Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Tuesday, August 19, 2008

કલ્કી અવતરણ

કલ્કી અવતરણ - ચીરાગ પટેલ ઑગસ્ટ 19, 2008

ૐકારના 'અ' ધ્વનીનો રણકાર.
પ્રાણના નીશ્ચેટ સમુદ્રમાં એક તરંગનો ઉદભવ.
એ તરંગનું એકાએક ઘનીભવન.
ઘનીભુત તરંગમાંથી એક દેદીપ્યમાન જ્યોતીનું પ્રગટીકરણ.
એ જ્યોતીનું એક પરપોટા સમાન ભાસતાં એક બ્રહ્માંડને કરાતું ભેદન.
જ્યોતી વડે કરાતું બ્રહ્માંડનું પરીભ્રમણ.
એક નીશ્ચીત લક્ષને પકડીને જ્યોતીની શરુ થતી સફર.
મહતતત્વનાં અણદીઠાં વાદળોમાં ચમકતી આકાશગંગાઓ.
મન્દાકીની આકાશગંગાના તારલાંપુંજોથી બનેલી શાખા તરફ જ્યોતીનું પ્રયાણ.
નવલખાં ગ્રહોની બનેલી અનુપમ હારમાળા વચ્ચે શોભતો સુર્ય.
સુર્યમણીની નજીકમાં જ સોહાતી મા પૃથ્વી તરફ ખેંચાતી જ્યોતી.
ભરતખંડના દક્ષીણભાગે રમણીય સમ્ભલ ગામ.
ગામનાં મધ્યે આવેલાં નાના-શા ઘર પર જામતી ચાન્દનીનો પ્રકાશ.
દશે દીશાઓમાં આનન્દોર્મીની ચઢતી ભરતી.
સમગ્ર વાતાવરણને આચ્છાદીત સુખડમય સુગન્ધી.
નર-નારીનું પારમ્પરીક નવસર્જન પ્રેરતું મીલન.
સત્વ અને રજથી રચાતો અણુ-બ્રહ્માંડ સરીખો કોષ.
જ્યોતીનો એ કોષમાં પ્રવેશ.
અચાનક કોષની જડતાનો અંત અને ચેતનની શરુઆત.
મંગળવાદ્યોનું દ્યોતક એવું કલ્કીનું અવતરણ!

-------------------------------------------
સાથે જ મારા અગાઉના સર્જનને પણ જોવા વીનંતી: http://parimiti.wordpress.com/2007/11/02/

Friday, August 08, 2008

વહાલપની પ્યાલી

વહાલપની પ્યાલી - ચીરાગ પટેલ માર્ચ 23, 2000

નયણોનાં ભર્યાં-ભાદર્યાં આરણ્યક ઉપવન,
નીરખે છે મન ઝરુખેથી ભરી વહાલપની પ્યાલી.

અધરોની કુમાશ આકર્ષી રહી છે અંતરની મીઠાશ,
જન્મે છે, પ્રસરે છે, આખી ભરી વહાલપની પ્યાલી.

કમળ સમ નવપલ્લવીત મુખારવીન્દ ઝગમગે છે,
અંતરની સુવાસ પ્રસરાવે ભરી વહાલપની પ્યાલી.

લતીકા સમ ભાસતાં હસ્ત-પાદ, પ્રકાશીત છે,
આલીંગન પામવા આતુર ભરી વહાલપની પ્યાલી.

કેન્દ્રબીન્દુ સમ સન્દીગ્ધ પયોધર છે યૌવન ઉત્કટ,
ઝ્ંખતા સ્તનાગ્રસ્પર્શ ભરી વહાલપની પ્યાલી.

સુરેખ સુરાહી, ભરી જગ-અમૃત, સરીખી કાયા છે,
ઝંખે છે અનંત મીલનને ભરી વહાલપની પ્યાલી.

ઉજ્જ્વળ સ્વયંસ્ફુરીત ડોલતું પોતીકું મન,
પ્રતીબીમ્બીત કરતું આત્માને ભરી વહાલપની પ્યાલી.

ઉપવન

ઉપવન - ચીરાગ પટેલ ઑગસ્ટ 01, 1998

જોને, કેટલા બધાં પારુલ ખીલ્યાં છે મારા ઉપવનમાં,
મારું મન નાચી રહ્યું છે મયુરી બની, આ ઉપવનમાં.

પેલું પતંગીયું રસપાન કરી રહ્યું છે, ઓષ્ઠોનું તારા,
ઈર્ષાળું હું, તેને ઉડાડી, માણી રહ્યો છું તારા નયનતારા.

હવાની લહેરખી મસળી રહી છે, તારા બદનને,
રોકવા મથામણ કરી રહ્યો છું, નીષ્ઠુર એવા પવનને.

મારું પુષ્પ કેવું હીલોળા લઈ રહ્યું છે યૌવનમાં,
આસવ માણી રહ્યો છું તારા આ પુષ્ટ સ્તનાગ્રોમાં.

સ્પર્શ કરતાં પણ ડરું છું, છે તું ખુબ કોમળ,
અનુભવું છું તારો પ્રેમ, જે છે ખુબ નીર્મળ.

વસી રહી છે તું મારા અણુએ અણુમાં,
પીગળી રહ્યું છે હૈયું, યાદ તારી મનમન્દીરમાં.

Saturday, August 02, 2008

ભરમ

ભરમ - બંસીધર પટેલ સપ્ટેમ્બર 04, 1995

અરીસો તુટી ગયો, પ્રતીબીમ્બ બન્યું ધુંધળું.
વીચારોના વૃન્દાવનમાં મન ખોવાઈ ગયું.
વાગોળી-વાગોળી ભુતકાળને, કર્યું મનોમંથન.
ના નીકળ્યું માખણ કે ફોદા, રહ્યું જેમનું તેમ.

જીવન એ શું નથી વલોણું મનોમંથનનું?
કર્મ, ધર્મ, સંસારીના, ભેદભરમ વળી સ્વારથના.
નથી ઉકેલવા ભેદ જન્મોજન્મના ઉથાપી.
આ જન્મની કથની શું ઓછી ડહોળાયેલી છે?

સગા-વહાલા-દૌલા, ભલા-બુરા દીઠા સહુ.
ન મળ્યું કોઈ નીઃસ્વાર્થી, નથી કોઈ દીલાર વળી.
હશે કોઈક વીરલો, કર્મઠ જે મળવો બાકી હજી.
વીસ્તારનો વ્યાપ છે સહુ, માયાજાળ કુદરતની.

જીંદગીમાં સુરજ ઉગ્યો, આથમ્યો, વળી ઉગ્યો અનેકવાર.
પ્રકાશ, અન્ધકાર, પાછો પ્રકાશ, એ ઘટમાળ ક્રમબધ્ધ બધી.
તડકો, છાંયો નીહાળ્યો ઘણો, માનવ મહેરામણ મહીં.
જીન્દગીના રણમાં, મીઠી વીરડીનું અમૃતપાન કદીક.

આનન્દ, શોક, ઉતાપ, જેમાં જીન્દગીનો રાઝ છે.
જનમ જનમના ફેરા ફરી, મળ્યો માનવદેહ અહીં.
લખ ચોર્યાસી ફરતાં ફરતાં, કરી સલામ જીન્દગી તને.
હવે પુનઃ પ્રતીબીમ્બ નીરખવાની કરવી નહી ભુલ કદી.

વ્યથા

વ્યથા - ચીરાગ પટેલ જુલાઈ 01, 1998

પ્રીયે, દેખાયું પેલી વાદળીમાં તારું મુખડું મને;
અરે, પેલા ઈર્ષાળુ સુરજે આવીને દઝાડી તને.

લુચ્ચુ મન, ફરી-ફરીને કહેવા મથતું આ દીલને;
પણ, કેમ રે માને, આ સારું દીલ તો તલસેને.

હૈયાને તપાવી રહ્યો, છો, ગરમ આ વીરહાગ્ની;
લાગી છે બસ, એક જે તારી યાદ, તેની લગની.

આવી રણઝણતી વર્ષારાણી ધરણી ફરીને વળી;
ખીલવતી તારી યાદ બધી આ મોગરાની કળી.

પાંખો ફફડાવી ઉડી ગયા સાત સમન્દર પાર તમે;
મુકીને ગયાને અમને? ભલેને વલખાં મારતાં અમે!

આ જ તો મારી જીવનકથા, પછી ભલે હોય વ્યથા;
એ જ દુનીયાને દેખાડે છે, હંસ-હંસલીની પ્રેમકથા.

ઉપર બેઠેલાને એક અંગત નાની એવી અભ્યર્થના;
રાખજે સુખી મારી મયુરીને, એવી એક પ્રાર્થના.

Saturday, July 19, 2008

અપ્રતીમ રચના

અપ્રતીમ રચના - ચીરાગ પટેલ ઑગસ્ટ 09, 1998

તારાં વાળ જાણે આકાશમાં લહેરાતાં રેશમી તાંતણાં.
તારું કપાળ જાણે મધ આકાશે ઝગારા મારતો સુરજ.
તારી આંખો જાણે કાજળઘેરી રાતે ટમટમતાં તારલાં.
તારું નાક જાણે અભીમાનથી ખેંચેલી ધનુષની પણછ.
તારાં કાન જાણે રતુમડાં-ખીલેલાં જાસુદનાં ફુલ.
તારાં હોઠ જાણે ગુલાબની અર્ધબીડાયેલી કળી.
તારાં ગાલ જાણે ખીલેલા કમળની કુમાશ.
તારી ગરદન જાણે શરબત ભરેલી સુરાહી.
તારાં હાથ જાણે આકાશે ઉડતાં ગરુડની પાંખો.
તારી આંગળી જાણે સુવાસીત ચંદનની ડાળખી.
તારાં સ્તન જાણે ઉત્તુંગ હીમાલયની ટોચ.
તારી કમર જાણે રેત-ઘડીયાળનું પાત્ર.
તારાં સાથળ જાણે આસોપાલવનાં થડ.
તારાં પગ જાણે કોમળ એવો કુમળો વાંસ.
તારો દેહ જાણે પુર્ણવીકસીત વનલતા.
તુ પોતે જાણે પ્રભુએ બનાવેલી અપ્રતીમ રચના.

હાઈકુ

હાઈકુ - ચીરાગ પટેલ જુલાઈ 11, 1999

1)
પલક ઝપકી,
દેખાયું સપનું;
રચાયું ઘર.

2)
પામ્યો પ્રેમ,
આપ્યો પ્રેમ;
થયું આ પલકવારમાં.

3)
મોતી ટપક્યું,
એ નશીલી આંખોથી,
ભીંજાયું દીલ.

4)
લાગણી ઓસબુંદ શી,
સુકાયું;
નીશાન હંમેશાં.

Monday, July 07, 2008

સાથ

સાથ - ચીરાગ પટેલ ડીસ. 03, 1998

અજાણ્યો એવો સાથી આવ્યો, મળ્યો; છું તમારો.
ચાતક સમ વર્ષાબુન્દો ઝીલવા મથતો; છું તમારો.

ઉંચા-ઉંચા ગગનને ચુમવા મથતો; છું તમારો.
થાકીને આવી પટકાતો ધરણી પર; છું તમારો.

સાગરના પેટાળમાં ડુબકી મારતો; છું તમારો.
શ્વાસ લેવા ગુંગળાતો, અટવાતો; છું તમારો.

મુક્ત બની સ્વૈરવીહાર કરવા માંગતો; છું તમારો.
સપડાઈ જતો દુન્યવી માયાજાળમાં; છું તમારો.

લીલુડી વનરાજીમાં ભટકતો જતો; છું તમારો.
રસ્તો ભુલી અવળો ચઢી જતો; છું તમારો.

હવાની નાની-શી લહેરખીમાં ઉડતો; છું તમારો.
છતાંય વાતો કરતો વાવાઝોડાની; છું તમારો.

જાણવા છતાંય દુઃખી કરતો તમને; છું તમારો.
પ્રેમ પામવા તમારો, તલસતો હું; છું તમારો.

જાણું છું, છે થોડી મારા માટે પણ જગા; છું તમારો.
અપનાવશો પ્રેમે તમારા હ્રદયકમળમાં; છું તમારો.

ગાંધી ઉદ્યાન

ગાંધી ઉદ્યાન - બંસીધર પટેલ

રાષ્ટ્રનો ઉદ્યાન બનાવ્યો રક્ત સીંચન કરી બાપુએ;
અવનવા પૌધા ઉછેરી નયનરમ્ય બનાવ્યો ગાંધીએ.
ખીલખીલાટ વેરતી હાસ્ય, ખડખડ હસતી કળીઓ;
વયોવૃધ્ધ શા ઝાડવાં હસતાં, મલકાતી સહુ લતાઓ.

અમીઝરણાં વરસાવો પ્રભુજી, ઉદ્યાન ભર્યો ભાદર્યો કરવા સ્મરુ;
મહેંક અનેરી પ્રસરાવો વીભુજી, મઘમઘતી ફોરમ કરવા સારુ.
સ્વચ્છ, સુઘડ, મનભાવન વેલ, લતાઓ મદમસ્ત હસતી અતી;
કરતી ભાવભર્યું સ્વાગત ઉલ્લાસે, મન પુલકીત, સોહાયે હ્રદયી.

વાગતાં પડઘમ ચોદીશાઓથી, શુભમંગલનાં એંધાણ સરીખાં;
ઉદ્યાન ખીલ્યો પુરબહારે, પહેર્યાં સર્વે ડીલે નવાં અંગરખાં.

મા

મા - બંસીધર પટેલ

શક્તી છે કણકણમાં, એનો વાસ અખીલ બ્રહ્માંડમાં;
સાકાર, નીરાકાર, સચરાચર વ્યાપેલી એ ઘરઘરમાં.
અણુ રુપે, પરમાણુ રુપે, સકલ જગતમાં, તલવીતલમાં;
સ્વરુપ, અરુપ, કુરુપ, સર્વે સર્જન છે ખુબ ન્યારુ ન્યારુ.
લાગણીના તંતુએ બાન્ધે, માયા તણા એ ખેલ ખુબ ન્યારા;
કુદરતના તત્વોમાં પણ ભાસે, રોમરોમ સર્વ પુલકીત થાયે.

Saturday, June 14, 2008

પીયુમીલન

પીયુમીલન - ચીરાગ પટેલ Oct 20, 1998

મન્દ મન્દ વાતો સમીર લાવે જ્યારે સન્દેશ પીયુનો;
જાગે દીલમાં ઉમંગ, એક જ અનેરી સૃષ્ટી મીલનની.

હવાની લહેરખી, બતાવે છે એના ચહેરાની સુરખી;
અકથ્ય, અવર્ણનીય તરંગો ઉઠે છે ત્યારે જ આ તનમાં.

ઘાટ-ઘાટના પાણી પીતો, આવ્યો છું તુજ સમીપે;
ઠેર-ઠેર ભટકતો પામ્યો છું મૃગજળને, ના છીપી તરસ.

એક જ ઉમળકો, એક જ આશા, પામું જીવનસંગીનીને;
પરીચય થતાં તુજ સંગ, મીઠી વીરડી દેખાણી તારામાં.

સાગરખેડુને અચાનક જ આવી મળી લીલીછમ ધરણી;
રોમ-રોમ પોકારી ઉઠ્યું, બસ હવે તો આ જ વીસામો.

હ્રદય પુલકીત થઈ પોકારી ઉઠ્યું, આ તો એ જ!
જન્મોજનમ જે આવી મળે, બે ઘડીના આશરાની સંગીની.

ત્યારે જ ન સમજાય એવો લય જન્મ્યો બ્રહ્માંડીય;
બે આત્માનું થયું મીલન, જરાયુક્ત દેહ થકી અનોખું.

ઓષ્ઠનું અધરથી, લોચનથી નયનનું, છાતીનું ઉરોજથી;
દેહનું તનથી 'ને લીંગનું યોનીથી, થયું એ અનોખું મીલન.

ત્યારે જ સમજાઈ, યોજના, પરમપીતાની સૃષ્ટી સાચવણીની;
સરજાઈ રહ્યું આત્મીક મીલન, સૃષ્ટીને સાચવવા સ્તો વળી.

શું રહ્યું પામવાનું બાકી ઈહલોકમાં? છે કાંઈ બાકી?
મનોહારીણીનો પ્યાર જ લઈ જશે બાકીના રસ્તે.

લાગે છે પ્રભુની ઇચ્છા પણ આ મીલનમાં સામેલ;
એ જ બધી બાજીઓ ગોઠવે છે આપણને નચવીને.

એને પામવાના લક્ષ્યમાં આ તો છે પાશેરામાં પહેલી પુણી;
તારો પ્રેમ ને તારી શક્તી, પહોંચાડશે બન્નેને ત્યાં સુધી.

Friday, June 13, 2008

લાલ

લાલ - ચીરાગ પટેલ ज़ुन 13, 2008

જો છે જ દરીયો, દીકરી, વ્હાલ તણો 'ને;
તો છે સમ આકાશ દીકો લાગણયોનો.

ભાવે રમવાં આતુર-શો લાડકવાયો;
જીદ્દી નટખટ, શ્યામ સમો લાલ મઝાનો.

થાતો હસતું તે ફુલ, લાગે કશું પ્યારું;
હેવાયો મ્હારો, જાણે ગાય વછોડું.

સારો બનજે, આશીષ અમારા સંગે;
હેતે તું ધપાવે ઉજળો વારસ જગમાં.

આપું નવ સંસ્કાર બધાં, બાળ અમારો;
પ્રાર્થું તમને 'મા', સથવારો તવ એક જ.

-------------------------------------------------
(મારા દીકરા 'વૃન્દ'ને સમર્પીત)
(છન્દ: ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા)

Saturday, June 07, 2008

ગ્રીષ્મ

ગ્રીષ્મ - બંસીધર પટેલ

શું આહ્લાદક બની એ ગ્રીષ્મની સમી સાંજ.
વનસૃષ્ટી અરુ વીહંગતણો કલરવ પણ બન્યો સાજ.
આગઝરતી બપોરથી બનેલા વીહ્વળ, 'ને મળી શાતા.
લતાઓમાં સંતાઈ ગયેલી કળીઓ સહેજ ડોકાઈને લપાઈ.
અવનીથી રીસાયેલો અનીલ, ધીરેધીરે પ્રસર્યો સર્વત્ર.
નવશેકું બનેલું જળ, પામી રહ્યું પુનઃ સ્વસ્થીતી.

બેબાકળા બનેલા મનુષ્ય, હાશ અનુભવી રહ્યા લગીર.
ભુલકાં પણ ખેલી રહ્યાં, જાણે વીખરાયેલાં ચમન-પુષ્પ.
ગોરજનો સમય મહામુલો, ઉડાડી રહ્યો માદક રજ.
વીખરાયેલાં સહુ, દોડે - યથાસ્થાને મળવાની હોંશ.
બની આહ્લાદક સમીસાંજ, ના ભાસે લગીરે ગ્રીષ્મ પવન.
આ આવી, આ ગઈ, સાંજ, નીશાને મળવા ઉતાવળી.
રાત્રી જશે, સુપ્રભાત થાશે, ફરીથી આગઝરતો બપોર.
નીરવ શાંતીમાં અશાંતી, વીરોધાભાસ ખરો જીવનનો.

ઉષ્ણ, શીતળ કે સમશીતોષ્ણ, હોય સઘળાં એક.
જીવનતણાં ઘરનાં રુમ, જોડાયેલા ચક્ર-આરા અનેક.
મનની પાંખે ઉડવું સહેલું, વાસ્તવીક કઠોર શીલાલેખ.
ભદ્ર માણસ, અભદ્ર વર્તન, વીરોધાભાસનો આહલેક.
શુષ્ક જીવનને ભર્યું બનાવે, ઉષ્ણ અરુ શીત સંગમ.
સુખદુઃખનાં તાણાંવાણાં, તડકોછાંયનો આગમ.

Friday, May 16, 2008

જાતને ભાળતો

જાતને ભાળતો - ચીરાગ પટેલ May 16, 2008

રુંવે રુંવે રોમાંચ જાગ્યો, આતમની ડાળે મોરલો ગહેંક્યો;
દરીયાની લહેરોનો સમીર હેવાયો, હું નવો તારલો ઉગ્યો.

સંવત્સરીની રતુમડી આથમતી સાંજે, આજે એકાંત ઝંખતો;
લાગણીના મોજાંઓનાં ઘુઘવતા નાદે, હું પ્રીતડે ઝુલ્યો.

ઘુંટ બધાંય માણ્યાં જીવનમાં, બધુંય ભુલાવામાં નાંખતો;
જીવન-ઝરમરથી પોષાતી વનરાઈઓમાં, હું મનમર્કટે કુદ્યો.

ઝાંઝરના રણકારમાં ઝંખવાયો, ફુલોની સુગન્ધમાં ભટકતો;
પ્રીયાના ખોળે મીઠી નીન્દરમાં પોઢ્યો, હું લીસી ટાઢકે જાગ્યો.

અંતરનો ધોધ વછુટ્યો, રસાતળમાં બધી માયા ડુબતી જોતો;
સુનકાર દીલમાં થતાં જોઈ જાતને, હું આજે સાકારે પડઘાયો.

Saturday, May 10, 2008

સપ્તરંગી આશ

સપ્તરંગી આશ - બંસીધર પટેલ Jun 12

મઘમઘે સુવાસ અંતર મહીં સપ્તરંગી સૃષ્ટી તણી,
જાવું છે અગમ કેરા ધામ, ભાંગી ભ્રમ ભવનો ઘડી મહીં.

પીધાં છે પ્યાલાં ઝેરના, કરવા અંતર શુધ્ધ અણી અણી,
લાધ્યું છે અમૃત કરતારનું, પીવા દોડે મન ભણી ભણી.

ઝીલીને ઘણ-અથોડા કેરો ભાર, રુઝ્યાં છે દુઝતા ઘાવ તન મહીં,
બન્યું છે શીથીલ મન શુષ્કવનોમાં, વીચરતું મંડરાતું અહીં તહીં.

નીર્જન, ઉજ્જડ ભાસે સૃષ્ટી, આ પનોતી મન તણી,
ઝાલ્યો છે હાથ કેદારનો, ભાવ જગતના ઓડકાર થકી.

લસરી રહ્યું છે જીવન સારું, દીન, માસ, વરસ ભણી;
આથમતા સુરજને નીરખવા તલસી રહ્યું મન નભ મહીં.

ગગને વીચરતા વીહગને મળવા આતુર અંતર અહીં;
ધવલ, મૃદુ બરફના પહાડ શું- શાતા અમી તણી ભરી તહીં.

ભેંટવા, ભાગ્યની દેવીને, ઉચાટ ઘણેરો અંતર મહીં;
તનમન બની એકાકાર, અરૂપ, અશ્વ ઈન્દ્રીયનાં ઠરીઠામ મહીં.

હું તું, તું હું, અમે તમે - ના ઝુઝવા રૂપ પ્રતીબીમ્બ થકી;
બન્યું છે આજ સૃષ્ટીના સથવારે, મન મયુર અરંગ મહીં.

અલૌકીક

અલૌકીક - ચીરાગ પટેલ Jul 21, 1998

અજાણી છતાં ખુબ જાણીતીને પામ્યો છું હવે;
વેરાન આ જીન્દગીમાં વીસામો પામ્યો છું હવે.

અરે, થોડી વાર પહેલા જ તો ચાહ હતી કોઈકની;
'ને અતુટ બન્ધન બન્ધાઈ ગયું હવે સાથે કોઈકની.

દીલનો એક ટુકડો આપ્યો હતો ત્યારે કોને;
'ને દીલના કણેકણમાં વસી ગયું કોણ જોને.

પ્રીયા, છુપાવી હતી એ ચાહ જે રહેલી આ દીલમાં;
ઋણી બન્યો તારા આ પ્રેમે, જગ્યા બનાવી દીલમાં.

વસવસો રહી ગયો એક જ, કેવી હતી પ્રથમ પ્રીત;
કેમ પ્રભુએ ના બનાવી, આપણી આ પ્રીત પ્રથમ.

જેને પામવા મથતો હતો, હતી એ તો છેક જ લૌકીક;
જેને પામ્યો છું, જેની પ્રીત મળી, એ તો છે અલૌકીક.

પ્રભુને એક જ અભ્યર્થના, ચાહ મારી છે નીરંતર;
વધારજે એને અંત સુધી, તરસે છે એને મારું અંતર.

છે એક અભીલાષા મારા દીલમાં, આપજે મને;
જે ચાહ મને પ્રભુ આપે, માંગું છું તારી પાસે. આપીશને?

Wednesday, April 16, 2008

શબ્દોં કે જંગલમેં

શબ્દોં કે જંગલમેં

આ ગીત બહુ જ સુન્દર સ્વરોમાં શ્રી વિક્રમ હાઝરાએ ગાયું છે. તમે અહીં સામ્ભળી શકશો: http://www.youtube.com/watch?v=9frGc5beJPg

રચયીતા કોણ છે એ મને ખબર નથી. આપને જાણ હોય તો અહીં કોમેંટ મુકશો.
શબ્દાંકન:

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.
આનન્દ તુ હી, પરમાનન્દ તુ હી.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.
માન અપમાન હોતા કહાં રે, યે તો હૈં શબ્દોંકી પકડ.

ભલે બુરે શબ્દ તુઝે હીલા દે, ઈતના તુ નહીં હૈં કમઝોર.

ૐ મેં ખોકર, ૐ મેં રમ કર, ૐ મેં મીલના હૈં.

શબ્દોં કે જંગલમેં તું ક્યું ફંસાં હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.
પરબ્રહ્મ કે રસ સે તેરા નસ નસ રમા હૈં રે.

પલક

પલક - ચીરાગ પટેલ Nov 11, 1998

પલક ઝપકી, 'ને એક પ્રકાશ રેલાયો વીશ્વમાં.
પલક ઝપકી, 'ને બ્રહ્માંડ રચાયું ઘોર અન્ધકારમાં.
પલક ઝપકી, 'ને જીવાંકુર ફુટ્યું આ ધરણીમાં.
પલક ઝપકી, 'ને જીવન મહેંક્યું અફાટ સંસારમાં.
પલક ઝપકી, 'ને બે જીવ મળ્યાં અણદીઠેથી.
પલક ઝપકી, 'ને બે આત્મા એક થયાં તૃપ્તીથી.
પલક ઝપકી, 'ને એક શ્વાસ વધ્યો જીન્દગીમાં.
પલક ઝપકી, 'ને સ્નેહતણો રણકાર થયો દીલમાં.
પલક ઝપકી, 'ને રસહીન થયો આ સંસાર.
પલક ઝપકી, 'ને પ્રભુમીલન થયું જે નથી અસાર.

Saturday, April 05, 2008

મોભ

મોભ - બંસીધર પટેલ Oct 01, 2002

ઉંચી આભલે અડતી ઈમારત ચણી, ખેંચ્યો દમ નીરાંતનો;
બોલાવ્યો રંગાટીને, પુરવા રંગ સોહામણા, કરવા વૃધ્ધી ભભકાની.
બની કૃતનીશ્ચયી ચઢ્યો એ પાલખ થકી, છેક ઉપરના મજલે;
મુક્યું ડબલું રંગ ભરેલું, હાથમાં લીધું આકર્શક બ્રશ એણે.
ઠોલી પાલખી! ખસ્યો પગ, આવ્યો નીચે લપસી એકદમ જ;
થયો ધબાકો, પડી નજર, દોરાયો સ્વરદીશાને પારખી હું.
થયું જોઈને ત્યાં તો, ના પડી ખબર કોઈ રંગની તેમાં;
ભળ્યા રંગ, લહુ પણ રેલાયું ખુબ ત્યાં, ટળવળતાં રંગાટીનું.
પારખવા રંગને મથ્યો હું ખુબ જ, ના મળ્યો લહુનો રંગ લાલ.
થયું મીશ્રણ, રેલાઈ ગયું, જીન્દગીના બદલાતા રંગોની જેમ;
ઉઠાવ્યો કાન્ધે, અમે બે મળી પકડી વાટ ત્રણગણા લય તણી.
ભાંગ્યો પગ, થયું નીદાન, સારવાર ચાલી ખુબ ત્વરાથી;
આવ્યાં બાળ, નાર અને ભગીની, જાણ્યું સત્ય કડવું ઘણું.
હતો એ એક જ આધાર, મોભી ઘરનો તુટ્યો એ પીછાણ્યું;
દ્રવી ઉઠ્યું ઉર, રડી રહ્યો આતમ માંહ્યે, ઘટી શું ઘટના અહીં.
ભુલથી પણ ઈશ્વર કદી, કરીશ ના શીક્ષા કોઈને આવી.
બની નરવો, થઈ સાજો, સીધાવ્યો ગૃહે સપરીવાર એ;
કરવા જેવી કરી સરભરા એની, યાદ સંઘરી અંતર મહીં.

Tuesday, March 25, 2008

નવી ઘટના

નવી ઘટના - ચીરાગ પટેલ Mar 25, 2008

નવા ગાન ફુટે જો અધર આંગણે;
રચાયે નવલ છોડ હૈયે ફરી.

મનાવે દુધલ ચાંદ જો પ્રીતડે;
રચાયે નવલ આભ જીવને ફરી.

સમાવી બધી લાગણી જો ખુણે;
રચાયે નવલ બંધન તરલ ફરી.

સરકતી લતા થડ ઉપર જો વળે;
રચાયે નવલ પ્રેમ શ્વાસે ફરી.

વધાવે જગત જો વહેંચ્યું સકળ;
રચાયે નવલ સાદ આતમે ફરી.

નર્મદા તટે જો મળે કાનુડો;
રચાયે નવલ રાસ મનસે ફરી.

કલમ છોડું જો તીર સંધાનથી;
રચાયે નવલ જોમ ભોમે ફરી.

----------------------------------------------
છન્દ: લગાગા લગાગા લગાગા લગા