Showing posts with label પંક્તિ. Show all posts
Showing posts with label પંક્તિ. Show all posts

Wednesday, August 20, 2008

પંક્તીઓ

પંક્તીઓ - ચીરાગ પટેલ

1)
મેઘને કહો આંસુડાં વહેવડાવી ભલે દરીઓ ભરે;
પ્રીયાના વીરહ છતાં ઝીંદાદીલ જ રોજ ચઢે!

2)
બેઉ કાંઠે છલબલે છે આ ભવોભવની નદી;
એમાં વહેતી મુકી છે મેં શબ્દોની હોડી પ્રીયે.

3)
જીવનની પ્રભાતે પુછ્યું ઈશ્વરે, શું જોઈએ તારે?
તમારી શક્તી જોઈએ પ્રીયા રુપે હંમેશાં મારે.

4)
સમયની સરવાણી 'ને ઝાકળની અમૃતવાણી;
જોઉં તને, અનુભવુ તને, તો લાગે મને ઉજાણી.

5)
હોય જો પાંખો મને તો ઉડીને આવી પહોંચુ;
તુ ભલેને હો દુર, કહુ 'ઈલુ' સાચેસાચુ.

6)
Think of colors. They are seven.
Think of shades. They are millions.
Think of my love. It's beyond your imagination.

Saturday, August 02, 2008

પંક્તીઓ

પંક્તીઓ - ચીરાગ પટેલ જુલાઈ 11, 1998

1)
યાદ તમારી, દીમાગ તમારું, દીલ તમારું,
સર્વસ્વ તમારું. પણ મારું? તમે અમારા.

2)
વીરહની વેદના, 'ને પ્રેમની તડપ;
શમા જલે છે, પરવાનાની તડપ ઠારવા.

Saturday, July 19, 2008

હાઈકુ

હાઈકુ - ચીરાગ પટેલ જુલાઈ 11, 1999

1)
પલક ઝપકી,
દેખાયું સપનું;
રચાયું ઘર.

2)
પામ્યો પ્રેમ,
આપ્યો પ્રેમ;
થયું આ પલકવારમાં.

3)
મોતી ટપક્યું,
એ નશીલી આંખોથી,
ભીંજાયું દીલ.

4)
લાગણી ઓસબુંદ શી,
સુકાયું;
નીશાન હંમેશાં.

Friday, April 11, 2008

ચાતક

चातक वलखे मृगजळ जोई, ठंडक पामवा चान्दो जुए;
तरस छीपे नहीं छतांय कोई, आंसुबुन्दो छेवटे पीए.

Saturday, August 11, 2007

sardar2 - Bansidhar Patel

સરદાર - બંસીધર પટેલ

ચરોતરની પાવન ભુમીમાં, પ્રગટ્યું એક તેજ કીરણ;
કરમસદની વીરાભુમીમાં, જન્મ્યો વલ્લભ કીસાન કુટુમ્બમાં.
ભણ્યો, ગણ્યો ખુબ, બન્યો વકીલ, કર્મભુમી ગોધરા ગામ;
ગાંધીજીએ નાંખી ટહેલ, આઝાદીના સપુતની દાદ સાટે.
આતમ વીરનો જાગી ઉઠ્યો, આઝાદીના પુરમાં ખેંચાયો;
સત્યાગ્રહની આવી વાત, સુકાન સંભાળી લીધું તુરત.
બન્યા 'સરદાર' કીસાનોના, કીધું નેતૃત્વ અડીખમ બની;
અંગ્રેજો પણ ગયા ગભરાઈ, કેવી અદ્ભુત શક્તી અપાર.
લોખંડી વીર છે પુરુષ, ખરો બાહોશ અને કર્મવીર;
તન-મન-ધન સર્વ સમર્પણ દેશને, નથી સવારથ કોઈનો.
હીન્દ છોડો ચળવળમાં પણ, થંભાવી દીધાં શ્વાસ બ્રીટીશનાં;
મળી આઝાદી ભારતમાતને, પડ્યાં ભાગલાં એક દેશને.
ભારત માથે મોટી ખોડ, દેશ બધો વહેંચાયેલો અસ્તવ્યસ્ત;
નાનાં-મોટાં રજવાડાંને કર્યાં એક, ખુબ બુધ્ધી ચતુરાઇથી.
ખરા અર્થમાં ચાણક્ય દેશનાં, બન્યા સપુત તમે ભારતમાનાં;
અખંડ ભારતનાં ઓરતાં કીધા પુરા, અનેકતામાં એક બતાવી.
રહેશે ઋણી સદાય તમારી, ભારતની આ ભોળી જનતા;
કરશે યાદ સદાય તમોને, ભારતના ઓ સાચા ભડવીર.
ઈશ્વરને અમે કરીયે ફરીયાદ, ફરીથી દેજે એક સરદાર.

Thursday, July 19, 2007

pankti 07 - Chirag Patel

મરજીવા વિજ્ઞાનીકો, શતશત અંજલિ આ;
જોયું જીવન કષ્ટ છો, વિશાળ દ્રષ્ટિ તવ છે.
—————————–
થોડી છુટ-છટ સાથે અનુષ્ટુપ છંદમાં રચવા પ્રયત્ન કર્યો છે.
8 અક્ષરનાં ચાર ચરણ.
દરેક ચરણમાં 5મો ‘લ’, 6ઠ્ઠો ‘ગા’.
પ્રથમ/ત્રુતિય ચરણમાં 7મો ‘ગા’.
દ્વિતિય/ચતુર્થ ચરણમાં 7મો ‘લ’

Jul 19, 2007

Saturday, July 14, 2007

panktio

પંક્તીઓ - બંસીધર પટેલ

1--->
ઉતારવા થાક પુરા દીનનો, આવી સંધ્યા, મીલનની હોંશથી;
નીશાના ઓછાયા ઉતરશે કાળા ડીબાંગ, ડરી જશે બીચારી સંધ્યા.
2--->
નમસ્તે સદા વત્સલે માતૃભુમે
ત્વયા હીંદુભુમે સુખમ વસ્ધીતોડહમ ॥
મહામંગલે પુણ્યભુમે ત્વદર્થે
પતત્વેષ કાર્યો નમસ્તે નમસ્તે ॥
અર્થ: હે વત્સલ માતૃભુમી, હું તને સદાય પ્રણામ કરું છું. હે હીંદભુમી, તેં જ મને સુખમાં ઉછેર્યો છે. હે મહામંગલમય પુણ્યભુમી, તારા માટે મારું આ શરીર અર્પીત છે. તને હું અનેકવાર પ્રણામ કરું છું.
3--->
જામી છે રમત અવકાશે, નક્ષત્રો, તારા, સુરજ, ગ્રહો મહીં;
પકડદાવની શરુઆત થતાં જ, મચી છે બ્રહ્માંદમાં હવે ભાગંભાગી.
નથી આવતું હાથે, કોઇ કોઇની પકડમાં, અઠંગ ખેલાડી બળીયા સહુ;
આ રહ્યો, પેલો ગયોની મચી છે બુમરાણ;
નીહાળે છે તારકસહુ પ્રેક્ષક બની, હારજીતનો નથી પ્રશ્ન.

shaayaree 2 - Jigna Patel

જીજ્ઞા પટેલ - Jul 02, 2007

આજ મારી આંખમાં વેરાન આખો બાગ છે,
શું કહું હૈયા મહીં શેની આ આગ છે;
જોઇ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાઓ ના,
દીલ બળી તણખો ઉડ્યો છે તેનો આ દાગ છે...
જીજ્ઞા પટેલ - Jun 30, 2007

પાણી બની ને હું તો વહેતી ગઇ,
ખાડા ટેકરા સહેતી ગઇ;
સમુંદરની ઝંખના કરતી ગઇ,
પણ કોણ જાણે કેમ રણમાં સમાતી ગઇ...

નીરાશા ભરી નજરોએ જોઉં ઉજ્જડમાં જડ,
થોડું આગળ વધી જાણ્યું એ મૃગજળ;
કહે છે લોક આશા અમર,
તો કેમ આમા મારા ભાગ્યમાં વમળ...

કહું છું સાગરને ચાલ કરીએ બેડો પાર,
પણ ના સમજે એ મારો ભરથાર;
કુદરતની લીલા અપરંપાર,
બતાવે કંઇક રસ્તો ફરી એક વાર...

ખુશીની ધારા બની હું વહી ગઇ,
સાગરને ઇશારે રેત પર હું ઢળી ગઇ;
શ્યામની કૃપાએ સફરને હું સહી ગઇ,
અંતે પહેચાન ગુમાવી સાગરમાં હું ભળી ગઇ...

Saturday, July 07, 2007

maanav mandir - Bansidhar Patel

માનવ મંદીર - બંસીધર પટેલ Sep 14, 1992

કરવા માનતા પુરી, જતાં હતાં મંદીરે ભગવાનના;
ક્યાં ખબર હતી અમોને, ભાવી તારા પેટાળમાં શું છુપાયું?

દોડતી આવી સામે, મોત બની માતેલા સાંઢ સમી;
પળ બેપળમાં ઝડપથી, આવી ગયાં અંધારા, આંખે ન દેખાયું કશું.

ફરી વળી અથડાઇને, અધીરી બની, જેમ ત્રાટકે, ઝબુકે આકાશે વીજળી;
હશે નસીબ કોનું, પુણ્ય વળી પુર્વે તણું, કે આવનાર ભાવી બાળકનું ભલા.

જોયું હશે મુખ સવારે ઉઠતાં, કોઇ સુહાગન નારનું કે ખરા સજ્જનનું;
ઉગરી ગયા સહેજમાં અમે બન્ને, થયું અચરજ તમામ જોનારને.

જાન બચી લાખો પાયે, ઇશ્વર તણો લાખેણો ઉપકાર ખરો;
-----------------------------------------------------------------------
વાગે છે બાણ કદીક, બની અરમાનોના અશ્વ કદી;
ભુગર્ભમાં બની જ્વાળા, નીકળે છે લાવા કુવચનો બની.
----------------------------------------------------------------------
ભોંકાયો કંટક દીલમાં, આહ એક સરી પડી;
અરેરાટી વ્યાપી ગઇ, વ્યાપી ગયો વીષાદ.
---------------------------------------------------------------------
સમીકરણ સંસારનાં, મેળવ્યાં મથી મથી;
સમુદ્રમંથન જેવો ઘાટ, અમૃત વીષ મળ્યું ખરું.

Saturday, May 26, 2007

panktio 0705 - Bansidhar Patel

પંક્તિઓ - બંસીધર પટેલ

1. કંઇક એવી રીતે તમારી અલ્લડ લટોમાં હ્રદય રમે છે;
રમે છે જાણે અબૂધ બાળક સરપની સાથે સરપનાં દરમાં.

2. નથી લેવા મને ઇચ્છા સમરકંદ બુખારા;
ખરા લાગણીનાં આંસું માંગું છું હું ખારાં.

3. પાંપણે મોતી પરોવી મૌનનાં એકાંતમાં;
કોઇને સંભારવું એ પણ અનોખો લ્હાવ છે.

4. ધીમી હૈયાની ધડકનને હોઠોના હળવા કંપનને;
નયનોના ગુરુ નિમંત્રણને કોઇ શું સમજે, કોઇ શું જાણે?

5. મને આજે ફરી રજની રૂપાળી યાદ આવે છે;
તમે ઉભા હતાં પાંપણને ઢાળી યાદ સતાવે છે.

6. ભલે ના ફૂલને દડૂલે રમાડે બાગમાં તારા;
મને તારા ખીલેલાં ફૂલના કાંટે રમાડી જા.
ભલે લહેરી બની વહેલી સવારે તું પધારે ના;
બની મધરાતની અંધાર આંધી તું જગાડી જા.

7. ખબર શી હતી દિલને દેતાં પહેલા;
તમે ખુશ રહેશો સતાવી સતાવી.

8. અરે, ત્યાં અભાગણ ઉષા આવી પહોંચી;
મઝા જ્યાં સ્વપ્ન કેરી આવી ન આવી.

9. એ અધવચથી જ મારાં દ્વાર પર પાછા ફરી આવે;
જો એવું માર્ગમાં કંઇ અપશુકન જેવું થઇ જાય તો સારૂં.

10. એ રીતે રહું છું હું સદા એના સંગમાં;
રસ્તો રહે છે જેમ જનારાની સાથમાં.

11. જિગરને જાગવું છે, આંખને મીંચાઇ જાવું છે;
ભ્રમરને ખેલવું છે, પુષ્પને બીડાઇ જાવું છે.
ભલા શું હાથતાળીમાં જ આ પૂરૂં થશે જીવન?
અમારે શોધવાં છે, આપને સંતાઇ જાવું છે?

12. મેં એનાં સંસ્મરણોની ચાંદની આંખોમાં આંજી છે;
પછી ડર હોય ક્યાંથી કે નિશા ઘનઘોર આવે છે.
નયનને કઇ દિશામાં ઠેરવું એ ગમ નથી પડતી;
મને લાગી રહ્યું છે તેઓ ચારેકોર આવે છે.

13. સાચવીને માંડ સાવન આંખમાં રાખ્યો હતો;
મોરલા શો કંઠ ગહેકાવી તમી ભારે કરી.

14. કોમળ ન હોય આટલું મારૂં હ્રદય કદી;
માનું છું કે આ તારું હ્રદય હોવું જોઇએ.
ઉત્સાહ દિલને થાય છે કાં આજ આટલો;
લાગે છે કોઇ દર્દ નવું મળવું જોઇએ.

15. સમજણ પડતી નથી કે હું ભૂલ્યો છું ભાન કે;
આવી ગયો છું ભાનમાં તમને મળ્યાં પછી.
પાછા તમે મળો ન મળો સરખું છે હવે;
કોઇ વાત છે ક્યાં ધ્યાનમાં તમને મળ્યાં પછી.

16. કૈં નહોતી ખબર ક્યાં ક્યાં જઇ અટકત આ વિચારો;
લો સારું થયું આપ મને આવી ગયા યાદ.

17. હાથ જ્યાં મૂક્યો અમે સુંદર તમારા હાથમાં,
ત્યાં જ બસ આવી ગઇ દુનિયા અમારા હાથમાં.
રંગ મહેંદીના ચૂમું શું હાથમાંથી એમ તો;
મેં મરૂતથી દીધું આ સર તમારા હાથમાં.

Sunday, May 06, 2007

panktio - Bansidhar Patel

પંક્તિઓ - બંસીધર પટેલ

1. વીંઝાયેલો કોરડો કાળનો, લેશે ભોગ કંઇ કેટલાંકનો 'ને;
અકસ્માત, આગ કે તોફાનો, એ તો સદા નિમિત્તમાત્ર છે.

2. રાત્રી મહીં વીતેલ સપનું, સુંદર - અતી સુંદર ભાસે;
વાસ્તવીક્તા હો પડદા ઉપર, ઝાંઝવાનું નીર ભાસે.

3. હોય છો ને દુર મંઝીલ, લડવાની હામ ભરી છે;
ભીડી છે બાથ અમે જ્યારે, ન હઠવાના પાછાં કદી.

4. નથી તોડવા ફળ કાચાં, પાક થવાની આશ કદી;
પાક્યા પછી તો બદલેલો રંગ, પારખ-પરોખની રાખજો શક્તી;
નહીંતર સડી જઇ પામશો, કીડી-મંકોડાંની ઉજાણી તમો.

Saturday, February 24, 2007

પંક્તિઓ - ચિરાગ પટેલ

પંક્તિઓ - ચિરાગ પટેલ Nov 19, 1998

1)
સુહાના મૌસમ, ઠંડી હવાએં, જાનમ સમઝા કરો;
યું ના તડપાયા કરો જાલિમ, પાસ આયા કરો.

2)
દાડમની કળી જેવી દંતાવલિ, ને ઓષ્ઠ ગુલાબની પાંખડી;
ક્યારેક તો પ્યાસ બુઝાવો, તરસે નાની મારી આંખલડી.