Thursday, January 11, 2007

ઇલેક્ટ્રોન - ચિરાગ પટેલ

ઇલેક્ટ્રોન - ચિરાગ પટેલ Jan 11, 2007

સકળ સર્જનની શોધમાં, મથે છે આ કમજોર માનવી;
ઉપર-નીચે, નાને-મોટે ખોજતાં, જાણ્યો સૃષ્ટિ અવનવી.

પદાર્થ બધાં બન્યા છે જે પરમાણુ, એ પણ પાછો ભરેલો;
થોમસને શોધ્યો તને ઇલેક્ટ્રોન, ઉર્જાનો ફાટ-ફાટ ભારેલો.

દડાને જો કરૂં પૃથ્વી જેટલો, થાતો પરમાણુ દ્રાક્ષ જેટલો;
પરમાણુને ચૌદ માળનું મકાન કરૂં તો, તું રજકણ જેટલો.

બોહર સમજ્યો તારી કક્ષાઓને, આપી કોપનહેગન સમજૂતી;
આઇંસ્ટાઇન ના સમજ્યો, છતાં આપી ફોટો-ઇલેક્ટ્રિક સમજૂતી.

જ્યારે તું તારી કક્ષા છોડતો, જગતને પ્રકાશ આપતો;
બહાર ના ટકે તો કક્ષામાં ભળી, તું સ્પેક્ટ્રલ લાઇન જન્માવતો.

તારા તોફાનો બહુ વસમા, સૂરજદાદાને પણ કાળઝાળ કરતાં;
માણસને વિસ્મય પમાડતાં, જાણે નિત્ય નવા નખરાં કરતાં.

અદ્રશ્ય થવાનો કસબ તને હાથવગો, હોલોગ્રામ સમ ભાસતો;
ગતિ જાણીએ તો સ્થાન ના મળે, સ્થાન મળે તો ગતિ તરછોડતો.

અમને હવે તું બહુ મથાવતો ના, સર્જનકર્તાને વહેલો મળાવ તું.

No comments: