-યશોદા બન્યા નિરાધાર, વૃંદાવન બન્યું સૂમસામ.

પરમેશ્વરની લીલા સઘળી, પામર શું જાણે મનુજાત;
પ્રભુતો પ્યારો ચર-અચરનો, નાના મોટાનું નથી એને કામ.

સુવર્ણનગરી દ્વારિકા એની પષ્ચિમે ધૂઘવે મહાસાગર;
દેહ પ્રભુનો દ્વારિકામહીં, પણ આતમ ગોપ-ગોવાળની સાથ.

ઓધ્ધવ પણ હાર્યા-થાક્યા વિનવીપ્રભુને, ના થયા ટસ કે મસ;
ખાન-પાન ભુલી સહુ જોતા, વિભુ વળશે પાછો વ્રજધામ.

વિભુ તારી છે લીલા ન્યારી, અસમજ શું સમજે સહેજે;
નતમસ્તકે વિનવું તમને, રાખવો નિજ હ્રદય અમ જનને.
----------------------------------------------------------
સમુદ્રમંથન થકી મળ્યું વિષ અમૃત ભેગું;
લડવા માંડ્યા દેવાસુર માંહોમાંહે પીધું ઝેર શંકરે બની નિલકંઠ;
એટલે જ સ્તો કહેવાયા મહાદેવ, દેવોનાદેવ બમબમ સદાશિવ.

કાન્હો - બંસીધર પટેલ

કાન્હો - બંસીધર પટેલ

મનભાવન બાજે વાંસલડી, કાના તવ અધરે;
મોર-પપીહા નાચે તાલે, યમુના તટ ઓવારે.

વૃક્ષ લતાઓ કરતી ગોષ્ઠી, વિભુ બન્યો શું મસ્ત આજે;
કાલીન્દીના નીર પણ થંભ્યા, મનમોહક નાદ-નિનાદે.

વનવાસી જીવ બન્યા ગુલતાન, દ્રશ્યશ્રાવ્ય શું લાગે આહ્લાદક;
કોયલડીનો મીઠો ટહુકો, પુરાવે સૂર નૂપુરના તાલે.

વ્રજરજ બનીને અધીર, મલય સમીર લહેરાતો;
ગોપીજન સહુ બન્યા અધીરા, કાનાની વેણુ નાદ પ્રસારે.

રાધિકા ગોપીકા સહુ છોડી કામ, જાય દોડી કાન્હાની વાટ;
ગાયોનું ધણ પણ ભૂલ્યું ભાન, કાનસંગ છે બંસીનું ઘેન.

બસ કરો કાના ન રહેવાય, હવે નાદભ્રમ શું લાગે તાલ;
ભક્ત-જનને કર્યું ઘેલું, ઓ મુરલીવાળા બંસીધર.

ભવના તૂટે બધાં બંધન આજ, ભક્તિ-મુક્તિ દાતા ધરણીધર;
હોય જો ત્રુટી અમ તણી કોઇ, કરજો માફ વિભુ વંદન વારંવાર.

Saturday, September 30, 2006

માં - બંસીધર પટેલ

માં - બંસીધર પટેલ

અમ્બાકી કરો ઉપાસના, વો મિટાએગી સારી વાસના;
તુમ દ્રષ્ટિ કરો એકબાર, વો કરેગી દ્રષ્ટિ લગાતાર.
એક કદમ બઢાઓ આગે, વો દોડી આયેગી તત્કાલ;
ચાહિએ ના ઉસે કુછ ઓર, વો ચાહે ભક્તો કા પ્યાર.

કિયા હૈ ભક્તોને અનુભવ, વો ભુલી ના કભી એક પલ;
હરે સબ પીડા તત્કાલ, દેતી અભય વર હરદમ.
વો વરદ હસ્ત પસારે તુમ ઓર, કરો યાદ મગન-મન ધ્યાન;
હો લાખો મીલ ભલે તુમ દૂર, ન લગે દેર આનેકી એક પલ.

નામ રટણ કરો તુમ માં કા, સુનકર પુકાર વો આયેગી તત્કાલ;
વો હૈ ભક્તોં કે ભાવ કી ભૂખી, ન બિછડે કભી બાલક હાથ પકડ.
સબ જનકી પ્યારી માં, ભોલી ઔર દયાલુ મા જગદમ્બા;
વો જાને ઉસકી ગત, હમ સદા નિર્ભય ઉસકે આંચલમેં.

નિશદીન ગાઓ જયજયકાર, માં રહે સદા સહાય;
સાકાર-નિરાકાર સદાકાલ, અવિનાશી ભક્ત હ્રીદયનિવાસી.
જલ-સ્થલ-નભકી નિવાસી, માં અમ્બા પ્રેમકી દુલારી;
નિર્ધનકો દેતી ધન, નિર્બલકો માં દેતી બલ અપાર.

જો માંગો સો દેતી સદા, હો સચ્ચી લગન ઉર માંહે;
માં કે દરબારમેં નહિ કમી કિસી બાતકી, માંગે મિલે સબકુછ.
સતકે પથ પર ચલકર બોલો જય જય શ્રી જગદમ્બે માત ભવાની.

ભક્તિ - બંસીધર પટેલ

ભક્તિ - બંસીધર પટેલ

હરિને કરો છો કેદ શાને, એ તો સચરાચરનો વ્યાપક;
જગાડો હરરોજ શાને વગાડી ઘંટ, એ તો સદા જાગ્રત પ્રહરી.
અર્પો છો અર્ધ્ય શાને સમીપે, એ તો દેનાર છે ઉદધિ જગતને;
પૂજા-પ્રસાદ- આરતી શાને કરો, એ તો પામી ગયો હ્રદય ખરું.

કરો છો જાપ શાને, એ તો મનના જાણે છે દાગ બધા;
બની પૂજારી ધરો છો મેવા શાને, એ તો દુનિયાને ધરનાર છે.
પઠન શ્લોકો તણું શાને, એ તો છે કરનાર અર્થ શાસ્ત્રના ખરા;
કરો છો આડંબર બધા શાને, જાણે છે સચ્ચાઇ સાચા અંતર તણી.

માનો આત્મસંતોષ શાને, એ જાણે તાણાવાણા બધા;
કાઢો છો બળાપો શાને, ધોનાર છે પાપ બધાં જગનો.
કરો છો વંદન-પુજન શાને, જાણે છે સ્વારથ બધો મનનો;
કરો છો ઉધામા શાને, ખરો તારણહાર છે એ જગનો.

ભાગી જાવ દૂર શાને, આ સંસાર બનાવ્યો એણે;
પકડ્યાં છે પગ એના શાને, તરછોડી જાય નહિ આઘો.
ભુલા પડી ભટકો ભવરણે, છોડી ઝંઝાળ જગતની;
મન હશે ચંગા તો ભરાશે કથરોટ ગંગા પાવન તણી.

આધાર - બંસીધર પટેલ

આધાર - બંસીધર પટેલ

સુકોમળ નયનોમાંથી વરસી રહ્યો મેઘમલ્હાર;
વરતાય છે વેદના ઘણી, મ્લાન વદને નિરાશા ઘણી.
ઘટી છે ઘટના કોઇ અઘટિત, થયો છે ઝુલ્મ અસહાયને;
બની છે નિરાધાર, આધાર ગયો, નિસ્તેજ બની છે જીંદગી.

ગરકાયું છે જીવન તેનું, બની સૂનકાર જીવન-ઉપવન;
દૂર-સુદૂર ડોકાય છે, અમી તણું છાંટણું એક નાનું શું.
એ જ સ્તો છે આધાર ખરો, જીવન જીવવાના ઓરતાનો;
આપી છે માટી શેર, રાખવા લાજ કુળ આખાયની.

અરમાનો, આશાઓ મળી ધૂળમાં, પીંખાયું જીવન જેનું;
ચણેલી ઇમારત સપનોની, થઇ ભસ્મિભૂત પલકવારમાં.
બુઝાયો દિપક, ગઇ ગરીમા, લૂંટાયા અરમાનો ઉમંગના;
અસ્મિતા ગઇ અસ્તાચળે, બન્યો અંધકાર ભરદિને ચોતરફ.

નથી જેનું કોઇ, બને છે સથવાર કુદરત રાહબર એનો;
વિધવાના નિસ્તેજ વદને, વરતાય છે અમર કિરણ ઉજાસનું.
ભાવિના પેટાળમાં પુરાઇ રહેલું સ્મિત કરતું ડોકિયા ઘડીક;
થઇ છે ઉભી બની બાહોશ, અડગ વિંધ્યાચળ પહાડ સમી.

Sunday, September 10, 2006

ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ

ગુરુ શિષ્ય સમાલોચના - બંસીધર પટેલ

જીવનની નૌકાને પાર ઉતારવા સમર્થ ગુરુની આવશ્યક્તા છે. નુગરા જીવનનો કોઇ અર્થ નથી. પરંતુ, લાખ રૂપિયાનો સવાલ એ છે કે, સાચા ગુરૂ કોને કહેવાય? આ માટે શાસ્ત્રોએ ગુરુ તથા શિષ્યની અનેક લાયકાત દર્શાવેલ છે. તેમ છતાં સારરૂપે એમ કહી શકાય કે સાચા ગુરુ એને કહેવાય જે નિઃસ્પૃહી. નિઃસ્વાર્થ અને આધ્યાત્મિક્તાની ઉચ્ચ ભુમિકાએ બીરાજેલ હોય. સાચો શિષ્ય એટલે ગુરુની આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરવામાં સદાય તત્પર, આધ્યાત્મિક જીવનના પથ ઉપર ચાલવામાં સદાય અગ્રેસર અને જ્ઞાન મેળવવાની સદાય અભિપ્સા ધરાવતો હોય. આવા સાચા ગુરુ અને શિષ્યનો સુભગ સમંવય હોય પછી આધ્યાત્મિક પ્રગતિ થવામાં વાર શી? આપણે નદી પાર કરવી હોય અને જો તરાપો સારો ના હોય તો નૌકા ડૂબે, નાવિક ડૂબે અને સાથે બેઠેલા સહુ કોઇને ડૂબાડે. આમ માયાના સંસારને તરવા માટે ગુરુ, શિષ્ય અને આધ્યાત્મિક પથ (સાધન, સાધ્ય અને સાધના) ત્રણેયનો ત્રિવેણી સંગમ થવો જોઇએ.

ભારતીય આર્ય સંસ્કૃતિમાં ભૂતકાળમાં નજર કરીએ તો એવા અનેક સમર્થ યોગીઓ, ગુરુઓ થઇ ગયેલા નજરે પડશે. એટલું જ નહિ, હાલમાં પણ ભારતવર્ષમાં કેટલાય સમર્થ યોગીઓ આધ્યાત્મિક ઉચ્ચદશામાં નિહીત છે. સાચા ગુરુને શોધવા નથી પડતા. પરંતુ જ્યારે ફળ પાકવાનું હોય ત્યારે ખૂદ શિષ્યને શોધતાં આવી મળે છે. આવું અનેક વખત કહેવાયું છે. પરંતુ મારી દ્રષ્ટિએ જો સાચા ગુરુ મેળવવા હોય તો આપણે જરૂર અભિપ્સા કેળવવી પડે. કારણ કે, કળિયુગમાં ઢોંગી ગુરુઓ ભટકાવાની પૂરી શક્યતા સહેલી છે. એટલું જ નહિ, લોભી ગુરુ અને લાલચી ચેલાની ઠેલમઠેલ ઘણી જગ્યાએ જોવામાં મળતી હોય છે. માટે સાવધાન રહી આગળ વધવું ખૂબ જ જરૂરી છે. આધ્યાત્મિક વારસાના જતન માટે ગુરુ પરંપરા અતિ આવશ્યક છે. એટલું જ નહિ, ધાર્મિક વારસાનું આધારભૂત અંગ પણ છે. પરંતુ કેટલીક વખત શિષ્યોના છીછરાપણાંનો ગેરલાભ ઢોંગી-ધૂતારાં લોકો ઉઠાવતા હોય છે. અને તેમાંથી અંધશ્રધ્ધાનો જન્મ થાય છે અને ધર્મ બદનામ થાય છે.

ગુરુ જીવીત હોવા જ જોઇએ એવું જરૂરી નથી. ગુરુની હયાતી ના હોય તો પણ તેમનાં દિવ્ય આંદોલનો વાતાવરણમાં ઘૂમતાં હોય છે, જે શિષ્યને પરા ચેતના સાથે સંપર્ક કરાવી આપે છે. તેમ છતાં જો સાચા ગુરુ ભૌતિક દેહથી હયાત હોય તો સોનામાં સુગંધ ભળે છે. પરમાત્મ શક્તિની દિવ્ય અનુભૂતિ માટે ભોમિયા - માર્ગદર્શક ગુરુ શિષ્યની નિમ્નસ્તરની દૈહિક ચેતના હઠાવી, ઉચ્ચતર ભૂમિકાએ લઇ જાય છે, અને કેટલીક વખત હઠીલા દર્દને દૂર કરવા ડોક્ટર પેલા દર્દીને કડવી દવા પીવડાવે છે. એ ન્યાયે ગુરુ પણ શિષ્યને ભવોભવના કુસંસ્કારો હઠાવવા આકરી કસોટીઓ દ્વારા પાર ઉતારે છે.

પ્રવર્તમાન સમય ઘણો જ વિસંવાદિતા ભરેલો છે. એમાં માનવીને ભૌતિક સુખોની ઘેલછાંએ અધઃપતનની કક્ષાએ લાવી દીધો છે. સાચા જીવનનું અજ્ઞાન એને અંધારામાં બાચકાં ભરાવે છે. કારણ કે ઇન્દ્રિય સુખ ક્ષણજીવી હોય છે. તેનાથી તેને મંઝીલ કદાપિ મળતી નથી અને જીવનભર સાંસારિક, ભૌતિક સુખોની પાછળ ઝાંઝવાના જળની જેમ ભટક્યાં કરે છે. આવા સમયમાં સંસ્કૃતિના સાચા વારસદાર એવા સદ્ગુરુની આવશ્યક્તા ખૂબ જ હોય છે. જે માળ્યાથી સંતોષ માન્યા કરતાં તેમણે બતાવેલ પથ ઉપર આગળ વધી આત્માનું કલ્યાણ કરવાનો એકમાત્ર ઉદ્દેશ મનુષ્યને દિવ્ય મનુષ્ય બનાવશે.

કૃત્રિમ - બંસીધર પટેલ

કૃત્રિમ - બંસીધર પટેલ

કૃત્રિમતાએ કીધાં કામણ, કુદરતી સહુ વિલાઇ ગયું;
શોધ કરીને અવનવી તું પહોંચી ગયો ચંદ્ર ઉપર, ભુલાઇ ગયું.

બન્યો તું દુશ્મન તારા ભાઇનો, સમાજનું ઉઠમણું થઇ ગયું;
મટી ગયા ભેદ ભરમ સહુ, નર-નારી તણા બધું સમેટાઇ ગયું.

વિકૃતી બની આકૃતિ, પ્રક્રિયામાં ભેલાઇ ગયું;
તત્વ બન્યા અતત્વ, ગર્ભ સહુ રોળાઇ ગયો.

મરકટોને મારી મારી, નિર્દય અશ્લીલ બની ગયો;
પ્રભાતિયાંને વિસરી ગયો, નાટકનો વિદુષક બની ગયો.

તોડીને પર્યાવરણ સૃષ્ટિતણું તું ક્યાં છુપાઇ ગયો;
હવે તો હદ કરી કે, આકાશમાં પાડી ગાબડાં તું લોપાઇ ગયો.

આવી બન્યું છે તારું, રાખજે યાદ તું છકટો બન્યો;
કુદરતને ઘેર દેર છે અંધેર નથી, એ વાત તું વિસરી ગયો.

વધી છે કૃત્રિમતા બેહદ, કે મા-બેનને ભૂલી ગયો;
અટકચાળાં કુદરત કેરાં, પડશે માંદો કેમ રોઇ રહ્યો.

ના બચાવશે તને કોઇ, એ વાત હરદમ ભૂલી ગયો;
થાશે પ્રકોપ કુદરતનો, વિનાશ વેરાશે કેમ વિસરી ગયો.

વળી જા પાછો, હજી પણ ધરામાં છે કેમ ભાગી ગયો;
પસ્તાઇશ ભરીને પેટ , ના બચશે શેષ કેમ ડઘાઇ ગયો.

થવા દે કુદરતને વિષમુક્ત, અમૃત મળશે કેમ લલચાઇ ગયો;
ક્રમ સૃષ્ટિનો એ જ સાચો, કુદરતી પ્રેમને સંવારતો ગયો.

માડી આવ - બંસીધર પટેલ

માડી આવ - બંસીધર પટેલ
(રાગ - ચોરી ચોરી દિલ તેરા... ફૂલ ઔર અંગાર)

ઝીણી ઝીણી ઝાંઝરના રણકારે, માડી તુ વહેલી પધારજે.
લળી લળી લાગુ હું પાય તું, અંબા વાત મારી તું સાંભળજે.

સોળે સજી શણગાર માડી, આંગણ તું મારુ શોભાવજે.
કોમળ હાથ તારા પસારીને મુજને આશીર્વાદ તું આપજે.

તું બેઠેલી દૂર, ધડકે મારૂ ઉર, મન તડપે તારા દર્શન કાજે.
વિનતી સૂણીને આજ, માડી રાખજે લાજ ભક્ત કાજે.

નથી આરો હવે અન્ય કોઇ, તારા દર્શનની રહી એક આશ.
ના વિદારીશ મુજને, કાપી બંધન ભવના દેજે જીવનમાં આશ.

કાળો કાળ કળિયુગ તણો, નામ તારૂં ઝાલ્યું છે સાચી આશ.
હવે મારે તો તું, ઉગારે તો તું, તારા પર છોડ્યું જીવનનું નાવ.

ભરી બેઠો છું થાળ, જોઉં હું તારી વાટ, અંબા આનંદે પધારજે.
હોય કંઇ ભૂલ મારી કરી માફ તું માડી મુખડું મલકતું રાખજે.

વીતે છે જીવન પાણી રેલાની જેમ, સાચી શાંતિ તારા થકી પસારજે.
વિનવું હું મા તુજને અતિશે, ના બનીશ કઠોર લગારે તું આવજે.

દુનિયાના રંગ ભાસે નિરાળા, માયા તણી લાગી વણઝાર.
વણ થંભી ઘટનાઓનો ચિતાર, તું જાણે સર્વ કાંઇ.

આવી એ આવી મા, રૂમઝૂમ કરતી સજી સોળે શણગાર.
બન્યું ધન્ય જીવન મારૂં, સચરાચરમાં રહેનારી જગદ્ધાર.

અંબાનો આ બંધ સાચો, બાકી બધો બકવાસ ભાઇ.
સ્મરે જો ખરા મનથી, મા ભોળી ભાગી આવે તત્ક્ષણ માઇ.

Saturday, September 09, 2006

રહસ્ય - બંસીધર પટેલ

રહસ્ય - બંસીધર પટેલ

પુષ્પકની પાંખે પ્રસારી ઉડું હું ઉંચા આકાશે,
નિરખું બ્રહ્માંડનાં રહસ્યો, સૂરજમંડળનાં અંગઉપાંગો.
ભાસે છે વિશાળ વિશ્વ ધવલગંગાની કટીમેખલામાં,
જલ, સ્થળ, ઉદધિ, મહાસાગર, દિસે એક ઉચ્છ્રુંગલ એકાકાર.

ના ભાસે કોઇ ધરમ, મરમ, જાતિ, વિજાતિ કે ઉપજાતિ,
એક સંસાર, એક સાગર, એક સરીતા, ઐક્ય એવું અદીઠ.
એકમાં અનેક, અંતમાં અનંત, ના મનનાં ઉતાર ચઢાણ કહીં,
ઉંચા ઉંચા પર્વતો પણ નમી ગયા, સમાઇ ગયા જાણે સાગર મહીં.

વાણી જ્યાં સ્થંભન પામે, સકળ સૃષ્ટિતણાં અકળ મૌનમાં,
હ્રદયતણાં તાર ઝણઝણે, એવું અગોચર સૂરસંગમ.
મન મરકટ કરી બંધ બધા તરખટ શાંત નિરવ એકાગ્ર બને,
નિતાંત અંધકાર મહીં ભાસે ઉર મહીં અદીઠ ઉજાસ અતિ.

હતું સપનું કે સચ્ચાઇ તણું દ્રશ્ય? પળમાં શુંનું શું થઇ ગયું,
મન તોખાર હણહણે, અદીઠ ભોમકાને પામ્યા વળી વળી.
પ્રગાધ શાંત, શૂન્યમનસ્ક, એ અકલ્પ્ય અવસર લાધે પુનઃપુનઃ.,
કરું હું વિભુને પ્રાર્થના, મળે ફરી વિભાવના એ સફરતણી.

વૈશાખી વાયરા - બંસીધર પટેલ

વૈશાખી વાયરા - બંસીધર પટેલ

વૈશાખી વાયરા વાતાં મન મારૂં મલકાય છે,
ઉર્મીઓની વણઝાર મનમાં ઉઠી ઉઠી સમાય છે.
કાળાં ડિબાંગ વાદળ વાતો કરતાં કરતાં જાય છે,
ધરતીના છોરું અનેરા ઉમંગથી દોડ્યાં જાય છે.

કોઇ પડ્યું છે તૈયારીમાં નળીયાં ચારવા છાપરાનાં,
કોઇ મંડ્યું છે વર્ષાના આગમનની અનેરી તૈયારીમાં.
કરતી વાતો માંહે માંહે વૃક્ષલતાઓ ઘણી હરખાઇને,
પુરઝડપે દોડ્યાં જતાં વાહનો હરિફાઇ કરતાં વરતાય છે.

ઝટપટ કરવા લગ્નો કરે છે કોઇ ઝડપી તૈયારીઓ,
કેરી, સીતાફળ કે દ્રાક્ષનો આસ્વાદ માણી રહ્યાં સહુ જનો.
કરે છે મજા બેહદ ભૂલકાં રજાઓ પડી શાળામાંથી,
પડી છે ખાલીખમ શાળાઓ જામ્યા રજના થર ઘણેરાં.

વરતાય છે પાંખી હાજરી કચેરીઓ ભાસે સૂની સૂની,
કોઇ ગયું છે મ્હાલવા લગ્ન કોઇ લે છે લ્હાવો ફરવા નામે.
ગીરીમથકો ઉભરાય જેમ ચિડીયાઘર સંગ્રહાલયમાં,
અસહ્ય ગરમી પાછી પડે સોનેરી નિશા આહ્લાદક નશામાં.

માણે છે સહુ કોઇ વાસંતી સુવાસ સૃષ્ટિ તણી,
ક્ષુલ્લક પણ અનેરો આનંદ દીનમન હ્રુષ્ટપુષ્ટ થાય છે.

Sunday, September 03, 2006

શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ

શ્રીમદ સ્વામી વિવેકાનન્દ - બંસીધર પટેલ

ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાશન ચાલતું હતું ત્યારે ભારતવર્ષના પૂર્વના સિમાડે બંગાળના સિમળા નામના પરગણામાં ભારતના ભાવિ - સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. બાળપણથી જ નરેન્દ્રમાં વિચક્ષણ બુધ્ધિની આભા દ્રશ્યમાન થતી. ભણવામાં હંમેશા અગ્રેસર. તોફાનમાં પણ ખરાં. સાધુ સંતો પ્રત્યે દયાભાવ પણ ખરો. ઉંમર વધવાની સાથે થોડી પરિપક્વતા આવી અને ધર્મના ગૂઢ રહસ્યોથી ઇશ્વર દર્શન પામવા સુધીની ઉત્કંઠા જાગૃત બની. મિત્રો, સહાધ્યાયી સાથે કંઇ કેટલાંય સાધુસંતોના સંપર્કમાં આવ્યાં. પરંતુ બધું જ મિથ્યા, કારણ કે કોઇપણ સાધુ-યોગીને તેઓ ઇશ્વર અનુભવ અંગે પુછતાં એટલે પેલાં સાધુ-યોગી લાચાર બની નિરુત્તર રહેતા. આખરે વિધિએ નિર્માણ કરેલ ઘડી આવી પહોંચી અને મિત્ર સાથે દક્ષિણેશ્વર કાલી મંદિરના સીધા સાદાં સંત શ્રીરામકૃષ્ણદેવના દર્શને ગયા. મનનું સમાધાન થયું. જે જોઇએ છીએ તે તમામ વાતો આ અભણ છતાં દિવ્યજ્ઞાની સંતમાં જોઇ અને કાયમી ધોરણે શિષ્ય બની ગયા. અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદનો આવિર્ભાવ થયો કે જેણે પોતાના જ્ઞાનથી દુનિયા આખીને પાયામાંથી હચમચાવી મુકી.

સ્વામીજીના અલ્પ જીવનકાળમાં આપણને એક વાત ઉડીને આંખે વળગે એવી સ્પષ્ટ દેખાય છે કે, મહાન કાર્યો કરવા લાંબી ઉંમરની જરૂર નથી પડતી કે કાળ તેઓના દિવ્ય કાર્યને અટકાવી શકતો નથી. એ તો મરઘી જેમ ઇંડાને સેવે તેમ સમય આવે બધું ગોઠવાયેલું હોય છે જ. સ્વામીજીએ શિકાગો સર્વધર્મ પરિષદમાં પોતાના સર્વ પ્રથમ ભાષણમાં જ્યારે લોકોના દિલ જીતી પોતાની જ્ઞાનગંગા વહાવી ત્યારે ખરે જ લોકો સ્વામીજીને સાંભળવા, જોવા પાગલ બની ગયા હતાં એ વાત નિર્વિવાદ છે. સ્વામીજીનો પ્રભાવ જ એવો અદ્ભૂત હતો કે વાણી મરેલાં મડદાંને બેઠું કરી શકે એવી અદભૂત હતી. વૈદિક ધર્મ અને માનવજીવન વિશે તાત્વિક, તલસ્પર્શી અભ્યાસ અને તે દ્વારા કંઇ કેટલાંયનું હ્રદય પરિવર્તન એ કાંઇ ઓછી સિધ્ધિ ના લેખાય.

સ્વામીજીને હંમેશા ગરીબ - દરિદ્ર ખૂબ જ ગમતાં. ભારતની ગરીબી અને દરિદ્રતા જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠતું અને તેમના ભલા માટે પ્રયત્નો કરતાં. તેમણે દરિદ્રને નારાયણ કહી સમાજસેવાનું ધર્મ દ્વારા કર્મનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલું અને ખરો ધર્મ દરિદ્રની સેવામાં છે એનું સમાજને ભાન કરાવેલું.

સ્વામીજીના વિવિધ વિષયોના ભાષણો દ્વારા જાણવા મળે છે કે તેમના માટે ધર્મ કરતાં પણ રાષ્ટ્રપ્રેમ મુખ્ય હતો. વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયા આ એમની કર્મની સીડી હતી. દેશપ્રેમ એ જીવનની સૌથી પહેલી આવશ્યક્તા છે એમ તેઓ માનતાં. અને જુદા જુદા સમાજના, જ્ઞાતિના લોકોને રાષ્ટ્રપ્રેમના પાઠ ભણાવતા.

સ્વામીજી ધર્મની સાથે આધુનિક વિજ્ઞાનને પણ ખૂબ જ મહત્વ આપતા. બલ્કે, ધર્મ અને વિજ્ઞાન એક જ સિક્કાની બે બાજુઓ છે એમ તેઓ માનતા. ધર્મમાંથી અંધશ્રધ્ધાને દૂર કરી માનવ ઉત્કર્ષ માટે વિજ્ઞાનની ખૂબ જ આવશ્યકતા છે અને ધર્મ પણ વૈજ્ઞાનિક (અંધશ્રધ્ધા સિવાયનો) હોવો જોઇએ તથા ધર્મ અને વિજ્ઞાન એ પરસ્પર વિરોધી નહિ પરંતુ એકબીજાના પૂરક છે એમ તેઓ કહેતાં. તેમના જીવનકાળ દરમ્યાનના સંજોગો જોતાં ખરેખર આવા મહાન રાષ્ટ્રપ્રેમી, પ્રખર સંત, સાચા વૈરાગી મહાત્મા ભારતભૂમિને પાવન કરી ગયા એ ભારતવાસીનું સદભાગ્ય છે. તેમણે આપેલો સંદેશ આપણને આજે પણ જીવનની હરેક સમસ્યા સામે લડવાની પ્રેરણા આપી સમાધાનકારક ભૂમિકા પ્રદાન કરે છે.

સ્વામી વિવેકાનંદ ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા ગીતા ઉપદેશ અનુસાર સૃષ્ટિ ઉપર જન્મ લેતા ઇશ્વરી અવતાર પૈકીનો એક અવતાર હતા એમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી.

ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ

ભગવાન શ્રીરામકૃષ્ણ - બંસીધર પટેલ

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આપેલ અભયવચન અનુસાર ભારતની પવિત્ર ભૂમિ ઉપર અઢારમી સદીમાં કલકત્તા, બંગાળના એક નાનાશા ગામમાં રામ અને કૃષ્ણના સમંવય સ્વરૂપ એવા શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયેલો. બાળપણ ખૂબ જ સામાન્ય વીતેલું. પરંતુ આધ્યાત્મિક્તા તરફ ખૂબ જ અભિરૂચી અને સાધુસંતોનો સહવાસ કાયમ આકર્ષતો. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં કદાપિ કોઇ પણ ભૌતિક વસ્તુની લાલસા તેમને સતાવતી નહિ. ઉંમર વધવા સાથે ઇશ્વર પ્રત્યેનો પ્રેમ અને અલૌકિક ભક્તિ તરફનો અભિગમ દિન-પ્રતિદિન વધવા માંડ્યો. મોટાભાઇ રામકુમાર સાથે કલકત્તા કાલી મંદિરમાં પૂજારી તરીકે જવાની તક મળી. કહોકે માએ જ નિર્માણ કરેલું હતું તે મુજબ એક પછી એક પ્રક્રિયાઓમાંથી ભાવિ રામકૃષ્ણનું ઉત્થાન થવા લાગ્યું. યુવાનીના નાજુક દોરમાં ભવેભવના સહધર્મચારિણી , જગદંબાનો અવતાર શ્રી શારદામણિ સાથે લગ્ન થયું. દિવ્યભક્તિ, દિવ્યજીવન અને દિવ્યદંપતિનો ત્રિવેણી સંગમ એટલે રામકૃષ્ણ-શારદામણિદેવીનું લગ્નજીવન. પરણ્યાની પ્રથમ રાત્રિએ પત્નીમાં જગદંબાને નિરખી તેનું ષોડષોપચાર પૂજન-અર્ચન કરવું એ ઇશ્વરકક્ષાના મનુષ્ય સિવાય કોણ કરી શકે?

મા કાલીની ભક્તિ અને માના પ્રત્યેનું ખેંચાણ એટલું તિવ્ર બનવા લાગ્યું કે કેટલીક વખત દેહભાન ભૂલી, માના પોકાર પાડી, આજે પણ માનું દર્શન ના થયું - કરી, ઉદાસિનતા વ્યક્ત કરનાર ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનની એ અણમોલ ઘડી આવી પહોંચી. અને મા જગદંબાએ સાક્ષાત દર્શન આપી તૃપ્ત કર્યાં. સાથેસાથે માને હરહંમેશ સાથે રહેવા માટે તથા અવારનવાર દર્શન દઇ, માર્ગદર્શન આપવા સારૂં વિનવણી કરી. આધ્યાત્મિક બાબતમાં જ્યારે પણ શ્રીરામકૃષ્ણદેવને મુંઝવણ થતી ત્યારે મા અચૂક હાજર થઇ માર્ગદર્શન આપતાં. તેમના આધ્યાત્મિક જીવનમાં શ્રીશારદામ્બા હંમેશા તેમની સારસંભાળ રાખી તેમની બાહ્યાવશ્યક્તાઓની કાળજી લેતાં.

ઉપરોક્ત પૂર્વભૂમિકા બાદ હવે તેમના જીવનના અન્યપાસાનો વિચાર કરીએ અને તાત્વિક દ્રષ્ટિએ ભારતીય અધ્યાત્મ વિચારધારાને તેમણે આપેલ અમૂલ્ય ફાળા વિશે ચર્ચા કરીએ. આમતો તેમનું જીવન એક સામાન્ય માણસ જેવું જ હતું, પરંતુ અંદર જે તત્વ હતું તે દિવ્ય ઇશ્વરીય તત્વ હતું. જે આધ્યાત્મિક મૂડી તેમની પાસે જમા હતી, તેમાથી તેમણે તેમની સમક્ષ આવતાં જિજ્ઞાસુ-જ્ઞાનપિપાસુ લોકો વચ્ચે વહેંચીને દરેકની કક્ષા અનુસાર તૃપ્ત કર્યાં હતાં. આમાંથી જ સ્વામિ વિવેકાનંદ જેવા પ્રખર રાષ્ટ્રવાદી સન્યાસીનો ઉદ્ભવ થયો હતો. આપણા શાસ્ત્રોનું કથન છે કે ભગવાન જ્યારે આ પૃથ્વી પર અવતાર લે છે, ત્યારે તેમનાં સહચરો પણ એજ કાળમાં અન્યત્ર જન્મ લે છે; અને જ્યારે સમય પાકે ત્યારે એક જ આધ્યાત્મિક વૃક્ષ નીચે એકત્ર થઇ, તેમનું જીવન કવન પૂર્ણ કરે છે.

યોગિક દ્રષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ એક પરમોચ્ચ પદે પહોંચેલા યોગી હતાં, સાચા ગુરુ હતાં. શક્તિપાત દ્વારા આધ્યાત્મિક ચેતના ફેલાવનાર સક્ષમ દિવ્યયોગી હતાં. કંઇકના જીવનપરિવર્તન કરવા તેમણે આ શક્તિનો ઉપયોગ કરેલો. બલ્કે જીવનના ઉંધા પાટે ચઢેલા કેટલાય મનુષ્યોને આધ્યાત્મિક પથ ઉપર ચઢાવી સન્માર્ગે વાળેલાં. ખૂદ સ્વામિ વિવેકાનંદ એટલે કે પૂર્વાર્ધના નરેન્દ્રદત્ત એક દ્વિધામાં ફસાયેલો યુવાન, કે જેનું જીવન નાવ હાલક ડોલક થયું ત્યારે બરાબર તે જ વખતે ઇશ્વરનો પ્રત્યક્ષ પુરાવો આપી ભવિષ્યના વિવેકાનંદને આધ્યાત્મિક જીવન તરફ યથાયોગ્ય બીબાંમાં ઢાળનાર પરમગુરુદેવ રામકૃષ્ણ જ હતાં. વિવેકાનંદ એટલે હાલતું ચાલતું ઉચ્ચતમ શક્તિનું જનરેટર, કે જે મરેલાં મડદામાં પ્રાણસંચાર કરાવી શકે તેવા મેઘાવી, પ્રખર રાષ્ટ્રભક્ત, ઉચ્ચ કક્ષાનાં યોગી અને સંસ્કૃતિનાં સાચા રક્ષક. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં કદાપિ કોઇની પાસે કોઇ પણ વસ્તુની યાચના કરેલ નહોતી. કામિની અને કંચનથી સદાય અસ્પૃશ્ય.

ભગવદગીતામાં વર્ણવેલ તમામ યોગો, જેવા કે, જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગનો સમંવય અને તે દ્વારા કેટલાંય મનુષ્યોના જીવનમાં આમૂલ પરિવર્તન , આ સઘળું એક જ જીવનમાં કરવું કેટલું દુર્લભ! રામાયણમાં એક ચોપાઇ છે કે, “જનમ જનમ મુનિ કરાહી, રામનામ મુખ આવત નાહિ.” ભગવાનની અનુભૂતિ , બલ્કે પ્રત્યક્ષ દર્શન એ એમના જીવનનો મુખ્ય ઉદ્દેશ હતો.

જીવનના અલગ અલગ તબક્કે, વિભિન્ન સાધનાઓ દ્વારા અને પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા એ સાબિત કરી બતાવ્યું કે ઇશ્વરનાં નામ અલગ હોઇ શકે, રૂપ અલગ હોઇ શકે. પરંતુ પરમાત્મા એક જ છે. ઇશ્વર, અલ્લાહ, ઇશુખ્રિસ્ત, રામ, કૃષ્ણ, કાલી, અંબા, લક્ષ્મી, તમામ ઇશ્વરીય સ્વરૂપ એક જ ઉચ્ચ શક્તિના ધ્યોતક છે. ભક્તની રુચિ અનુસાર અલગ અલગ અનુભૂતિ તથા રૂપો ધરે છે.

પોતાના સાધનાકાળ દરમ્યાન સગુણ તથા નિર્ગુણ બન્ને પ્રકારની ઉપાસનાઓ દ્વારા સકામ તથા નિર્વિકલ્પ બન્ને પ્રકારની સમાધિની અનુભૂતિ , અરે તંત્ર ઉપાસના દ્વારા ઇશ્વરને પ્રાપ્ત કરવાનો સુભગ સમંવય સાધનાર પણ એ જ પ્રભુશ્રી રામકૃષ્ણદેવ પરમહંસ હતાં. શું કાળ હતો એ દિવ્ય અનુભૂતિઓની પરંપરાનો? કેટલાં બડભાગી હશે એ કાળનાં સ્ત્રી-પુરુષો? કેટલો ભાગ્યવાન ભારત દેશ? કેટલી ગહન અને દિવ્ય ભારતીય પુરાતન સંસ્કૃતિ? પંચમહાભૂતમાં પડેલો બ્રહ્મ સુધ્ધાં રડે, એ ઉક્તિને યથોચિત ઠરાવવાં પ્રભુશ્રી રામકૃષ્ણદેવે સને 1886ના વર્ષમાં આ ભૌતિક દેહ ત્યાગી સ્વધામમાં પધાર્યાં. પરંતુ પાછળ પોતાના આધ્યાત્મિક વારસદાર એવા પ્રખરયોગી સ્વામિ વિવેકાનંદને તૈયાર કરીને મૂકતાં ગયા. શૂન્યમાંથી સર્જન કરનાર સ્વામી વિવેકાનંદ ની સાથે ગુરુમાતા શારદામણિદેવી સદાય માર્ગદર્શક બની જરૂરી દોરવણી આપાતાં રહેતાં. આખરે શ્રીરામકૃષ્ણદેવની પરમ કૃપાથી બેલૂરમઠની સ્થાપના થઇ અને ભારતના લાખો નરનારીઓના આધ્યાત્મિક ઉત્થાનનું સ્થાયી સ્થળ બન્યું જે હાલમાં દુનિયાભરમાં એક વટવૃક્ષની જેમ ફેલાઇને આધ્યાત્મિક ચેતનાનો પ્રવાહ વહાવી રહેલ છે.

શ્રીરામકૃષ્ણદેવના સ્વધામ પછી પણ એવા કેટલાંય દાખલાં બન્યા છે કે જેમાં તેમણે પ્રત્યક્ષ દર્શન આપી મુંઝવણનો ઉકેલ અથવા તો માર્ગદર્શન આપેલું જણાય છે, જેની ચર્ચા અત્રે અસ્થાને લેખાય. કારણ કે ઇશ્વરીય અવતારો પોતાની લીલા સંવરણ સમેટી સ્વધામમાં પધારે છતાં પણ તેમની દિવ્ય ચેતના આ સૃષ્ટિમંડળમાં અહર્નિશ વ્યાપ્ત હોય છે.

બેલુરમઠની સ્થાપના સાથે શ્રીરામકૃષ્ણ મિશન અસ્તિત્વમાં આવ્યું, જેનું મુખ્ય કાર્ય સમાજોપયોગી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રાષ્ટ્રની સેવા તથા જ્ઞાન-ભક્તિ-કર્મના ત્રિવેણી સંગમ દ્વારા વ્યક્તિનું આધ્યાત્મિક ઉત્થાન અને તે દ્વારા વ્યક્તિ, સમાજ, રાષ્ટ્રની અમર સંસ્કૃતિનું રક્ષણ. સ્વામી વિવેકાનંદ અમેરિકાથી સ્વદેશ પરત આવ્યા ત્યારે આપણાં દેશની હાલત જોઇ તેમનું હ્રદય દ્રવી ઉઠ્યું. અને ગરીબી અને ભૂખમરાથી સબડતાં લાખો દેશવાસીઓ પ્રત્યે અનુકંપા જાગી અને દરિદ્રને નારાયણના સંબોધનથી “દરિદ્રનારાયણ” શબ્દને યથાર્થ કરતી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો જે આજે પણ અવિરતપણે ચાલુ જ છે.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું જીવન કર્મ, યોગ, ભક્તિ આપણને પ્રખર રાષ્ટ્રવાદી બનાવી; ન્યાત, જાત, ધર્મ, સંપ્રદાયોના વાડાઓમાંથી બહાર કાઢવાનું અનુપમ ઉદાહરણ પૂરું પાડે છે. આ કોઇ સંપ્રદાય નથી; સ્વધર્મમાં રહી આધ્યાત્મિક દિવ્યચેતનાને જીવનમાં ઉતારી દરિદ્રોની, સમાજની, દેશની, દુનિયાની સેવા કરી વસુધૈવ કુટુમ્બની ભાવના સાચા અર્થમાં ચરિતાર્થ કરવાની સદાય પ્રેરણા આપતી એક જીવંત સંસ્થા છે કે જેમાં દરેકને આધ્યાત્મિક જલસાગરમાંથી પિવાય તેટલું અમૃત પીવાની છૂટ આપે છે.

અંતમાં, જ્ઞાન-કર્મ-ભક્તિનો સુભગ ત્રિવેણી સંગમ એટલે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ.
જયશ્રી રામકૃષ્ણ - સ્વામી વિવેકાનંદ! પુનઃ ભારતની દિવ્યભૂમિને પાવન કરવા ક્યારે પધારશો?

ગુરુમા - બંસીધર પટેલ

ગુરુમા - બંસીધર પટેલ

શ્રી રામકૃષ્ણના આરાધ્ય હે જગતજનની મા ભવાની.
માતા તારા ચરણોમાં હે, સદાય રહું હું મંગળકારિણી,
શ્વરના છે રૂપ અનેક, તારાં પણ મા રૂપ અનેક.
મંત્ર-તંત્ર-યંત્ર સહુ તારે આધિન, રિધ્ધી-સિધ્ધીનું એક ધામ.
દિશા શૂન્ય હો જ્યારે માનવ, યાદ કરીને મારગ મળતો,
હે સદાય નામ તારું માનવના હોઠે અવિરત ધામ.
મી-નમીને લાગે પાય, અંબા કરજો સહુ કામ સફળ,
ડિબાંગ કાળા વાદળો હોય ભલે, નામ તારાથી વિખરાય તત્કાળ.
યાદ આવતાં તારું જ નામ, ભાગે ભવના રોગ તમામ,
યા કરીને હે મા જગદંબા, દેજે આશિષ સહુ જગજનને.
---------------------------------------------------------------------
શ્રી રામકૃષ્ણ, વિવેકાનંદ, શારદામ્બા, સદ્ગુરુદેવાય,
નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમો નમઃ.
---------------------------------------------------------------------
પ્રભાતનું પહેલું કિરણ સદગુરુની કૃપામાત્રનો,
સંદેશ લઇ માંના ચરણાર્વિંદને પખાળે છે.

ભારતી - બંસીધર પટેલ

ભારતી - બંસીધર પટેલ

હોય ભલે ધરતી ઝુઝવા, નાત જાત કે ભાત જૂદી;
હિન્દુ હોય કે મુસલમાન, ઇસાઇ, શીખ કે પારસી.
આવે સુવાસ રાષ્ટ્રવાદની, એ જ ખરો દાવેદાર આ દેશનો;
ધરમ પછી, પહેલો દેશ, સાચી સગી મા ભારતી.

-------------------------------------------------------------------------------------

ભારતના ભડવીર સંતાનો, તમારી પોલાદી નસોમાં હિન્દુત્વની અમર સંસ્કૃતિના વારસાનું શુધ્ધ અને પવિત્ર રૂધિર રાતદિન સતત વહે છે. એને નિરખો અને દુનિયાને મુઠ્ઠીમાં લઇને ઉન્નત મસ્તકે ઉદ્ઘોષ કરો કે, “હું અજર અમર આર્યસંસ્કૃતિના હાર્દ સમા ભારત દેશનું અજેય સંતાન છું. મારા રોમેરોમમાં ગંગાનાં પવિત્ર નિનાદનો કલરવ અને હિમાલયની પ્રચંડ હિમશિખાઓનો ઉચ્છૃંગલ ઘરેરાટ અને સમંદરની ઘૂઘવતી ગહેરાઇઓની અગાધ લહેરો જેવો તલવલાટ અવિરત પ્રસરાય છે. મનુ અને શતરૂપાના અનુવંશજ એવો હું એટલે કે, ભારતમાતાનું સંતાન, મારી અમર હિન્દુ સંસ્કૃતિના રક્ષણ કાજે મારા લખચોર્યાસી જન્મ સમર્પિત હો. મારે મન મુક્તિ કરતાં મા ભારતી મહાન છે.”

-------------------------------------------------------------------------------------

જતી સતિની ભોમકા, નથી ખોટ વીર-વીરાનની;
દે છે સહુ બલિદાન હસતા મુખે, ભારત ભૂમિમાં શાનથી.
લાડકવાયા સહુ બાળ મા ના, ચરણોમાં શિશ ઝુકાવે છે;
ધન્ય બની છે રજ ભૂમિની, વ્રજભૂમિ આ ભારતની.

પતિતોને પાવન કરી, દેવો તણા આશિષ વરસાવતી;
અભરખા સહુ પુરા કરતી, અમી વરસાવી તાનથી.
કર્મભૂમિ, ભારભૂમિ, આબાલવૃધ્ધ સહુના પ્યારની;
ધન, ધાન્યના ભંડારોથી ભરેલી આ છલોછલ ભોમકા.

સદીઓ પુરાણી, શાશ્વત સનાતની સંસ્કૃતિની ધરણી;
દેવ, દૈત્ય, માનવ સહુને સરખા પ્રેમથી નવાજતી.
નથી બુઝાયો દિવડો સતનો, છોને વાય તોફાની વાયરા;
અજર, અમર છે, ને અમર રહેશે ધન્ય ભૂમિ આ ભારતની.

કંઇક રાજાને કંઇક રાજીપા, છોડી ગયા છે સંસાર;
નથી થયો વાળ વાંકો, ઊભી અડીખમ મા ભારતી.
ગાંધી, સરદાર, સુભાષની, આ પવિત્ર ભૂમિ શહીદોની;
વિવેકાનંદ, દયાનંદ, સ્વામી સંતોની ભૂધરા.

ફૂંકાય છોને જોરથી પવન પૂર્વ-પશ્ચિમ કે દક્ષિણથી;
નહિ ભૂસાશે અસ્તિત્વ, અમર ભારત માતનું.
આવ્યો છે સુવર્ણકાળ હવે, ઘોર અંધારી રાત પછી;
હવે નથી કોઇની મગદૂર, રોકે પ્રગતિ ભારતદેશની.

Saturday, September 02, 2006

પ્રકાશ - બંસીધર પટેલ

પ્રકાશ - બંસીધર પટેલ

ઘેટાં પાછળ ઘેટું ચાલે,
ગાડરિયો પ્રવાહ.

એક ઘેટા એ ઉંચુ જોયું,
અધધધનો હુંકાર.

પ્રકાશ પથરાયો ચારેકોર,
અંધશ્રધ્ધાનો થયો હ્રાસ.

મનુષ્યનું છે ક્યાં પાકું?
દોરવાયો દોરવાય જગમાં.

ગુરુ ચેલાના ઠેલમઠેલા,
પડે બન્ને કાદવ કિચડમાં.

પ્રકાશ જ્ઞાનનો લાધે ક્યાંથી,
અંધશ્રધ્ધાનો ઓઢી અંચળો.

હવે થશે, હમણાં મળશે,
હથેળીમાં ચાંદ બતાવે સહુને.

મનુષ્ય અને ઘેટાંમાં છે ક્યાં,
તફાવત? સરખામણીનો.

* * *

ઉજાસની આસ્થાએ વેઠ્યું અંધારૂં,
કાંટાળો રાહ પણ વીંધ્યો બધાંયે.

ઉષાને અમીટ નજરે જોતાં તારલાં,
દૂર ગગનમાં, વૈરાગી યોગી જેવા.

સપ્તર્ષિના તારક વૃંદ સંગાથે,
અપેક્ષા એ વ્યતિત કરતા કાજળઘેરી રાતડી.

થયો ઉજાસ, પથરાયો પ્રકાશ,
અજ્ઞાનમાંથી થયું એક જ્ઞાન.

પલટાયી દિશા જીવનની બાકી,
વેરાયાં ફૂલડાં જીવન આંગણામાં,

હાથનો થયો હુંકારો, મનની નિરાંત.
પ્રકાશનું તો કામ જ એવું,

અંધકાર થાય દૂર તત્ક્ષણ.
-------------------------------------------------------------------
શરીર સૌષ્ઠવનાં વરવા પ્રદર્શન કરવાં કરતાં,
દુબળાં રહીને નિજ જનોની સેવા કરવી ઉત્તમ છે.
--------------------------------------------------------------------
કરી છે દોસ્તી પણ ક્યાં દરકાર રાખો,
અમે મસ્તક નમાવ્યું તો તમો તલવાર રાખો.
તમારા શબ્દ જુદાં, અર્થ જુદાં, ભાવના જુદી,
છતાં કેમ ન્યાયનો દંભ ભર્યો દરબાર રાખો?

રાજરોગ - બંસીધર પટેલ

રાજરોગ - બંસીધર પટેલ

લાગ્યો છે કેવો આ રોગ કોમવાદનો;
જોયા અનેક રોગ, આ તે લાગ્યો કેવો ભવરોગ.

કાઢવો એને જરૂર, ચાહે હોય ભલે એ રાજરોગ;
પહેરીને અવનવા વાઘા, આવે એ આંતરે વરસે.

હવે ઓળખ્યો એને નખશીખ, ના છેતરાયે સર્વજન;
વેતર્યા કેટલાંય શરીર, બની ને વિતરાગી હરામખોર.

બુઝ્યાં સુહાગ, બન્યા અનાથ બાળ, નથી દયા ઉરમાં લગીરે;
દાનવ કળિયુગનો આદમખોર પેંધ્યો એ વારંવાર.

ચાખીને માણસનું રૂધિર બન્યો ખૂબ મદહોશ;
નાથો એને, ભાગી જાય ના, કરવો એનો સર્વનાશ.

દેશ જાગી જાય તો સારૂ, નહિતર વરતાવશે કાળો કેર;
કોમવાદ જો પલટાય અને બને ખરો રાષ્ટ્રવાદ,
ધર્મ, જાતિના ભેદભાવ ભુલી, ગાય સહુ વંદે માતરમ.
--------------------------------------------------------------------------
સબસે બડી હૈ ચૂપ મનવા, નવ બોલ્યામાં નવગુણ,
ના આવે આવાઝ ઉસકી લકડીકી, સાપ મરે લાકડી નવ ભાગે.
કરો ધરમ ઔર દાન મનવા, વીતી જાય એળે જીંદગાની.
--------------------------------------------------------------------------
મિત્રના મૃત્યુ કરતાં મૈત્રી મૃત્યુ વધારે દુઃખદ છે;
વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.
ધીરજ પ્રતિભાનું એક આવશ્યક અંગ છે,
દરેક પોતાના સ્થાને મહાન છે.
કર્મનો ધ્વનિ શબ્દથી ઉંચો છે.

Saturday, August 26, 2006

ધર્મ - બંસીધર પટેલ

ધર્મ - બંસીધર પટેલ

ધર્મના નામે સંસારીઓને છેતરતાં, ઢોંગી, ધુતારાં સન્યાસીઓ સંસ્કૃતિના રક્ષક નહિ બક્ષક છે. ઉપરથી વેશ સાધુનો પણ અંદરથી મન સંસારીનું; બાહ્ય દેખાવ, ડોળ, વિતરાગીનો પણ ભીતરથી હ્રદય કાચા માટલા જેવું; ક્યારે શું કરી બેસે તેનું કોઇ ઠેકાણું નહિ. બેચાર સ્તોત્ર, સંસ્કૃતના શ્લોકો અને થોડાક ધર્મના પુસ્તકોનું પોપટીયું જ્ઞાન, ભલાભોળા લોકોને છેતરવાનું હાથવગું સાધન બની જાય છે. હજી આજે પણ એવા કેટલાય લોકો આવા માટીપગા સાધુઓની ચુંગાલમાં ફસાયેલા - અટવાયેલા હશે. તેમને માનસિક રીતે ત્રસ્ત કરતાં આ નરાધમો, કંઇ કેટલાયે ગેરલાભ ઉઠાવતા ફરતા હશે જેની ગણના કરાવી શકાય તેમ નથી.

“સંસારી એ જ સાચો યોગી” એવી શાસ્ત્રોક્ત ઉક્તિ ફરી એકવાર સાચી ઠેરવવા નીકળેલા બાવાઓ તમારા વાંકે જ કંઇ કેટલાયે ધર્મયુધ્ધો ખેલાઇ ગયાં. કંઇ કેટલાય લોકોનું રૂધિર રેડાયું અને છતાં ધર્મ ઉપર ઉઠવાને બદલે ઊંડી ખાઇમાં વધારે ગબડતો ગયો. ધર્મને નુકશાન કરનાર કોણ? એ એક પેચીદો અને વણઉકેલ્યો પ્રશ્ન છે. તેમ છતાં પ્રવર્તમાન સંયોગો એ વાતની સાક્ષી પુરે છે કે ધર્મને સંસારીઓ નુકશાન કરતા નથી. પરંતુ તેમનાથી વિશેષતો કહેવાતા ધર્મરક્ષકો, ધર્મઝનુનીઓને હાથા બનાવી સમગ્ર પ્રજાને નચાવે છે.
આધુનિક મનુષ્યના અધઃપતન માટે જેટલો વિજ્ઞાન કે સમાજને દોષ દેવાય છે, એટલો જ બલ્કે એનાથી વિશેષ ધર્મના રક્ષકોનો છે. કારણ કે, સમાજે તેમને સોંપેલું સુકાન દિશાહીન બનાવી, ધર્મની આખી નૌકાને અગર-ડગર કરી નાંખી છે.

શક્તિ - બંસીધર પટેલ

શક્તિ - બંસીધર પટેલ

માપી શક્યું ના કોઇ સ્ત્રી તણી શક્તિને,
પામી શક્યું ના કોઇ સ્ત્રી તણી ચરિત્રને.
સામે પડ્યા છે દાખલા સેંકડો સ્ત્રી જીવનના,
વિશ્વામિત્ર જેવા જતી પણ હારી ગયા સ્ત્રીત્વથી.

અનેક રૂપે ભાસતી ભામા, ભવસાગર સહચારિણી,
પત્ની, પુત્રી, બાળા, માતા, ઝુઝવાંરૂપ સંસારનાં.
ચિત્રપટના ચિત્રમાં, મંદિર હોય કે ગિરજાઘર,
ચારેકોર દિસતી, દિવ્યસ્વરૂપીણી, નારાયણી.

મહાન નેતાના જીવનમાંહે કરો ડોકીયું જરા ધ્યાનથી,
પડ્યો હશે કંઇક વાતે ઉપકાર, પરોક્ષ રીતે અર્ધાંગિનીનો.
સ્ત્રી ભલે હોય એક, ભજવે પાઠ અનેરા સંસારના,
માતૃરૂપે, રંભારૂપે, નેતારૂપે, સર્વ દિશાનાં કાર્યમાં.

ભારતમાં મા ભારતીના ઉપકાર, અનેરા વિશ્વમાં,
કોટી નમન, વંદન કરૂં, નારી તારા ભિન્ન રૂપોને.
અંબા, કાલી, દુર્ગા કે શાશ્વત વિશ્વની નારી હોય,
શક્તિનો અંશ અચુક ભાસે, શાંતા, શારદા હોય કે કમળા.

મા - બંસીધર પટેલ

મા - બંસીધર પટેલ

મા વિશ્વતણી જનેતા તુ, દેતી વર સહુ બાળગોપાળને;
કરૂં હું વન્દન વારંવાર મા, દીપો ભવસંગ સહુ જગતનાં.
હાર્યા-થાક્યા બાળ જ તારા, આવે તુજ દ્વારે મા કરો નહિ નિરાશ.
આસ્થા તુજ નામ તણી સાચી, ગુરુના સાચા પ્રેમી કૃપાપાત્ર.

રણમાં, વનમાં, કે જગતમાં, નથી તુજ વિણ કોઇ અવર;
પડતા, આખડતાને દેજે સહારો, મા કંટકતણાં પથ પર.
ભલે રૂઠે જગ વિશેષ, ના વિસારીશ તુ આ જીવનભર;
દીઠું મુખડું તારૂ મા અંબે, ના લાગે મુજ મન અન્ય ડગર પર.

મા તે મા બીજા વનના વા, એ સુણ્યું સાચું કરજે હે માત;
માયા સંસારની વીંટળાઇ વળી, તુજ વિણ કોણ ઉધ્ધારક માત.
આધિ, વ્યાધિ, ઉપાધિ, સહુ અર્પણ, મુજને નિવારજે ઓ માત;
કરી કસોટી ઘણાં જગ જનની, નથી તુજ વિણ કોઇ સ્વજન હે માત.

ભાંગ્યાની ભેરૂ, સાચો સહારો, નિર્મળ ચહેરો તારો;
વિસ્મૃતિ ના થાય કદીયે, મંગળ મૂરત, વદન સોહાયે.
છોરૂં કછોરૂં ભલે થઇ જાય, માવતર કમાવતર ના થાય કદીયે;
તારી ચરણરજ માથે ચઢાવી, તુજ ગુણ ગાઉ, નમન કરીને.

રંગ - ચિરાગ પટેલ

રંગ - ચિરાગ પટેલ Sep 19, 1998

દુનિયામાં છે લાખો રંગ, અનોખો છે એક જ રંગ,
પ્રેમતણાં ઝરણાંમાં ઝબકોળતો તે પિયુ સંગ.
દુનિયામાં છે...
દૂર-સુદૂર સ્વપ્નસૃષ્ટિમાં વિચરણ કરાવતો,
આશાઓના મહાલયોમાં વિહાર કરાવતો.
દુનિયામાં છે...
પ્રેમીઓના હૈયાને ધબકાવતો એ છે રંગ,
ધીરજની એમના, કસોટી કરતો એ રંગ.
દુનિયામાં છે...
શૌર્યગાથાઓ ગવડાવતો - રચતો એ રંગ,
રક્તશોણિત નદીઓ વહાવતો અનોખો રંગ.
દુનિયામાં છે...
નવવધૂના સિંદૂરની સાક્ષી પૂરતો એ રંગ,
નવપલ્લ્વિત કુસુમના ઓષ્ઠનું પરાગ એ રંગ.
દુનિયામાં છે...
મદમસ્ત યૌવનને છલકાવતો એ રંગ,
દેહની રંગોળીમાં સાથિયો પૂરતો એ રંગ.
દુનિયામાં છે...
પૃથ્વીનું અમૃત બની અમરત્વ બક્ષતો એ રંગ,
વૈરાગ્યાગ્નિ પ્રગટાવતો પ્રેમનો રાતો એ રંગ.
દુનિયામાં છે...

I Love You – Chirag Patel

I Love You – Chirag Patel Apr 11, 1999

Instant view and a deep glimpse;
Lasting forever, that’s my feeling.

On the midway of life, wanting;
Very uncanny relations – truly spiritual.

Ephemeral mortals we are; though
Yells this heart “You are mine.”

Over and over, again and again, that’s
Uplifting, that’s love, mine truly.

My sweetheart – love you are,
Another soul of mine you are.
Yelling heart “there you are”,
Ultimatum, “here you are”.
Rippling brook says “there you are”,
Inner voice says “here you are”.

Intimacy – Chirag Patel

Intimacy – Chirag Patel Aug 20, 1998

Evanescent world, we are living in;
Bounding us in its magical charm.

Seized we are with a rendezvous;
Chasing thru’out our whole span.

Trivial life, we are experiencing;
Thru’ real melody of almighty, feeling.

A little brook rippling across the hearts;
A little joy spreading in the minds.

A little happiness enlightening bodies;
A little desire firing the pellucid souls.

Truly admiring a harmony in love;
Bridging two lives to be unite to God.

Rain of Feelings – Chirag Patel

Rain of Feelings – Chirag Patel Jul 26, 1999

Tip, tip, tip; falling drops of rain;
Bathing in; feeling beats of heart drain.

Small creatures; roaming here and there;
Loving them; feeling to go from nowhere.

Breeze of air; scintillating your hair;
Alluring me; feeling to breathe new air.

Diaphanous coat; covering you charming;
Losing control; feeling to seek alarming.

Silver clouds; glittering by the sun;
Giving peace; feeling as if I stunned.

Monsoon everywhere; greenery everywhere;
Togetherness here; feeling deepest love here.

કુદરત - ચિરાગ પટેલ

કુદરત - ચિરાગ પટેલ Sep 25, 1999

આવી મંદ મસ્ત હવાની લહેરખી, ફફડી ઉઠ્યું પેલું
આસોપાલવનું પાંદડું અજાણ્યા આવેગથી.

ઘેરાયું છે આકાશ ઘટાટોપ વાદળોથી, ઢંકાઇ ગયો
છે સૂર્ય પણ, તેજ પોતાનું સર્વે સમેટી.

ગૂંજી રહ્યું છે કર્ણપ્રિય સંગીત, ધરણી ઝંખે છે વર્ષાને,
હૈયું ભીંજાઇ રહ્યું છે ઝરમર છાંટણાંથી.

કેવું ખિલખિલાટ હસે પેલી નાનકડી ઢીંગલી,
ખીલી રહ્યું છે નિર્દોષ ગુલાબ મહેંકતું ઉપવન.

બેહ્કી રહ્યું છે મન મર્કટ, ઊઠી રહ્યો છે એક
આર્તનાદ, ઊછળી રહ્યું છે હૈયું એક ઝંખનાથી.

હવે તો બસ આવ જ પ્રિયા, તરસ્યાં હૈયાંની પ્યાસ
છીપાવ, અધૂરાં હ્રદિયાંને ભરી પ્રેમથી તરબોળ.

કુદરત પણ ગોઠવી રહી છે સર્વે સંજોગો, એક
ટહુકો તો કર, થશે જ અવર્ણનીય મિલન જલ્દી.

Sunday, August 20, 2006

ભોમિયાનો ભેરૂ - બંસીભાઇ પટેલ

ભોમિયાનો ભેરૂ - બંસીભાઇ પટેલ

વટાવી કાંટાળો પથ, ચાલ્યા સુંવાળા રાહ પર;
બનીને સાચા રાહબર, નિભાવો કોલ જીવનભર.

ઊઠી હશે કંઇક આંધી જીવનમાં, ઝીલ્યા હશે દંડ પણ અનેક;
બનીને કર્મઠ અદ્વિતિય, ઉજાળ્યા પંથ ભેરુંના તમે અનેક.

નાંખી નિઃશાસા, મારી ઉધામા, થવા ઉભા મથે અગણિત;
નથી મળતા ખરા પથદર્શક, તમારા જેવા લાખેણા મનમીત.

જાવું છે પૂર્વમાં અદીઠી ભોમકા પર, સૂરજની સાખે;
ભલે જાય સૂરજ પશ્ચિમમાં, અમારી નેમ એક ભાસે.

ધરીને ધૈર્ય અમે તો, ઉભા અડગ હિમાળાશા;
નથી હઠવાના એકે તસુ, ભલે વાયે વાયરા અમંગળશા.

હારી, થાકીને પણ વદીશું એમ, ભેરૂ સાચા અમ સંગાથે;
નથી પડી લગીરે કોઇની, તમારા સંગાથે મળે વિસામો.

તમે જ ગુરુ, સાચા ભોમિયા, કરુ હું વંદન વારંવાર;
સ્વીકારી લેજો મારા પ્રણામ, દેજો આશિષ અનેકવાર.
-------------------------------------------
વોહી રફ્તાર, વોહી બેઢંગી ચાલમે મસ્ત હોકર,
ચલે જાતે હો જનાબ, કભી કરો ગુસ્તાખી હમે દેખનેકી.

શાયરી - 1 - બંસીભાઇ પટેલ

શાયરી - 1 - બંસીભાઇ પટેલ

- કરાવનારા “બંધ” બજારો ભુલી ગયા શું એ વાત?
આમતો તેમના પણ હાથ ક્યાં નથી રંગાયેલા ગરીબોના ખૂનથી.

- આજનો સૂરજ ગઇ કાલથી નથી બદસૂરત પણ,
વખાણે છે વીતેલી કાલને બધા, આજના અનુસંધાનમાં.

- સંદર્ભ સારાનો આપવા નથી અમારી હિંમત રહી,
ખરાબે એવાં કે વિચારવાની આઝાદી નથી રહી.

- ગામડાના અનપઢ મનુષ્યનું સ્મિત,
શહેરના શિક્ષિત મનુષ્યના હાસ્યથી,
કંઇ કેટલાય જોજન દૂર, કુદરતી હતું.

- બનાવટનો સહેરો બાંધી, ચાલ્યા કન્યાને પરણવા,
કે પછી ખેલ કર્યો છે અંધારામાં બાચકા ભરવા થકી.

- સુદૂર અતિતના ખૂણેથી ઉઠેલી એક આહ,
કંઇ કેટલાયના જાન લેશે, કોને શી ખબર છે?

- ગોધૂલીથી પાવન બનેલી ભોમકા,
એ વાતની ખાય છે ચાડી;
સવારના ભુલેલા માનવીને
પાછા વળવા મંઝીલ ભણી,
સમી સાંજની શું ખબર નથી?

- વિશ્વના રહસ્યોને પામવા, વિજ્ઞાન હજી બાળક છે;
ખુલ્લા બ્રહ્માંડમાં ભમવા, હજી પાશેરામાં પૂણી પહેલી છે.

- ફૂલો ઉપર બેઠેલા પતંગિયાં, કરતાં હતાં વાર્તા-ગોષ્ઠી;
હણાઇ ગયા કંઇ, એમ જ પ્રેમ ગીત ગાતાં ગાતાં ધીમેથી.

- વડની વડવાઇઓ જાણે દાઢી અમારા પૂર્વજની,
ધીરજનો અવતાર, શીખશે શું અમારી છાંયથી.

આહ - બંસીભાઇ પટેલ

આહ - બંસીભાઇ પટેલ

ગરીબોના અંતરમાંથી ઉઠી એક આહ,
પહોંચી અમીરોના મહેલોમાં આજ.

ચૂસેલા ખૂનના બિંદુઓ બન્યા છે મહાસાગરમાં નીર;
થાશે નાશ અમીરોનો, નથી બચવાનો આધાર.

હવે તો બચ્યાં છે હાડકાં, શાને પીંખો છો હાડપિંજર;
કરી સિંચન પસીનાનું બન્યું છે ઝર્ઝરિત મંજર.

તૂટેલા ભગ્નાવશેષ હ્રદયના તાર બન્યા છે ભસ્માસુર;
રચાશે નવી સૃષ્ટિ સંતુલનની બની એક-સૂર.

લહેરિયું - ચિરાગ પટેલ

લહેરિયું - ચિરાગ પટેલ Jan 21, 2000

મન ભરીને ઝૂમી ઉઠ્યું છે અખિલ વિશ્વ આ;
ઉજવે છે પ્રસંગ મિલનનો એવો અનેરો ઉત્સવ.

સમગ્ર પૃથ્વી તણો દેહ ધારણ કર્યો છે શક્તિએ;
લીલુડી ધરણી સજી ઊઠી છે, ભરી વનરાજી છે.

ઉત્તુંગ શિખરો પયોધર-સા ઉત્કંઠિત થયા બધાં;
ખળખળ વહેતી ધારાઓ, છે હર્ષાશ્રુ અસ્ખલિત.

નાની વાદલડીઓ ઊડી રહી છે સમીર સાથે;
જાણે લહેરાય છે લહેરિયું, પ્રેમ રંગની સામીપ્યે.

અંતરમાં ધગધગી રહ્યો છે અનોખો અગન;
ધબકાવી રહ્યો છે, આ જીવન એને આભારી.

સોળે શણગાર સજી, વધાવે સૃષ્ટિ ફૂલેકાંને;
થયું છે શિવનું શક્તિથી મિલન, પ્રેમાદ્ર.

રચાય છે બ્રહ્માંડીય લય, ધબકે છે નવજીવન;
સૃષ્ટિનું અંતિમ સત્ય, જન્માવે ઇશ્વરીય ઊર્જા.

Deal of Heats – Chirag Patel

Deal of Heats – Chirag Patel Mar 07, 1999

Trust, what I want from you my friend;
Faith, what I can offer you my friend.

Warmth, what I want from you my friend;
Care, what I can offer you my friend.

Acceptance, what I want from you my friend;
Tolerance, what I can offer you my friend.

Giving, what I want from you my friend;
Happiness, what I can offer you my friend.

Respect, what I want from you my friend;
Esteem, what I can offer you my friend.

Joy, what I want from you my friend;
Love, what I can offer you my friend.

Love, what I want from you my friend;
Life, what I can offer you my friend.

Color of Life – Chirag Patel

Color of Life – Chirag Patel Mar 21, 1999

Color of love – red, I found on your lips.
Color of shy – pink, I found on your face.
Color of giving – saffron, I found on your forehead.
Color of prosperity – green, I found in your hands.
Color of progress – blue, I found in your feet.
Color of peace – white, I found in your heart.
Color of growth – brown, I found on your skin.
Color of universe – black, I found on your hair.
Color of life – humanity, I found in you.

શાયરી - 3 = ચિરાગ પટેલ

- કમળવત જીવન,
પ્રગટી સુવાસ,
માધુર્ય.

- અંધારાની આશ,
થયું પરોઢિયું,
નવું પ્રભાત.

- સરવર લાગણીની,
ઝરમર, ઝગમગતી.

- હું આવો કેમ છું? મને ના પૂછો. મને દોરે છે મારું દિલ.
પૂછવું હોય તો એને પૂછો, જેણે કબ્જો કર્યો આ દિલોદિમાગ પર.

- વૃંદાવનમાં સૂના તાર રણઝણ્યાં આ વસંતમાં,
દિલની પાનખરમાં ફૂટ્યાં પુષ્પાંકુર આ વસંતમાં.

- ચાહ છે મને તારા ઓષ્ઠનું પરાગ બનવાની, નથી ચૂમવું,
પરાગ ચૂમવાનો આનંદ ક્ષણજીવી છે, પરાગ અનંત છે.

- અનેરી એવી આ દેહલતા, આપે છે એક દૈહિક નશો,
સાન્નિધ્ય એનું લઇ જાય છે, આપે છે, શાશ્વત આત્મિક નશો.

- વધુ શું જણાવે આ દિલ, છે એ તો બેહાલ-હાલ,
વધુ શું લખે આ કલમ, છે દુનિયામાં અનેક તાલ.

- નજીકથી માણી છે એ ભીની સુગંધને, ભારે નજાકતથી,
વાકેફ છે હ્રુદિયાની હર એક પાંખડી, એવી હર હકિકતથી.

- પ્રેમમાં જોયા અનેક રંગ, પ્રેમના જોયા અનેક રંગ;
માણ્યાં છે અનેક સંગ, કદીય ના ભૂલું તારો સંગ.

- આટલો પ્રેમ ના બતાવશો, આ પાત્ર કાચું છે;
આટલી દિવાનગી ના બતાવશો, આ પાત્ર આછું છે.

- સામર્થ્યવાન એવો સૂરજ પણ કરમાયો મધ્યાહ્ને;
આપણે કોણ? એવું શું અભિમાન આ મર્ત્યને.
( સૂર્યગ્રહણ સંદર્ભે )

Saturday, August 12, 2006

પ્રેમ પદારથ - બંસીભાઇ પટેલ

પ્રેમ પદારથ - બંસીભાઇ પટેલ

પ્રેમ શબ્દ એટલો તો ચલણી બની ગયો છે કે એની કિંમત ચવાણું ખાઇને ફેંકી દીધેલા ચીકણા પસ્તીના કાગળ જેટલી પણ નથી રહી. અર્થશાસ્ત્રની ભાષામાં જેનો ઉપયોગ વધે તેની કિંમત પણ વધતી જાય. પણ પ્રેમ જેવા ભાવનાના જળમાં નહાઇને આવતા શબ્દ માટે એથી સાવ ઉલટું છે. હાલતાં-ચાલતાં ને સહેજ આંખ મળતાં પ્રેમ થઇ જાય ને તરત જ યુવાન ફિલ્મી જબાનમાં એકરાર કરી દે “આઇ લવ યુ”. આવું થાય ત્યારે ખુદ પ્રેમનો અઢી અક્ષરી શબ્દ પણ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડતો હશે. ભાવનાનો પાકો રંગ જામતાં ખૂબ વાર લાગે છે. સમય એને ઊંડાણ આપે છે. પ્રેમ તાત્કાલીક જવાબ આપતો નથી. દૂરના ભવિષ્યમાં તેની અસર પડે છે, તે ખૂબ ગાઢ અને ઊંડી હોય છે. ફિલમીયો પ્રેમ માત્ર સંવાદનો એક નાનકડો ટૂકડો જ છે. તારીખીયા તો ફાટતા પતાકડાની જેમ તેનું આયુષ્ય કલાકો કે મિનીટોમાં ગણાય છે. ફલાણી યુવતી સાથે મારે પ્રેમ થઇ ગયો છે, એવી જાહેરાત જ્યારે યુવાન કરે ત્યારે એ કાંઇ ભયંકર છેતરપિંડી કરી રહ્યો છે. એવી બૂમ સાંભળનારને આવ્યા વગર રહેતી નથી. અને એકાદ એવી મનચલી યુવતી એનો સ્વીકાર કરે તો પણ વચ્ચેનું પ્રેમ-સંધાન કશાક કાવતરાની દહેશત સાથે જુએ છે.

આવો પ્રેમ એક આકસ્મિક ગોઠવણ હોય છે. અમરતાનું વરદાન પામેલું ચિરંજીવ અમૃત નહિ. ગીતોની કડીના ગુંજનમાં છીછરા પાત્રોની શબ્દજાળમાં , દેહસ્પર્શના સુંવાળા ગલગલિયામાં કે રસ્તે ચાલતાં વાગતી સીટીઓમાં થોડી વાર માટે ખોવાઇ જઇને જીંદગીનું છીછરાપણું છતું કરે છે.

“નહિ પરણું, નહિ પરણું, નહિ પરણું. પપ્પા કહેશે એને કદી નહિ પરણું. મારા પ્રેમ પર તને વિશ્વાસ નથી? આપઘાત કરીશ, ઝેર ઘોળીશ, કૂવો-હવાડો પૂરીશ. પણ તારા સિવાય બીજા કોઇ સાથે લગ્ન નહિ કરું.” એક યુવતિ પોતાના યુવાન પ્રેમી સમક્ષ ઘુઘવાટા મારતા શબ્દોમાં ખાતરી આપે છે ને ફરી થી કહે છે, “ચાલ નાસ્તો કરાવી દે. કેંટીનના એકાદ છાનાં ખૂણામાં કે થિયેટરનાં અંધારામાં પ્રેમનો નકાબી ચહેરો મીઠું-મીઠું મલકે છે ને મૂંછમાં હસે છે. નાસ્તાના બિલમાં કે સિનેમાની ટીકીટોમાં પ્રેમ મરકલડાં લે છે , ને પછી ટિકીટ ફાટી જાય છે, બિલ કચરાની ટોપલીમાં ફેંકાઇ જાય છે. પ્રેમ પણ ફાટીને ટૂકડે-ટૂકડાં થઇ જાય છે.

જો કોઇ યુવક યુવતિને પ્રશંશાભરી આંખોથી જોઇ લે તો બીજા જ દિવસથી પેલી યુવતિના બદલાવા લાગી જાય છે. તેનામાં ગજબનું પરિવર્તન આવી જાય છે. પોશાક અને પ્રસાધનોમાં નવીનતાની તેને આવશ્યક્તા લાગે છે. તેના અવાજમાં પણ પરિવર્તન આવે છે. તેના બોલવામાં ને ચાલવામાં ને યુવકો તરફ નજર નાંખવામાં પણ નવી ગરિમા ઉત્પન્ન થાય છે. આવું યુવકની બાબતમાં પણ બને છે. રૂપાળી યુવતિની અહોભાવભરી નજર તેને બદલી નાંખે છે. તેનામાં એકાએક કવિતા ગુંજી ઉઠે છે. રૂપસૌંદર્યની સહજ તૃષ્ણા તેને અરીસા સુધી ખેંચી જાય છે.

આયના સામે ઉભીને વારંવાર કાંસકા વડે સ્ટાઇલ બદલતા, ધીમું ધીમું ગીત ગુંજતા એક યુવાનને અચાનક આવી ચઢેલો તેનો મિત્ર પૂછે છે, “કેમ આજે આટલો બધો થનગનાટ આવી ગયો છે? કોઇને વાયદો તો નથી આપ્યો ને?” પ્રેમ વાયદાના બજારમાં જીવે ત્યારે તેને તેજી-મંદીનો આંચકો લાગ્યા વગર પણ ન રહે! વેપારીના ચોપડાની જેમ એક ખાતું ખતવાઇ જાય, એટલે ચોપડો અભરાઇએ ચઢાવી દેવાનો. પણ ઇંકમટેક્ષ અધિકારીનો દરોડો પડે એટલે આ બે નંબરનો ચોપડો ફાડી નાંખવાનો, સંતાડી દેવાનો કે સળગતા આગબંબામાં એને બાળી મુકવાનો! આવો પ્રેમ સંતાઇ, સંતાઇને ફરે છે. ને વડીલોની નજર પડતાં છુપાઇ, છુપાઇને ફફડે છે.

સસ્તો અને ચલણી પ્રેમ ચાંદીની આખડીઓ ઉપર ચઢીને ચાલે છે. રૂપિયાની પોટલી માથે મુકીને મોંઘીદાટ હોટલોમાં છરી કાંટા વડે ઉતારાય છે. પણ બહાર નીકળતાં ખાલી ખિસ્સામાં પડેલા કાણામાં થઇને ફર્શ ઉપર ઢોળાઇ જાય છે. ચલણી સિક્કો ઉછળે તેમ ઉછળે છે, ને પછી સિક્કો ખોટો છે, તેની ખાતરી થતાં પોક મુકીને રડે છે. આવો પ્રેમ સોહાગરાતની સફેદ ચાદર ઉપર ડાઘા પાડે છે. ને ફૂલ ઢાંક્યા ચંદન ઢોળિયાના ઓશિકા ઉપર આંસું સારે છે!

ઉછળતી યુવતિને ત્વચાની સુંદરતા લોલુપ લાલસાનો જ્વાળામુખી જગાવી આગની પથારીમાં , આળોટવા મજબૂર બનાવે છે. સ્પર્શ માટે વલખાં મારતી ખાઉધરી ભૂખ એની આંખો ઉપર અંધારાના ડાબલાં પહેરાવી દે છે. માત્ર થોડોક પરિચય, નાનકડાં સ્મિત, બોલકણી નગરીમાં ખેંચી જાય છે. ને તે ખૂબ સહેલાઇ થી પશુતાનો પાડોશી બની જાય છે. જે માણસ પશુતાથી જેટલો દૂર છે, તે કામના સૂક્ષ્મ સુખોનો એટલો વધારે આનંદ માણે છે.

એક યુવાન જુવાનીને જાળવીને બેઠેલી એક પ્રૌઢ મહિલાના પ્રેમમાં પડ્યો. ખરેખરતો એ પ્રેમમાં પડ્યો નહોતો; તેની કામુક આંખો, પેલી મહિલાએ ફેંકેલી જાળમાં નિર્દોષ સસલાની જેમ ફસાઇ ગઇ હતી. અખબારોને મસાલો મળી ગયો, ગરમાગરમ મસાલો. પત્રકારો સાથેની મુલાકાતમાં બન્ને એ જાહેર કર્યું હતું , “અમારો પ્રેમ ઉંમરની દિવાલોને ઓળંગી ગયો છે. અમે પ્રેમમાં પડ્યાં છીએ, કારણકે અમારા દિલમાં પ્રેમ જાગ્યો છે. અમારા પ્રેમે, જન્મતારીખની લાંબી ખીણને પુરી દીધી છે, ને પ્રેમનો પાતાળકૂવો ખોદ્યો છે. ઉંમરને ઓગાળી નાંખીને અમે અમર પ્રેમનું વરદાન પામ્યા છીએ!” એમની જાહેરાત વાસ્તવમાં તો શબ્દછળ હતું. કારણકે બીજે જ વરસે પેલી મહિલાએ તેના ડ્રાઇવરની બરછટ છાતીમાં પ્રેમનો પતાળકૂવો ખોદી નાંખ્યો હતો, ને પેલો યુવાન એની ઉંમરના પ્રમાણપત્રને છાતીએ વળગાડીને વાસનાભુખી વીંછણના વાગેલા ડંખની વેદનાને કારણે ચીસાચીસ કરતો હતો.

જીવનમાં સૂક્ષ્મ આનંદ અને નિરૂદ્દેશ્ય સુખનાં જેટલા ઝરણાં છે, તે ક્યાંકને ક્યાંક કામના પર્વતમાંથી ફૂટી નીકળે છે. ક્યાંક રૂપિયાની સીડી ઉપર ચઢીને માનવીની આ ભૂખ પ્રેમનું ચામડું ઓઢીને પડેલી નાગણને અડકી જાય છે. ને રગરગમાં કાતિલ ઝેરનું પ્રવાહી ભરીને “હું આનંદમાં છું” એવા ચલણી શબ્દોને જાહેરાતના બીબામાં રમતાં મુકે છે. ખરેખરતો તે આત્મવંચનામાં જીવે છે. ને ધોખાબાજીના જગતમાં શ્વાસ લે છે. વાસનાની લહેર કે રૂધિરના ઉત્તાક્ષ સિવાય ત્યાં કશું જ નથી! યાદ રાખો કે જીવનની મોંઘી ક્ષણો જુગારમાં ખોઇ નાંખવા માટે હરગીઝ મળી નથી. એ પણ બરાબર સમજી લો કે હ્રદયના ઉંડાણમાંથી પ્રગટતો પ્રેમ શબ્દ અર્થ, કામ કે ઇન્દ્રિયસુખોની લોલુપતાના હુંફાળા ધાબળા નીચે લપકીને ચંચળતાના રાગ કદી આલાપતો નથી. પ્રેમમાં ડૂબકી લગાવતા પહેલાં જરા એ સવાલનો જવાબ તો આપતા જાવ કે તમારે મન પ્રેમ ટાઢ ઉડાવવાની સગડી છે કે એકમેકમાં જાતને ખોઇ નાખવાની કુરબાનીની કવિતા?

ઢાઇ અક્ષર પ્રેમકા...

ઘર - ચિરાગ પટેલ

ઘર - ચિરાગ પટેલ Aug 29, 1999

અજાણ્યાં બે જણ, આવી મળ્યાં પીછાણવા એકમેવને;
સમંદર ઉભરાયો લાગણીનો, ઘોડાપૂર આવ્યાં ઉમંગનાં.

રચાઇ સૃષ્ટિ એક નવ-પ્રભાતસી, તાણી લઇ ગઇ બંનેને;
બંધાઇ રહી છે વાડ રક્ષણની, એકબીજાના વિશ્વાસની.

પાંગરી રહ્યો છે ઉપવન રચનાત્મક, લતાવૃક્ષોથી ભરપૂર;
એ તો છે એકબીજા પ્રત્યેનો પ્રેમ, સ્ફૂરે છે અંતરમાંથી.

બેઠકરૂમમાં ફૂટે છે હાસ્યનાં ઝરણાં, ખુશીના ફૂવારાં;
છે એ જે એમનો એકબીજાના અસ્તિત્વનો એકરાર.

આવે છે હૂંફની સોડમ પેલા રસોઇઘરમાંથી;
ખંત, ચીવટ અને પરિશ્રમથી જ તો થયો એ આવિર્ભાવ.

વજ્રાસન પણ લાગે છે સુખાસન આ શયનકક્ષમાં;
એ તો સાક્ષી છે એમના એક થયેલ આતમનો.

ખીલી રહી છે પેલી પુષ્પની કળી, કેવું દૈવત્વ;
નિચોડ છે આ ઘરનો અને આ જીવનીનો એ જ તો કૈવલ્ય.

વસંત - ચિરાગ પટેલ

વસંત - ચિરાગ પટેલ Mar 02, 1999

વાસંતી વાયરો વાયો ‘ને હૈયું હિલોળે ચઢ્યું;
લાગ્યું હાથ આજે એક અણમોલ રતન સુવર્ણમઢ્યું.

રક્તરંજિત હૈયું કેવું ભીંજાયું આજે પ્રેમ-રંગમાં;
ધબકતું, અનુભવતું ઉલ્લાસ એવું આજે ઉમંગમાં.

મહેંકે છે કેસૂડો ‘ને ફૂટે છે મોરલા આંબાં પર;
મલકે છે આ ધરા, ચહેકે છે પંખીડાં ડાળીઓ પર.

કેવી આ અનુભૂતિ ‘ને કેવી આ સૃષ્ટિ નવી જ જાણે;
પ્રિયાની યાદ છે ‘ને પ્રિયા આ રહી પાસે જ જાણે.

હૈયાંનો રણકાર ગાજે છે, હૈયું પોકારે છે આજે;
આવી રે આવી રૂડી વસંત, એવી પ્રેમની ઋતુ આજે.

ચાલ સખી, ચાલ મારી સાથે, રખડીએ આભમાં;
પામીએ સુખને, માણીએ પરમાત્માને સાથમાં.

ખળખળ વહે છે નીર ઝરણામાં, એવું જ છે આ હૈયામાં;
મનનો રાગ થંભી ગયો જાણે, પ્રેમ વહે હૈયામાં.

શું જીતવી આ માયાને, જકડી રાખે ભવ-બંધનમાં જાણે;
પામીએ અંતિમ સત્યને, ચાલને છોડીને બધું કોરાણે.

વહેલી સવારે - ચિરાગ પટેલ

વહેલી સવારે - ચિરાગ પટેલ Feb 11, 1999

દેખાયું એક સૂરજબાળ, ઓગળ્યું સઘળું તિમિર;
આતમનો દીવો ઝળહળ્યો, બોલી ઉઠ્યું ઝમીર.

વાદલડીઓ જાણે ન્હાઇ રહી, ઉદીપ્ત થઇ હરખી;
છે એ મારી પ્રિયા, એ તેના લાલ ગાલની સુરખી.

ઠંડીનો છે તીખો ચમકારો, લાગે મને તે ગુલાબી;
ઉર્જા મળે, જો સ્પર્શે પ્રિયાના ઓષ્ઠની ગુલાબી.

ચળકી રહ્યું ઝાકળબિંદુ, લાગે જાણે સોનેરી મોતી;
રણકે છે પેલી તૂટી રહેલી પ્રિયાના ગરદનની સેર મોટી.

ઝબૂક- ઝબૂક થતો પેલો તારલો, હજી છે એ પ્રકાશતો;
દેખાયો મને પ્રિયાની આંખમાં, પ્રેમ એવો ચમકતો.

મંદ-મંદ વેરાતો સમીર, ઠંડકમાં ઉષ્મા વધારતો;
ઉન્માદી બનાવતો એવો, પ્રિયાની યાદ ઓર વધારતો.

સવાર પડી, રસ્તો તેજથી ચોમેર રહ્યો છે રેલાઇ;
આટલા બધામાં હું અટૂલો, છે પ્રિયામિલનની અધિરાઇ.

Saturday, August 05, 2006

પહેલો દુશ્મન પડોશી - બંસીભાઇ પટેલ

પહેલો દુશ્મન પડોશી - બંસીભાઇ પટેલ Aug 27, 1986

સામાન્ય રીતે બાળકોના નાના-નાના ઝઘડાઓમાંથી પ્રથમ આડોશ-પાડોશમાં રહ્તી સ્ત્રીઓ લડતી હોય છે. અને પછી પોતપોતાના પતિદેવોને ઉશ્કેરણી કરી કેટલીક સ્ત્રીઓ પુરુષોની અનિચ્છા હોવા છતાં વેરનાં વાવતર કરાવી દે છે. આપણે જેમની વાત કરવી છે તે ભગવાન ઇશુખ્રિસ્તના અવતાર જેવા સુમનભાઇ આમતો પોસ્ટ ઓફિસમાં મુખ્ય સોર્ટરની જગ્યા ઉપર નોકરી કરે છે. પણ શાંત અને શરમાળ એવા કે ભાગ્યે જ કોઇની સાથે ઉંચા અવાજે વાત કરે.
પણ બન્યું એવું કે, બાજુવાળા ભાઇનો વચેટ વિહારી ભમરડાંની રમતમાં સુમનભાઇના શ્રીકાંત સાથે ઝગડી પડ્યો. અને બન્ને બથમબથ્થી આવી ગયા. આ દ્રષ્ય જોઇ સુમનભાઇનાં ઘરવાળાંથી રહેવાયુ નહિ. એટલે બન્ને સ્ત્રીઓ ઝગડવા લાગી. ઝગડાની શરુઆત સવારના નવ વાગ્યાથી ચાલી તે બપોરે અઢી વાગ્યા. પણ એકેય પક્ષ નમતું જોખે નહિ. ફળિયાના બીજા માણસો વિચારવા લાગ્યા કે બન્ને જણ સગી બહેન જેવી હોવા છતાં આજે ના કહેવાનું એકબીજાને કહેવા લાગી છે.
સાંજે સુમનભાઇ ઘરે આવ્યા. એટલે સુમતિબેને તેમની રેકર્ડ શરુ કરી. સુમનભાઇ ને લડવા માટે તૈયાર કરી દીધા, અને બાજુવાળા શંકરભાઇ સાથે પેટભરીને લડી લીધું. આ પછી બન્ને ઘર વચ્ચે અબોલા થયા. અને કોઇ વખત કચરો વાળવામાંથી તો કોઇવાર પાણીના નળમાંથી અવારનવાર ઝઘડો થવા લાગ્યો.

થોડા સમય પછી શંકરભાઇના મેડા ઉપર ભગતસિંહ નામના દરબાર રહેવા આવ્યા. શરૂઆતમાં નીચેથી ઉપર અને ઉપરથી નીચે પ્રેમના પ્રતિક સમી વાડકીઓનો વહેવાર જામ્યો. ટૂંક સમયમાં ઉપરનીચેવાળાં એકબીજાથી ખૂબ નજીક આવી ગયાં. હવે સુમનભાઇના ઘરની ખોદણી ખોદવાનું શરૂ થયું. અને એકબીજાની બળાપાવાળી હરિફાઇ શરૂ થઇ. સુમનભાઇ જ્યુસમિક્ષર લાવે, એટલે શંકરભાઇનાં ઘરે પણ મીક્ષર માટે માંગણી થાય. અને શંકરભાઇ ગમેતેમ કરીને પત્નિનું મન રાખવા દેખાદેખીથી (ઠંડાયુધ્ધને કારણે) નવું મીક્ષર લઇ આવે, અને તેનો ચેપ ભગતસિંહ દરબારના ઘરે પણ ચાલુ થાય. આમ, છ-એક મહિનામાં ઠંડુ યુધ્ધ એવું ફાલ્યું કે લોકો રશિયા-અમેરિકા ને પણ ભુલી ગયા. આ બધાની વચ્ચે ખૂબીની વાતતો એ બની કે ત્રણેય ઘરનાં બાળકો જાણે કંઇ જ બન્યું નથી તેમ પૂર્વવત પોતાની રમતો રમવામાં મશગુલ બની જતાં.
આ બધાની વચ્ચે ભગતસિંહ ત્રિપાંખીયા જંગમાં કરોળીયાના જાળને જેમ એવા ફસાયાં કે ન છુટકે એકવાર શંકરભાઇના ઘરવાળાંને કહી દેવું પડ્યું કે, જગદંબા- કાલીકા અમને માફ કરો અને અમને મહેરબાને કરીને છોડો. બસ, આટલી વાતમાં શંકરભાઇનાં ઘરવાળાંને એટલું તો માઠું લાગ્યું કે ભગતસિંહ જ્યારે-જ્યારે ઘરની બહાર જાય કે ઘરે પરત આવે ત્યારે-ત્યારે શ્રીમતિ શંકરભાઇ (બેન) કૂતરાં કે છોકરી પર છણકો કરી તણખાં કાઢે. અને આ જોઇ સુમતિબેન મનમાંને મનમાં મરક-મરક હસતાં કે, જો થઇ છે! મારા બેટાં, ખૂબ વહાલ કરતાં હતાં એકબીજાને!

આખરે સુમનભાઇની બદલી થઇ અને સામાન લઇને જવાની વિરહની પળ આવી પહોંચી. એટલે ફળિયાના બધાને મળવા જવાનો જૂનો રિવાજ મુજબ, સુમતિબેન તૈયાર થઇ સુમનભાઇ અને બન્ને છોકરાઓ મળવા જવા નિકળ્યાં. તેમના મનમાં એમ કે શંકરભાઇને ત્યાંથી કોઇ આવજો એટલું બોલે તો જુની દુશ્મની ભુલી જવી. પણ કોઇ ટસમાંથી મસ થયું નહી, એટલે અબોલા ચાલુ રહ્યા. પણ નાનો મુન્નો શંકરભાઇના ટાલિયાને ખૂબ પ્રેમથી આવજો કરી ભાવભીની વિદાય માંગવા લાગ્યો. અને આ તક જતી નથી કરવી એમ વિચારી સુમનભાઇ તથા સુમતિબેન અનિચ્છાએ પણ બાજુવાળાંના ઘરે મળવા ગયા. અને વરસ આખાનો દબાવી રાખેલો ઉભરો ઠાલવતાં બોલ્યા કે, “ભાઇ, આપણે અહીં શું વહેંચવાનું હતું? આ તો તમે ના બોલો એટલે અમે પણ મૂંગા રહીએ. બાકી, પડોશમાં રહીએ એટલે એકબીજાના પગ તો અથડાય. પણ હશે. ગઇ ગુજરી વાત ભૂલી જાવ.” એમ કહી, આંખો ભીની કરી, વિદાય લીધી.

સામાન સાથેની ટ્રકમાં ગોઠવાયેલાં બે ટાબરિયાં , અને સુમતિબેન બેઠાં, સુમનભાઇ પણ સાથે જ હતાં. અને ટ્રક પુરપાટ ચાલવા લાગી. અને સુમતિબેને વળી પાછું સુમનભાઇને પૂછ્યું કે, “જ્યાં આપણે જઇએ છીએ તે નવાનગરનાં મકાનની બાજુમાં કોણ રહે છે? માણસો તો સારા છે કે ખરાબ?” એટલે સુમનભાઇએ શીખામણનાં ગંભીર સ્વરોમાં ઉપદેશાત્મક ઢબે કહ્યું કે, “ આપ ભલા તો જગ ભલા. લવ ધાય નેઇબર એઝ યુ લવ યોરસેલ્ફ્.” અને સુમતિબેને મનમાં આ શબ્દોની ગાંઠ વાળી, એટલામાં ટ્રક અટકી ગઇ.

બોલો, દુનિયા આખીમાં કેટલાં પાડોશી પહેલા દુશ્મન હશે? અને કયા પહેલા સગાંનાં દુશ્મનવાળી કતારમાં તમારો નંબર નથી તેની ખાત્રી કરી લેજો.

મોંઘવારી - બંસીભાઇ પટેલ

મોંઘવારી - બંસીભાઇ પટેલ 3/11

બંધના એલાનમાં થાય છે બજાર બધાં બંધ ટપોટપ,
પેટીયુ રળીને ખાનારા થાય છે બેહાલ, નથી કોઇની આશ.

મોંઘવારીનો દાનવ ઉભો છે મ્હોં ફાડીને નથી કોને ખબર!
જનતા બિચારી શું કરે, થઇ પાયમાલ રહે છે બેખબર.

વધતા જતા ભાવોના વમળમાં, પીંખાઇ જશે પુરો દેશ,
નહિ રહે અસ્તિત્વ જનતાનું, શાશન થશે ભગ્નાવશેષ.

પુરાઇ રહેલો દૈત્ય, શેતાન જનતા તણા માનસનો,
મચી જશે હાહાકાર, અશાંતિના ઓળા ઉતરશે ચોદિશ.

ભાગી-ભાગીને જશે ક્યાં, મોંઘવારી પાતાળમાંય નથી છોડવાની,
થશે નહિ ખલાસ માનવી, ચિત્કારનો ઉદઘોષ સકળ સંસારમાં.

કરવી ફરિયાદ કોને, કોની, કોણ સાંભળનારું કથની,
હરેકના દિલમાં જલી રહ્યો છે દાવાનળ, શાંતિ પણ અશાંત છે.

ભુલેચુકે ભગવાન મારા, જોઇશ જો હાલ મારા દેશબાંધવોના,
વાળીશ મીંડું માનવીના નામનું, આક્રોશસભર વદન ભરેલા.

થશે હાશ મોંઘવારીની, આવશે સોંઘવારી વિનાશ પછી,
ન રહેશે માણનારા, સ્મશાનવત શાંતિના ઉપવન મહીં.

Little Adorable – Chirag Patel

Little Adorable – Chirag Patel Oct 30, 1998

Little heart swinging to get adorable,
Little mind oscillating to get adorn able.

Little hands waving to get likeable,
Little legs roaming to get loveable.

Little eyes gazing to get love,
Little ears listening to get love.

Little nose smelling to get love,
Little mouth murmuring to get love.

Little baby crying to get agreeable,
Little home living to get enjoyable.

Little society meeting to get affable,
Little world walking to get sociable.

Little moment – every moments, this,
Little soul jumping to get all little these.

મહેંક - ચિરાગ પટેલ

મહેંક - ચિરાગ પટેલ Jul 18, 1999

સળગાવી આગ એક દિલમાં, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવું ગુલ, મીઠી-ભીની પ્રસરાવે મહેંક.

આતમમાંથી પ્રગટે એક ક્યારો, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવો છોડ, સ્પર્શી જતી પ્રસરાવે મહેંક.

થઇ એક ભીની લાગણી, પ્રસરી રહી એ મહેંક;
ક્યાં છે એવી વર્ષા, રણઝણતી પ્રસરાવે મહેંક.

ભૂલાવી દે આ દુનિયા, પ્રસરાવી રહી એ મહેંક;
ક્યાં છે એ ચહેરો, હલબલાવતો પ્રસરાવે મહેંક.

ઇચ્છા થઇ છે મિલનની, પ્રસરી રહી એ મહેંક;
રાહ જોઉં પ્રિયાની, તલસાટની પ્રસરાવે મહેંક.

“Parul” Blooms in Myriad Hues – Chirag Patel

“Parul” Blooms in Myriad Hues – Chirag Patel Feb 23, 2000

Awakening long lasting shaded with grief;
Persecution in endurance and joy in brief.

Every tear, every swear that wears nature;
Recalling awareness in life nomenclature.

Dreams were evanescent, yet unlimited;
Flutters of wings, got ever delimited.

Heart beats, every beat felt like hammer;
All the wish, confined, becoming dimmer.

Ray of light of hope, radiated from unknown;
Beaming over our faces, truth well-known.

Destined human, cutting edges thru’ hard-work;
Melting with diligence, destructing life-fork.

Rippling brooks of joyful tears, like golden dews;
At last saw, “Parul” bloomed in myriad hues.
--------------------------------------------------
Dedicated to my wife Parul.
Parul means flower.

આકર્ષણ - ચિરાગ પટેલ

આકર્ષણ - ચિરાગ પટેલ 1998

સંતપ્ત આત્માનો આ આર્તનાદ છે;
એને તલસાટ એક અજાણી શોધનો છે.

પડતો-આખડતો પામવા એને મથે છે;
એક ઘૂંટ અને જન્મારાની સંત્રૂપ્તિ માંગે છે.

એક ચહેરો અને બે ધારાઓ રેલાય છે;
રેશમનાં ઢગલામાં આથમતો સૂરજ છે.

અગમ્ય અને અદમ્ય એવું આ આકર્ષણ છે;
વીજસંચાર થતાં અનુભવાતું ચુંબકીય ખેંચાણ છે.

બે તારલાં મધ-આકાશે ટમટમતાં દેખાય છે;
રે! તારલાં શ્યામલ’ને આકાશ ઉજળું છે.

દશે દિશાઓ આ બાહુઓમાં સમેટાઇ રહી છે;
પાદપ્રહારો વિષ્ણુ સમ વક્ષ પર ઝીલાય છે.

Sunday, July 30, 2006

કર્મયોગી - બંસીભાઇ પટેલ

કર્મયોગી - બંસીભાઇ પટેલ

તીખા તોખાર જેવા રાતા રતુંબડા મુખારવિંદ ઉપર તાજાં તરબતર ખિલેલા ગુલાબના પુષ્પ જેવું હાસ્ય વેરતા ચાલ્યા ક્યાં ઓ સુજન તમે?
ભક્તો કરે ભજન, અમારે જાવું સો જોજન દૂર. નથી વિસામો લેવો લગાર. ધડકતા હૈયામાં નવી પરણેલી નવોઢા જેવી ઉર્મિઓથી કરવું ચણતર પ્રભુશ્રી રામના ધામનું. વાટ લીધી મનમાં એક આશ ભરી. માથે લાલ રુમાલ બાંધી ભીષ્મ પ્રતિજ્ઞા કરી. જાવું અયોધ્યા ધામ પ્રભુશ્રી રામના દરબારમાં. પડી હાકલ ઝીલી ઉરમાં નિઃસંદેહ થકી.
વેરાયેલા ઘઉંના દાણા જેવા હિંદુઓ આજે મઘમઘતાં શિરા જેવો એક જૂથ બની, ચાલ્યા સંસારના દુર્ગમ દુર્ગને ભેદવા. દેવી-દેવતાઓ એ લીધેલાં શસ્ત્રો આજ માંગી લીધાં પહેલી વાર. છે કોઇની તાકાત રોકવા મચ્છુ ડેમના પુરસમાં દિલમાં ઉમટેલાં ઘોડાપૂરને નાથવા?
વાણીવિલાસ કીધો ઘણો. હવે કર્મઠ બનવાની આવી ઘડી. ગીતાજ્ઞાનનો ખરો સાર પામવા શરીર રૂપી રથને મનોરથો વડે શણગારી, દશે ઇન્દ્રીયો રૂપી ઘોડાઓ પલાણ્યા. મનને કરી સારથી, અર્જુન બનીને ઉભો ભારતી. હાથમાં ધનુષ્ય અને બણ ખેંચી, જેમ દિસે રણયોધ્ધો ખડગ સમો.
ચણોઠીના દાણા જેવી ટગર ટગર થતી આંખોએ લીધો નજારો, ચારેકોર ચકોર દ્રષ્ટિ વડે. એક-બે નહિ, અહીંતો હજારો-લાખો અર્જુન ઉભા કતારમાં, જેમ મરજીવા કુદી પડે મહાસાગરમાં. મળશે મોતી કે છીપ, જુએ રાહ અધ્ધરશ્વાસે જનમેદની બધી. બાજ નજરે મારી ઝડપ, સ્વપ્ન થયું સાકાર. હતી વાત આટલી તેમાં કાં વિતાવ્યાં સેંકડો વરસો તમે?
ફૂંકીને રણભંભેરી, છેડ્યું યુધ્ધ અનોખું, ધર્મ અને સંસ્ક્રુતિના રક્ષક બન્યા સાચા કર્મયોગી તમે. બન્યું ધન્ય આ નશ્વર જીવન પ્રભું.
કરૂં નમન શતશત વાર પુનઃપુનઃ નમીને, ધર્મવીરોને. અસ્તુ.

ભારતવર્ષને - બંસીભાઇ પટેલ

ભારતવર્ષને - બંસીભાઇ પટેલ

માંડી છે દૂર - સુદૂર એક મીટ અમી ભરી દ્રષ્ટિ થકી,
ઊગશે સુપ્રભાત, ઉષાના અરમાનો ઉરમાં ભરી જગતમાં.
ભાંખેલું ઘણુંય પડશે ખરું, ભવાટવિના ખેલ ખેલતા અહીં,
મચ્યુ છે યુધ્ધ ધરણી પર, થવા નિતાંત શાંતિ સ્મશાનની.
નથી લડાઇ આ માનવ-માનવ વચ્ચે, અહીં સતના પારખાં થશે,
પરખાઇ જશે, ખરું હતું તે જુઠ્ઠાણું લગીરે ન ચાલશે હવે કદી.
ઉપર આભને નીચે ધરતી, તેનો રખેવાળ કરશે ન્યાય ખરો,
ભલે છોને થઇ જાય ફના જીંદગી, નથી પરવા લગીરે મરણની.
હવે તો આદર્યાં છે તેને નથી છોડવા અધુરા રસ્તે અહીં-તહીં,
મુકીશું હઠ હવે તો કદી નથી જોવા મળવાનું ભવેભવ સંભારણું.
ઉપર બેઠેલો પણ દે છે આશિષ, ભુલકાં મારા ગભરાશો ના સહેજે તમે,
હતુ રામનું ને મળ્યું છે ઠામનું રહેઠાણ ખરું સનાતન કાળજુ.
પુનઃ કદી ફરકશો આ દિશા ભણી, હવે તો રામ સાક્ષાત બેઠા તહીં,
નાની શી મુર્તિમાં બેઠા છે સો કરોડ જન એકી શ્વાસે.

પ્રભાત - બંસીભાઇ પટેલ

પ્રભાત - બંસીભાઇ પટેલ

ફુલગુલાબી ઠંડીની મીઠી મીઠી સુગંધ,
નિરવ શાંતિ અને તાજગી ભરી સવાર.
દોડે છે કોઇ, કરે છે જોગીંગ, ભરી ઊંડા શ્વાસ,
તનમન પ્રફુલ્લિત કરવા કાજે, દોડે નરને નાર.

ઉતાવળમાં છે કોઇ, છે મન મોજીલા નર ઘણા,
વાતો વાગોળે ગઇકાલની, નિંદા વખાણ કરે છે જણા.
વનિતાઓ પણ નથી હોતી બાકાત, સવારના પહોરમાં,
ભુલકાંઓ પણ અનુસરે, મોટેરાના સાથમા.

કુદરતની લીલાનું કરવા દર્શન વહેલી સવારમાં,
સૂરજદેવને છે ઉગવા ઘણી વાર, ઉષાની વિદાય પછી.
પંખીડા પણ ફફડાવે પાંખો, હોય જો ઝાડી અહીં,
ભરભાંખરાનો સમય સારો, આબાલવ્રુધ્ધ સહુના માટે.
----------------------------------------------------
વસંત તારા ભાલમાં સૌન્દર્ય સિંદુરનો સેંથીયો,
ઉર ઉદધિ સમું ભુજ પ્રસારી.

લહેરખી - બંસીભાઇ પટેલ

લહેરખી - બંસીભાઇ પટેલ

શીતળ લહેરની આ લહેરખી, લાવી સંદેશો એક,
પ્રભાતની પહેલી દ્રષ્ટીએ ભીંજવ્યું દિલ સુમસામ હતું છેક.
હ્રદયની વીણા ઝણીઝણી, થયું આંતરદર્શન મને તન ખેદ.
વ્યાપેલી ગમગીની થઇ પરિવર્તીત આનંદમંગલમાં.
થઇ ચહલ પહલ પ્રભાતની, ઉડી ગઇ લહેર, લણી લહેરખી ક્ષણમાંય,
સંસાર, સાંસારી જીવસ્રુષ્ટિ, આવી પડ્યો પુનઃ માયાજાળ માંહી તત્કાલ.

Saturday, July 29, 2006

અમે - ચિરાગ પટેલ

અમે - ચિરાગ પટેલ - 1998

વર્ષાની રમઝટથી ભીંજાતા અમે,
તલસતાં સ્નેહવર્ષા કાજે અમે.
એક એક બુંદથી બચવા મથતાં અમે,
પ્રેમતણાં છાંટણાં ઝીલવા તત્પર અમે.
કાદવ ઉડાડતાં યંત્રોથી ઘભરાતાં અમે,
દુનિયાને પ્યારની બહાદુરી દેખાડતાં અમે.
શરદી, તાવ, ઉધરસથી ફફડતાં અમે,
પ્રેમજ્વર હસતાં-હસતાં સહેતા અમે.
ચોમાસામાં ધૂપ-છાંવને નકારતાં અમે,
જીવનયાત્રાની તડકી-છાંયડી માણતાં અમે.
વીજકડાકા સૂણીને બહેરા બન્યા અમે,
દુનિયાને ડારતાં પડકારો કરતાં અમે.
વર્ષા આવે છે એક જ વાર વર્ષમાં,
અનુભવતાં વર્ષાને હરપળ અમે જીવનમાં.
છીએને અમે?

શોધ - ચિરાગ પટેલ

શોધ - ચિરાગ પટેલ 1997

અકથ્ય ઉર્મિઓ આજે રેલાઇ રહી છે ઘણી,
જેમ અવની પર કલકલતું વહી રહ્યું છે પાણી.
અદ્રષ્ટ સ્રુષ્ટિ દેખાઇ રહી છે સ્વપ્ન સમ,
જેમ વણખેડાયેલ વિશ્વ છે બાદ, આખરી પડાવ યમ.
અદ્રશ્ય પ્રકાશ ઉજાસ આપી રહ્યો છે દીલ મહીં,
જેમ વડવાનલ ઉકળી રહ્યો છે સાગર મહીં.
અચલ દ્રષ્ટિ થી નીરખી આનંદિત થઇ રહ્યો છું જેને,
જેમ પ્રુથ્વી અવિરત પામી રહી છે, જે સુર્ય-તેજે.
અસુર નીકળું-નીકળું થઇ રહ્યો છે નિષ્ઠુર બની,
જેમ દાવાનળ સળગાવી રહ્યો છે , ભસ્માસુર બની.
અમર એવી લાગણી પ્રેમરુપે નીકળી રહી છે જ્યાંથી,
જેમ આવી રહી છે આત્મામાં વિશ્વ - ઉર્જા ત્યાંથી.
અજરા અભડાવી રહી છે આ દેહલાલિત્યને નિરંતર,
જેમ માંગી રહી છે તે-પ્રિયા, મીઠી ભીનાશ નિરંતર.
અમાપ એવી આ સ્રુષ્ટિ જીવની બની રહી છે મારી,
જેમ ઇતિહાસના સુવર્ણપત્રો પર સિધ્ધિ છે તમારી.
અકલ્પ્ય અનુભૂતિ થઇ રહી છે નીહાળી તને,
જેમ ચાર્વાક વર્ષાબુંદો પામી ભિંજવે છે ખુદને.
અલૌકિક બની રહ્યો છું આશિષ તમારા પામી,
જેમ મરિચીકા પલાળે છે મ્રુગલાને, નજર માપી.

સ્વૈરવિહાર - ચિરાગ પટેલ

સ્વૈરવિહાર - ચિરાગ પટેલ 1998

શમણું એક, ઘેરી નિંદરમાં છે મુજ દિલ મહીં,
સૂણી છે શૈશવકાળથી, એક અધૂરી અનકહી.
માયાથી અલિપ્ત થઇ, જ્યારે હું અર્ધસમાધિ માંગતો,
ટમટમતાં તારલિયાં’ને રુડાં ચાંદામા ત્યારે જોતો.
ચક્કર-ચક્કર ઘૂમતું બ્રહ્માંડ, મને ભૂલાવામાં નાંખતું,
વણમાંગ્યું’ને અણકલ્પ્યું, ત્યારે જ ઘણું બધું દેખાતું.
બનવા માંગતો, ત્યારે એ વણખેડાયેલ વિશ્વનો કપ્તાન,
છોડી દઉં બધી દુન્યવી માયા, આવે જ્યારે તાન.
તન અને મન ત્યારે લાગતાં, મને થતાં એકાકાર,
દેહ, ત્રુષ્ણા, વાસના બધું વિસારે પાડી બનું નિરાકાર.
એનો સાદ સૂણતો-સૂણતો ભાગું હું ચારેકોર,
ભટકવા ના દઉં આ મનને, બની હું ચકોર.
ચારેકોર નીહાળી ઉર્જા, બની ગયો હું પ્રકાશમય,
સંભળાયો મને, ત્યારે જ ખરો બ્રહ્માંડીય લય.
વિલાયો પ્રકાશ’ને ઘેરી વળ્યો અચાનક અંધકાર,
મચી રહ્યો ત્યારે દિલમાં, શૂન્યનો હાહાકાર.
ખરું ભાન આવ્યું, સમજાયું ત્યારે જ એક સત્ય,
શોધતો’તો જેને બ્રહ્માંડમાં, હતો વાસ તેનો મુજમાં નિત્ય.

શાયરી - 2 - ચિરાગ પટેલ

- એક મદમસ્ત યૌવના મારું દિલ લઇ હવા મહીં વિલિન થઇ ગઇ,
-મને કિંકર્તવ્યમૂઢ બનાવતી એ સમાધિસ્થ કરતી ગઇ.
- મહેફિલ છે જામેલી, ‘ને દિલમાં એક આશ ઉઠતી,
-કે પિયુનો સંગ નથી, ‘ને જીવનમાં ઉમંગ નથી.
- ચાંદ પર તો ડાઘ છે, ‘ને ચાંદની હાથ આવતી નથી,
-ખુશ્બુને બદબૂ કહી અમે દુનિયાથી રુઠી ચાલ્યા.
- બાગમાં સુરખી છે, ‘ને દિલમાં ઉભાર છે;
-જઇએ તો ક્યાં? અંદર કે બહાર?
- જોયો ના દિન, ના રાત, ના જોયું એકે શમણું;
-દેખાયું મને તારી યાદમાં પ્રભાત એક ઉગમતું.
- વિશ્વાસે ડૂબે વ્હાણ, ભવસાગર તરું છું રાખી વિશ્વાસ;
-મળ્યો ના જો તારો સાથ, જોશે જગ પ્રીતમાં અવિશ્વાસ.
- એવી પૂર્વભૂમિકા શીદને બાંધવી?
-હું જ હતો વિશ્વામિત્ર ‘ને તુ મેનકા.
- અમરત પીધાં, ઝેર પીધાં, આખું આયખું પીધાં;
-લીધાં તો બસ પ્રેમ લીધાં, પ્રેમનાં કોલ લીધાં.
-દીધાં તો બસ હૈયાં દીધાં, વ્હાલપનાં છાંયાં દીધાં.
- પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો
જોવાનો વાયદો, સપનોનો કાયદો.
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં દૂબી જતો
મારા ચોર્યાસી લાખ વહાણોનો કાફલો. - બહારથી
- સુવાસ ઘણી બધી હતી, મારા ઉપવનમાં;
પ્રજ્વલિત થયું એક જ પારુલ, મારા ઉપવનમાં.
- વાસંતી મ્હોર ખિલ્યો છે, આ ઉપવનમાં;
એને આશ છે, પેલાં પારુલ સંગ મિલનની.
મ્હેંકે છે રોમેરોમમાં, સુંવાળપ ભીની-ભીની;
આવેગ છે પ્રતિકાત્મક, અનેરા સંબંધ આસવનો.
- જીંદગીનું ઝેર તો પીધું છે, જાણી જાણી;
અનુભવ્યું છે એને, હરપળ માણી માણી.

Saturday, July 22, 2006

ઝરણું - બંસીભાઇ પટેલ

ઝરણું - બંસીભાઇ પટેલ

વહે છે પવિત્ર ઝરણું પ્રેમનું અંતર અમીરસ ભરવા,
માંગે છે પ્રેમ બદલામાં પ્રેમ, નથી અપેક્ષા કોઇ બદલાની.
ઝંખે છે મન સદાય ક્ષેમ, નથી ઉરમાં કટુ ભાવના કશી,
પ્રાર્થે છે હાથ સદા અમારા, લંબાયેલા રહો મદદ કરવા બધી.
ઉલેચી હૈયાં કડવાશનાં બધાં, ભરવા પ્રેમતણા ભંડાર મહી,
હોઠો સદા બીડાયેલા રહો, મુસ્કાન ઝીલવા દિલદારની.
નયન મારા ત્રાંસા રહો, મહોબતના અમીરસ છાંટવા,
ક્ષુધા પ્રેમની મટે જ્યારે, ત્રુષ્ણા ભુલ્યા સંસારની.
રીધમ મળે સુર-કારનો, ઝણકતી હોય પ્રેમની ઝંઝીરો,
પ્રકાશ મળે મશાલનો, પ્રેમ છાનગપતિયાં કરતો ફરે.
એક નજર ઉઠાવી નિરખશો, ભરેલી પ્યાલી પ્રેમ પખારતી,
ચંચળતા મટી સઘળી, પામવો પદારથ પ્રેમ-પુષ્પનો.
હોય નિષ્પંદ નિર્મલ, પ્રેમ પથ, વિદારશે હરિયાળી બધી,
કંટકો પણ છુપાઇ જશે, જ્યાં પ્રેમના આગમનથી.
રે રે પ્રેમ ભર્યા હૈયા, માંગજે પ્રેમ, નિષ્પાપ પ્રેમ સદા,
પ્રેમ પ્રેમ કરતાં પામીશ પ્રેમપારસ પાસ પથમાં.

---------------------------------------------------
નજરની વરતાય છે ખામી કે હશે વાતાવરણમાં ઝાંખપ થોડી,
ચહેરો જરી-પુરાણો અરે, નયનોમાં ભરી નવીનતા શું?
કંચન ભાસે કથીર કેમ? જેમ અચરજથી શાશ્વત સર્વ,
ઉણપ આ અજવાશની કે નયનોમાં ધીર નિંદર ભરી.
અજવાળો નયનો પખાળી જલ્દી, ઓઝલ થાય આ પ્રતિમા.

કાળનો કોરડો - બંસીભાઇ પટેલ

કાળનો કોરડો - બંસીભાઇ પટેલ 25/01

કઠણ કોરડો છે કાળનો, કાળો ડીબાંગ અંધકાર,
હોય છોને રાજા કે રંક, નથી પડતો ફરક લગાર.
માળીએ ઉગાડ્યાં ફુલઝાડવાં, ખીલવ્યો બાગ બેસુમાર,
વીણે છે ફુલડાં જેમ, વીંધે પારધી હરણને બાણ.
છોડી જવાના સંસાર, ભલે હોય મોટ ખેરખાં,
કેટલું જીવ્યા જીવન, કેવું જીવ્યા જીવન થાશે એના લેખાજોખા.
ક્ષુલ્લક જીવનતણો પરપોટો, જાશે ફૂટી પળવારમાં,
નહિ ચાલે કશુંય , હોય છો ને મુછાળા મરદ.
ભર્યો-ભાદર્યો સંસાર, જાશે ભુલાઇ પળવારમાં,
રોતાં કકળતાં રહેશે નરનાર, સગાંસ્નેહી બાળગોપાળ.
વીંટળાયેલી માયા, થાશે અલગ, નહિ ચાલે આસક્તિ,
મર્મ સાચો ગીતાતણો, આવશે કામ દિર્ઘકાળ.
કોળિયો કરી જશે કાળ, મહાકાળમાં થાશે વિલિન,
ચેતવું હોય તો ચેતજે નર, નહિતર ખાશે માર બેસુમાર.

Friday, July 21, 2006

અનુભૂતિ - ચિરાગ પટેલ

અનુભૂતિ - ચિરાગ પટેલ Jul, 1997
કુદરતની અપ્રતિમ રચના આ, થવા દે મને તારી કાવ્યાનુભૂતિ.
કાજળઘેરી અમાસસમ કેશ આ, થવા દે મને તારી સ્પર્શાનુભૂતિ.
મ્રુગલાના તેજતારલાંસમ નયણાં આ, થવા દે મને તારી હર્ષાનુભૂતિ.
ધનુષની પણછસમ તકાયેલ નાસિકા આ, થવા દે મની તારી માનાનુભૂતિ.
જગ મારે, જગ તારે એવી જહાનવી આ, થવા દે મને તારી નિયમાનુભૂતિ.
પોયણાંસમ ભર્યું-ભાદર્યું મુખ આ, થવા દે મને તારી આકર્ષણાનુભૂતિ.
કુસુમલતાસમ શોભતાં બાહુ આ, થવા દે મને તારી કર્માનુભૂતિ.
રેતઘડીસમ ભાસતી દેહયષ્ટિ આ, થવા દે મને તારી કામાનુભૂતિ.
અમ્રુત પાતાં જગને પયોધર આ, થવા દે મને તારી માત્ર્વાનુભૂતિ.
મા ધરતીને ખૂંદતાં પગલાં આ, થવા દે મને તારી ગ્નાનાનુભૂતિ.
બધામાં શિરમોર છે નાનું દિલ આ, થવા દે મને તારી મોક્ષાનુભૂતિ.
સર્વેનું નિયંતા મન આ, થવા દે મને તારી એકાકારાનુભૂતિ.

એકરાર - ચિરાગ પટેલ

એકરાર - ચિરાગ પટેલ Jul, 1997

એકરાર હતો આ, પ્રથમ દ્રષ્ટિનો જ તો વળી,
યાદ આવે છે એ, ગુમાવી એક કળી.
જોયું એક પ્રભાત, પ્રથમ દ્રષ્ટિએ ઉગમતું,
વિલાયું એ શમણું, આખરમાં આથમતું.
સંવેદના ‘ને ઉર્મિઓ સઘળી રેલાઇ ત્યારે,
થયું ભાન, રહ્યો હું ખાલી અત્યારે.
વિહરતો હતો ભરી ઉડાન, ઉંચે વ્યોમમાં,
રહી-રહીને આવ્યો છું, હવે હું ભોમમાં.
ઝંખના હતી મને, જીવનમાં એકમેવ જ,
સૂણ્યું આક્રંદ, આવ્યું મને ત્યારે ભાન જ.
દેખાતી હતી એક અદ્રષ્ટ સ્રુષ્ટિ,
આવી છે હવે મને સાચી જ દ્રષ્ટિ.
યથાર્થતા અનુભવતો જીવનમાં હું,
આક્રોશ અનુભવતો નવો હવે હું.
કડવી મીઠાશ સ્મ્રુતિમાં ભરી રહ્યો છું,
ભૂલ ક્યાં હતી મારી, બતાવ મને તું.
હતો મને જાતમાં અતૂટ વિશ્વાસ,
નંખાવ્યો જીવનમાં તે પહેલો નિઃશ્વાસ.
ભૂલવા મથું છું સઘળું હવે હું,
કાચો તાંતણો તોડું છું હવે હું.

મંદિર - ચિરાગ પટેલ

મંદિર - ચિરાગ પટેલ એપ્રિલ, 1996
ગુર્જરભૂમિનો ખોળો ખૂંદી આવ્યો તુજ ખોળે,
ક્ષુબ્ધ ગ્નાનપિપાસા સંતોષવા આવ્યો તુજ ખોળે.
મહેંકતાં ફૂલોના ટોળા, ને ચહેંકતાં મધુક્ષુઓના ટોળા,
રંગીન માહોલને સાર્થકતા આ રંગીલાઓના ટોળા.
હ્રદયોર્મિ ઠાલવતાં આવ્યા સરસ્વતીને પામવા,
ગ્નાન વમતાં ગુરુઓના આવ્યા આશિષ પામવા.
ખૂંદતાં, ખેલતાં, મેળવ્યું, પામ્યું, સ્વીકાર્યું ઘણું,
અમૂલ્ય વર્ષો વીત્યાં ગતિએ, ને ગુમાવ્યું પણ ઘણું.
તારા આ ખંડીયેર સ્મારકમાં ધબકે છે એક જીવન,
પણ અધૂરું રહ્યું એક ઓરતું, જે છે મારું કવન.
સર્વે સંવેદના, સ્પર્શોર્મિઓ ગઇ છે શમી,
તોય આશ છે નવી , એક ઉગમતાં પ્રભાત સમી.
જઇએ છીએ જીવવા નવું જીવન, યાદ તારી હ્રદયમા ભરી,
સમજાય છે ત્યારે, અકથિત વેદના વિરહની જ ખરી.

Thursday, July 20, 2006

My Love – Diodes - Chirag Patel

My Love – Diodes
Chirag Patel Jun, 1996

Evanescent world, that you are living in;
Lonely diodes, true martyrs you are indeed.

Ever I see, I feel dearth of you;
Carnage of yours, changed the era.

Truly saying, then began the second generation;
Roaming here and there, we met the ICs.

On the way to success, made the neural paths;
Neural networks are the fruits whose seeds you are.

Intellectual Intel made the Pentium;
Consummate – it is indeed; proved-
Success is to flow like water thru’ a road of rocks.

હ્રુદિયાનો રણકાર - ચિરાગ પટેલ

હ્રુદિયાનો રણકાર - ચિરાગ પટેલ જૂન, 1996

જાવું છે મારે દૂર દેશ એ;
રઝળવું છે મારે, દૂર દેશ એ.
હ્રદયના ઝાંઝવા પલાળી;
રેતીના મહેલ ચણી, જાવું છે મારે દૂર દેશ એ.
મનોચક્ષુની આંખે દેખી,
હસ્તરુપી પાંખો ફફડાવી, જાવું છે મારે દૂર દેશ એ.
વિદ્યારુપી દાન લેવ,
ગ્નાનરુપી અર્થ આપવા, જાવું છે મારે દૂર દેશ એ.
જીંદગી જીવી લેવા,
માયાનું આવરણ હટાવવા, જાવું છે મારે દૂર દેશ એ.
આત્મજનોનો વિયોગ લઇ,
પ્રિયાના હ્રદયબુંદો લઇ, જાવું છે મારે દૂર દેશ એ.
ઓ મારી મા-સી ભૂમિ, તુજ તણાં પ્રેમે મા મારી વિસારી,
આવ્યો છું તુજ ખોળો ખુંદવા,
જગ-અમ્રુત સમ અર્થસિધ્ધિ લેવા.
રડાવતી તુ બહુ મને ના,
સ્વજનોને ભુલાવતી તુ ના.
પ્રિયાની યાદ સદા હ્રદયમાં રાખતી,
અપનાવજે મને તારા ચરણકમળમાં.

Sunday, July 16, 2006

આથમતાં ફૂલ - ચિરાગ પટેલ

આથમતાં ફૂલ - ચિરાગ પટેલ મે, 1996

આથમતાં ફૂલોને કહેવું છે કૈંક,
સૂરજસંગ હરખાતાં અમારે સુણાવવું છે કૈંક.

પંખીતણો હરખ હ્રુદિયામાં ભરી,
અંતરિક્ષની ઊંચાઇઓ માપવી છે અમારે.

એક મલપતી મદમાતી યૌવના આવી,
અમારી સુગંધ લઇ ખોવાઇ જાય હવા મહીં.

બે પ્રેમીપંખીડાંને ચંચુપાત કરતાં જોઇ,
થઈ છે અભિલાષા એમના ઓષ્ઠનું પરાગ બનવાની.

નાનું બાળકડું જ્યારે ભાંખોડિયાં ભરે છે,
ત્યારે બનવું છે એના નિર્દોષ ગાલની લાલીમા.

ઝરમર-ઝરમર વરસતી જળધારામાં,
સોડતાણી સૂવું છે આ ધરતીમાના ખોળામાં.

દેહની કાળજી લેતાં યુવાનને જોઈ,
મન થાય છે એના દેહમાં રંગો પૂરવાનું.

અનુભવવ્રુધ્ધની લાકડીનો અવાજ સાંભળી,
એમના સુખની સુરખી બનવું છે અમારે.

માત્રુભૂમિ કાજે મરી ફીટતાં શહીદને જોઈ,
મન થાય છે એના ચમકતાં ભાલને ચૂમવાનું.

Saturday, July 15, 2006

મોક્ષ - ચિરાગ પટેલ

શાને જોઇએ તને એ મોક્ષ, જ્યારે
હાજર છે અનેક મોક્ષ અહીં;

નાનાં ભૂલકાં સમું નિર્દોષ
હાસ્ય ન પામું તો નથી ખપતો એ મોક્ષ.

મનોહારિણી સંગ પ્રેમતણાં સાગરમાં
ડૂબકી ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.

પયોધારિણી તણાં પનઘટમાં ત્રુપ્તિ
ન પામું તો નથી ખપતો એ મોક્ષ.

સ્રુષ્ટિમાં વિચરતાંપંખીડાં સમ
સ્વૈરવિહાર ન પામું તો નથી ખપતો એ મોક્ષ.

વન્દેમાતરમ તણો ગગનનાદ ગજવતો
શહિદી ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.

દરિદ્રનારાયણ તણાં આશીર્વાદ ન પામું,
તો નથી ખપતો એ મોક્ષ.

સ્વજનોનાં હ્રુદીયામાં ઉમંગ અને હરખ
ન પામું, તો નથી ખપતો એ મોક્ષ.

અરે, પ્રભુને પણ મુક્તિ નથી તો
શાને જોઇએ મોક્ષ તને?

- ચિરાગ પટેલ - મે, 1993

થોડી પંક્તિઓ - ચિરાગ

- આવુ સ્મિત ના રેલાવશો, એ સ્મિત તો જાન લેવા છે,
શું કરું પણ, એ જ તો મારા દર્દેદિલની દવા છે.

- યાદોનો ખારો પાટ છે મારા દરિયાવ દિલમા,
એજ તો કવિતા રુપી આંસુ પકવે છે મારા જીવનમાં.
- તારી તડપતનો અધિકારી, તારી માયાનો બંધાણી, તારી હુંફનો બંધાણી, પાગલ પ્રેમી એકલો.

પારુલ - વ્રુંદ

એર-ટેલ એડ. - બંસીભાઇ પટેલ

નજરોંસે નજરેં મિલાકર તો દેખો
નયે લોગો સે રિસ્તે બનાકર તો દેખો.
યું હસરતેં દબાનેસે ક્યા હાંસિલ હોગા?
દિલકી બાત બતાકર તો દેખો.
આસમાં સિમટ આયેગા તુમ્હારી આગોશમેં બાહેં ફૈલાકર તો દેખો,
દિલ કી બાત બતાકર તો દેખો.

મનનો આવેગ

રહું હું યુવાન મનથી, ભલે વૃધ્ધ થાઉં શરીરે,
એવું વર દેજે ઇશ, બુઢાપાનો ભાર ના લાગે લગીરે.
કુટુમ્બકબીલો, બાળગોપાળ, લીલી વાડી નિરખું નજરે,
દુનિયાના વહેવારો સહુ નિભાવું હું હોંશે-હોંશે.

દોડી દોડી થાક્યો હું બેફામ, વિસામાની પળો ભાગે અતિ દૂર,
ઝાંઝવાના જળ જેવી તૃશ્ણા હઠીલી, ના ભાગે લગીરે.
મનના ભાવો વિચિત્ર ભાસે, જરા વ્યાધિ પડ્યા પછવાડે,
અંગો ઉપાંગો બળી ગયા સર્વે, ના કહેલુ મને વળી ભયંકર ભાસે.

શૈશવના સંસ્મરણો વાગોળી વાગોળી, ઉડું હું આકાશે,
શું વીતાવ્યું એ બાળપણ, કેવા નિર્દોશ સખા સહુ સંગાથે.
વડલા ને વીંટળાઇ વડવાઇઓ, તેમ માયા, ભ્રમ ભયંકર ભાસે,
અદ્વિતિય તમસ મહીં ભાસે એક ઉજાસતણું કિરણ નભાકાશે.
- બંસીભાઇ એમ. પટેલ
-23/05

Friday, July 14, 2006

મારો પ્રથમ ગુજરાતી બ્લોગ - ચિરાગ પટેલ

જ્યારે જ્યારે હું કોઇ ગુજરાતી વેબ-સાઇટ વિશે વાંચુ છુ ત્યારે ત્યારે મને પણ જાણે મારી પોતાની એક ગુજરાતી સાઇટ તૈયાર કરવાની ઇછ્છા થઇ આવી છે. મારો સહુથી મોટો અંતરાય ગુજરાતી ટાઇપીંગ હતું. પણ જ્યારે મને માઇક્રોસોફ્ટ્ની www.bhashaindia.com વેબ્સાઇટની જાણકારી મળી ત્યારે થોડો હાશકારો થયો. ત્યાર બાદ ઘણા દિવસો એમને એમ વીતી ગયા. (અલબત્ત, મારી રોજીંદી જીવંચર્યાઓ તો બંધ થવાનો સવાળ નથીJ). આ પ્રોજેક્ટ પર અમલ કરવાની પ્રેરણા મળી www.readgujarati.com પર મારા જેવા ઘણા ગુજરાતી આશિકોની વેબ્સાઇટો જોઇને. તો હવે હાજર છે મારો પોતાનો ગુજરાતી બ્લોગ! હું નિયમિતતાથી આના પર અવનવી રચનાઓ અને સમાચાર મુકવાની ઇછ્છા ધરાવુ છુ. આપ સર્વેનો સહકાર જરુરી છે, આ ચળવળને જીવંત બનાવવા માટે. શબ્દોની અંજલિ ગુજરાતીને સ્વરાંજલિ રુપે. અસ્તુ!