મંદિર - ચિરાગ પટેલ એપ્રિલ, 1996
ગુર્જરભૂમિનો ખોળો ખૂંદી આવ્યો તુજ ખોળે,
ક્ષુબ્ધ ગ્નાનપિપાસા સંતોષવા આવ્યો તુજ ખોળે.
મહેંકતાં ફૂલોના ટોળા, ને ચહેંકતાં મધુક્ષુઓના ટોળા,
રંગીન માહોલને સાર્થકતા આ રંગીલાઓના ટોળા.
હ્રદયોર્મિ ઠાલવતાં આવ્યા સરસ્વતીને પામવા,
ગ્નાન વમતાં ગુરુઓના આવ્યા આશિષ પામવા.
ખૂંદતાં, ખેલતાં, મેળવ્યું, પામ્યું, સ્વીકાર્યું ઘણું,
અમૂલ્ય વર્ષો વીત્યાં ગતિએ, ને ગુમાવ્યું પણ ઘણું.
તારા આ ખંડીયેર સ્મારકમાં ધબકે છે એક જીવન,
પણ અધૂરું રહ્યું એક ઓરતું, જે છે મારું કવન.
સર્વે સંવેદના, સ્પર્શોર્મિઓ ગઇ છે શમી,
તોય આશ છે નવી , એક ઉગમતાં પ્રભાત સમી.
જઇએ છીએ જીવવા નવું જીવન, યાદ તારી હ્રદયમા ભરી,
સમજાય છે ત્યારે, અકથિત વેદના વિરહની જ ખરી.
Labels
- કવિતા (83)
- Chirag (71)
- બંસીધર પટેલ (66)
- Swaranjali (45)
- લેખ (40)
- Parimiti (21)
- Devotional (18)
- પંક્તિ (13)
- Veejansh (10)
- વીજ્ઞાન (10)
- Poem (7)
- પ્રેરક પ્રસંગો (3)
- જીજ્ઞા પટેલ (2)
- Payal (1)
- વાર્તા (1)

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment