Tuesday, May 22, 2007

mahaarathee - Bansidhar Patel

મહારથી - બંસીધર પટેલ

તરવરીયો તોખાર હણહણે મંજીલો પામવા,
યૌવન ચઢ્યું હીલોળે, પુરબહાર ઝગારા મારતું,
દીપક દશે દીશા તણા, પ્રગટ્યાં અંતરમાં ઉર્મી ભરી,
અણદીઠી ભોમકા ભમવા, કર્યો સળવળાટ સંગે મળી.

ભાંગ્યો ભરમ ભુલોકનો, વહેમના વમળ મહીં,
સોને મઢ્યો શ્રુંગાર, ભવાટવી નથી ઉગારવી,
સુશીલ, સુંદર, સુકોમળ, નીલકમળ શી પાંખુડીઓ,
ગજરાજ શીરે શોભંતો, આરુઢ મહારથી મોંઘેરો.

શું દીઠો ભરમાર જગનો, વીતક વીતી વસમી,
અગણ્ય તારલાંનું વ્રુંદ લળી લળી લાગે પાય,
અનંતોના અંત પામવા, તરંગો માનવી તણા,
વલખાંનો વલોપાત વલોવી, નીચવ્યું જીવન પુરું.

1 comment:

Unknown said...

ટાઈટલ ગુજરાતીમાં મૂકશો તો વધુ સારું લાગશે. શલભાસન વિષે વાંચ્યું હશે?

નીલા