Showing posts with label પ્રેરક પ્રસંગો. Show all posts
Showing posts with label પ્રેરક પ્રસંગો. Show all posts

Sunday, September 16, 2007

સરદારના પ્રેરક પ્રસંગો 3

સરદારના પ્રેરક પ્રસંગો 3
('સરદાર' મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========
ભારતનાં ભાગલા વીશે કારોબારીમાં ચર્ચા ચાલી રહી છે. મહંમદઅલી ઝીણા સુચવે છે કે, ભાગલા પછી દેશનાં નામ હીંદુસ્તાન - પાકીસ્તાન રાખવાં જોઈએ. સરદાર સાફ ના પાડતા કહે છે કે, એક દેશનો નાનો ટુકડો અલગ થઈ રહ્યો છે. મુસ્લીમ લીગ પોતાના ટુકડાનું જે નામ રાખવા ચાહે તે રાખી શકે છે. આ દેશનું નામ ઈંડીયા છે અને ઈંડીયા જ રહેશે. (જે લોકો ભારતને હીંદુસ્તાન તરીકે ઓળખાવે છે તે લોકો ઝીણાની વીચારસરણીને અનુસરી રહ્યાં છે?)

======== * 2 * ========
ભાગલા બાબતે ચર્ચા આગળ ચાલે છે. ઝીણા દરેક પ્રયોગશાળા, સરકારી સંસ્થાઓનાં બે ભાગ કરવા માંગે છે. સરદાર કહે છે, કોઈ સંસ્થાના બે ભાગ કરીએ તો એ ચાલી કેમ શકે? મહંમદઅલી ચૌધરી (જે મુસ્લીમ લીગ તરફથી ICS અફસર તરીકે બધી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) કહે છે કે, એક નવો દેશ આ બધું ધરાવ્યાં વગર પ્રગતી કેમ કરી શકે? સરદાર કહે છે કે, ઠીક છે, જ્યાં સુધી તમે આ બધી સુવીધા ઉભી ના કરી શકો ત્યાં સુધી ભારત તમારી જરુરીયાતો પુરી પાડશે.

ત્યારબાદ, ઝીણા 200કરોડ રુપીયાનાં બે ભાગ કરવાનું સુચવે છે. સરદાર કહે છે, નાણાંનાં ભાગલા બન્ને દેશના ક્ષેત્રફળ અને વસ્તી મુજબ કરવામાં આવશે. તે મુજબ, ભારત તમને અત્યારે 20કરોડ અને સ્વતંત્રતા બાદ 55કરોડ આપશે. હવે, ભારત સરકારનું જે દેવું છે તેનાં ભાગ કરીએ. ઝીણા દેવું લેવાનો ઇનકાર કરી દે છે. સરદાર કહે છે કે, કદી ગોટલી વગરની કેરી મળી શકે ખરી? દેવામાં પણ તમારે તમારો હીસ્સો તો લેવો જ પડશે.

એ સાંજે, સરદારના ઘરે એચ.એમ. પટેલ (જે કોંગ્રેસ તરફથી સરકારી બાબતોનાં સલાહકાર હતાં) એવું જણાવે છે કે, સરદાર, ભારત સરકારનાં જે લેણદારો છે એમાંનાં મોટાભાગનાં ભારતની સરહદમાં વસે છો. હવે જો પાકીસ્તાનના ભાગનું દેવું ચુકતે કરવું હોય તો અગવડ તો આપણાં દેશનાં લોકોને જ પડશે ને? આખું વીશ્વ અત્યારે ભારતનાં ભગલાંની દરેક કાર્યવાહી પર નજર રાખી રહ્યું છે. શું આપણે થોડી ઉદારતા ના દાખવી શકીએ? સરદાર તોડ કાઢે છે કે, તો એવું કરીએ કે બધું દેવું ભારત સરકારને માથે રહેશે, અને જે પાકીસ્તાનનો હીસ્સો છે તે પાકીસ્તાને ભારત સરકારને પુરો કરી આપવાનો. પછી, સરદાર એકાએક વીચારે ચઢી જાય છે અને એચ.એમ.ને કહે છે, હીમ્મતભાઈ, હું જ્યારે જ્યારે વીચારું છું કે ભાવી પેઢી આપણાં વીશે શું કહેશે ત્યારે મારી ઉંઘ ઉડી જાય છે. ભવીષ્યનાં લોકોને ક્યાંથી ખબર પડશે કે આ સ્થીતીમાં આ જ યોગ્ય હતું અને આપણે અણીશુધ્ધ પ્રામાણીક્તાથી જ કાર્ય કર્યું છે. એ લોકો તો એમ જ કહેવાના કે તમારી પરીસ્થીતી અને પ્રામાણીક્તા પર કેરોસીન છાંટો. તમે અમને શું આપ્યું?

======== * 3 * ========
15ઓગસ્ટ પછી 565 રાજ્યો આઝાદ થઈ જવાનાં હતાં. એટલે, સરદાર મુખ્ય મુખ્ય રાજાઓની એક બેઠક યોજે છે. સરદાર એમને જણાવે છે કે, અમારી જવાબદારી માત્ર 15 ઓગસ્ટ સુધીની જ છે. (વચગાળાની સરકારની) એટલે એક મહારાજા સરદારને પુછે છે કે, શું તમે અમને ધમકી આપી રહ્યાં છો? સરદારનો જવાબ, હું ધમકી નથી આપી રહ્યો. તમને માત્ર જણાવી રહ્યો છું. પછી અમારો દોષ ના કાઢતાં.

======== * 4 * ========
નેહરુ ભાગલા વીશે પુરેપુરા સંમત નથી હોતાં. તેઓ પણ ગાંધીજીની 'પુર્ણ સ્વરાજ્ય'ની માંગ વીશે જ વીચારે છે. સરદાર નેહરુને સમજાવે છે કે, આખા દેશને ખતરામાં નાંખવા કરતાં, ભલે એક નાનો ટુકડો અલગ થતો. આપણે આપણાં દેશનાં બાકીના ભાગને તો આપણી રીતે સજાવી શકીશું, બનાવી શકીશું. નેહરુ પોતાની ચીંતા જણાવે છે કે, બાપુ શું કહેશે? સરદાર કહે છે, બાપુ તો ના જ પાડશે. જવાહર, દીલ ખાટું ના કરીશ. અમુક નીર્ણયો બાબતે ભવીષ્ય જ નક્કી કરશે કે તે સાચાં હતાં કે ખોટાં.

======== * 5 * ========
કોંગ્રેસની કારોબારીમાં ગાંધીજી મૌલાના આઝાદને કહે છે કે, તમે કોંગ્રેસ પ્રમુખની જવાબદારી 7 વર્ષથી બહુ સરસ રીતે જાળવી છે. પરંતું, હું ઈચ્છું છું કે હવે કોઈ બીજો પ્રમુખ બને. અને એ પ્રમુખ સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન બનશે. બધી જ પ્રદેશ કોંગ્રેસ સમીતીઓએ સરદારનું નામ સુચવ્યું છે. કૃપલાણીએ પોતાનું નામ જવાહરની તરફેણમાં પાછું ખેંચી લીધું છે. હું ઈચ્છું છું કે નીર્ણય એકમતે થાય. જવાહર, હું તમને પુછું છું. કોઈ પણ સમીતીએ તમારું નામ નથી સુચવ્યું. જવાબમાં જવાહર મૌન જાળવે છે. એટલે ગાંધીબાપુ કાગળમાં કાંઈક લખીને સરદારને આપે છે. સરદાર એ વાંચીને ખીસ્સામાં મુકી દે છે, અને જાહેર કરે છે કે, હું મારું નામ પાછું લઉં છું. જવાહરનાં ચહેરા પર સુચક સ્મીત ફરી વળે છે.

======== * 6 * ========
ભગલાની બધી બાબતો ચર્ચાઈ રહી છે. સરદાર એકાએક કહે છે કે, આમને આમ તો 15 ઓગસ્ટ આવશે તો પણ કામ પુરું નહીં થાય. મને ભાઈ મહંમદઅલી ચૌધરી અને એચ.એમ.પટેલ પર પુરેપુરો ભરોસો છે. બન્ને ઘણાં કાબેલ અફસરો છે. બધં આ વાત સ્વીકારી લે છે. એટલે સરદાર એચ.એમ. અને ચૌધરીને એક બંધ ઓરડામાં બેસીને બધાં કામનો નીકાલ પરસ્પર સહમતીથી લાવવાં કહે છે. આમ, ભાગલાંનું 50%થી વધુ કામ આ બે અફસરોએ પુરું કર્યું હતું.

Saturday, September 01, 2007

સરદાર પટેલ પ્રેરક પ્રસંગો 2

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 2
('સરદાર' મુવીમાંથી લીધેલ અંશો)

======== * 1 * ========

અંગ્રેજો ભારતને જુન 1948 સુધી આઝાદી આપવાનું આયોજન કરે છે. એ માટે લોર્ડ માઉંટબેટનની નીયુક્તી કરવામાં આવે છે. લોર્ડ દરેક મુખ્ય નેતાઓને અંગત રીતે મળવા માંગે છે. લોર્ડ પોતાની પત્ની (લેડી એડવીના)ને કહે છે, "આ દરેક નેતાઓમાં 5 બાબતો સામાન્ય છે: બધાં વૃધ્ધ છે, બધાં વકીલ છે, કોઇને એડમીનીસ્ટ્રશનનો અનુભવ નથી, બધાં ડુબી રહ્યાં છે, બધાંને સ્વરાજય જોઇએ છે. હવે, તું જો હું કેવું રાજકારણ ખેલું છું."

લોર્ડ નેહરુ, લીયાકતઅલી, ગાંધીજી, સરદાર અને ઝીણાને મળે છે. નેહરુ, લીયાકતાલી અને ઝીણા સાથે તેમને અંગત અને સાંપ્રત ચર્ચા થાય છે. ગાંધીજી લોર્ડને સાફ શબ્દોમાં સુણાવે છે કે અત્યાર સુધીના લોર્ડ જે વાવી ગયા છે (ડીવાઇડ અને રુલ) તે તમારે અને અમારે ભોગવવું તો પડશે જ. હાલના સંજોગોમાં શ્રેષ્ઠ ઉપાય એ છે કે મુસ્લીમ લીગ સત્તા સંભાળી લે, તો જ આપણે ભાગલામાંથી બચી શકીશું. મને સંપુર્ણ સ્વરાજ્ય સીવાય ઓછું કશું નથી ખપતું.

જ્યારે સરદાર મળવા આવે છે ત્યારે લોર્ડ પુછે છે, "સરદાર, તમે રાજકારણમાં કેવી રીતે આવ્યા?" સરદાર કહે છે, "અહીં હું મારા વીશે વાત કરવા નથી આવ્યો. હું અહીં એ જણાવવા આવ્યો છું કે અમે અમારા નવા વાઇસરોય પાસે શું અપેક્ષા રાખીએ છીએ." લોર્ડ કહે છે, "માફ કરજો, પરંતુ પહેલાં હું આપને જાણવા માંગું છું." સરદાર કહે છે, "તો હું રજા લઇશ."

======== * 2 * ========

ગાંધીજીએ લોર્ડને જે જણાવ્યું એ કોંગ્રસની કારોબારીમાં પણ જણાવ્યું, કે પોતાને ભાગલા માન્ય નથી, અને એટલે જ લીગને સત્તા સોંપી દઇએ. સરદારનો જવાબ, "બાપુ, તમે મહાત્મા છો. તમે જ આવું વીચારી શકો. અમે રહ્યાં સામાન્ય માણસો. અમે આવું ના કરી શકીએ."

Friday, August 31, 2007

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

સરદાર પટેલના પ્રેરક પ્રસંગો 1 - ચીરાગ પટેલ

======== * 1 * ========

જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઇ પટેલના ઘરે આવે છે. મણીબેન (સરદારના દીકરી) બે પ્યાલામાં ચા લાવે છે. સરદાર અને નેહરુ કોઈ ચર્ચામાં મગ્ન છે. નેહરુ ચાનો પ્યાલો લઈને વાતો કરતાં કરતાં ચાનો પ્યાલો પાછો મુકીને રજા લે છે, "સરદાર, હવે હું રજા લઉં. વીદેશી પત્રકારો સાથે મારે ફોટોસેશન છે." નેહરુ રજા લે છે. સરદાર અને મણીબેન એમને વળાવે છે.

નેહરુને વળાવ્યાં પછી, મણીબેન સરદારને કહે છે, "એમણે ચા પણ ના પીધી. બાપુ, તમે આવુ કરો?" સરદાર ઉવાચ, "અરે, મારે માટે વીદેશી પત્રકારો ક્યાં આવે છે?"


======== * 2 * ========

સરદાર પર ગૃહમંત્રાલયના કોઇ અફસરનો ફોન આવે છે, "સરદાર, મુંબઇમાં પરીસ્થીતી ખુબ જ વણસી રહી છે. પોલીસવડા ગોળીબારી કરવાનુ કહે છે જેથી લોકોનાં ટોળા પર કાબુ મેળવી શકાય." સરદાર કહે છે, "જે કરવું પડે એ કરો." અફસર પુછે છે, "પણ સરદાર, અહીંસાનું શું થશે?" સરદાર કોઇ જ જવાબ આપ્યા વગર ફોન મુકી દે છે.

======== * 3 * ========

મે 16 અને જુન 16 ના બે પ્રસ્તાવો લોર્ડ ક્રીસ્પ રજુ કરે છે અને કોંગ્રેસ, મુસ્લીમ લીગ વગેરે કયો પ્રસ્તાવ માન્ય રાખવો એનો નીર્ણય કરવાના હોય છે. સરદાર રાજપથ પરથી ગાડીમાં પસાર થતાં હોય છે, ત્યારે સામેની બાજુની ગાડીમાંથી એક વ્યક્તી (સુધીર ઘોષ) એમને થોભવા કહે છે. સરદાર એમની ગાડી રોકાવે છે. મણીબેન પુછે છે, "આ કોણ છે?" સરદાર કહે છે, "બાપુનો દુત અને વાઇસરોયનો મીત્ર, સુધીર ઘોષ." સુધીર ઘોષ નજીક આવી સરદારને કહે છે, "મારી ગાડીમાં લોર્ડ બેઠાં છે. ઝીણા મે 16 અને જુન 16 બન્નેનાં પ્રસ્તાવોને માન્યતા આપી ચુક્યાં છે. જો કોંગ્રેસ હવે કોઇ પણ પ્રસ્તાવ નહીં સ્વીકારે તો અંગ્રેજો લીગને સતા સોંપી ચાલ્યા જશે." સરદાર પુછે છે, "શું ખરેખર આવું થઇ શકે છે?" સુધીર ઘોષ હકાર ભણે છે. સરદાર પોતાની ગાડીમાંથી ઉતરી લોર્ડની ગાડી પાસે જાય છે. લોર્ડનું અભીવાદન કરે છે. લોર્ડ ચર્ચા કરવાની શરુ કરે છે. સરદાર એમને અટકાવીને કહે છે, "શું આપણે આમ રસ્તા વચ્ચે ભારતનું ભાવી નક્કી કરીશું?"

Labels