ઊર્મિ - ચિરાગ પટેલ Apr 11, 2004
ક્યાંય ખોવાઇ ગઇ જતનથી જાળવેલ ઉર્મિઓ,
આવા આ કાળમિંઢ જગમાં અફળાઇ ગઇ બધીઓ.
જ્યારે હતો બેખબર વિષમ વાસ્તવિકતાઓથી,
અરમાનોના મહેલ ચણ્યાં હતાં સ્વપ્નોની રેતથી.
હવાની અલ્લડ લહેરખીઓ જાણે રેતને સહેલાવતી,
રોજિંદી જીવન ઘટમાળો એમ જ ઉડાડતી સ્વપ્નોને.
ક્યાંક કોઇ કવિ હજીય કહે છે - વૈશાખનું જે રહેવું,
'ને બપોરે તારું શીતળ ચાંદની સમ ઝટ આવવું.
ફરીથી એ સ્પન્દન જગાવવા માટે આવવું જ રહ્યું,
સોનેરી સોણલાંને ફોરમનાં ચાંદલે વૃન્દવું જ રહ્યું.
નાની-શી ચિનગારી બની રહી છે પાવક જ્વાળા,
ઉર્મિની કૂંપળો વસંતમાં ફરી મ્હોરી છે જે હમણાં.
જીવવાનું બળ મળે, છો સ્વપ્નોના મહેલ ચણાય,
સાથે ઉડીશું ગગનમાં, નાનકડાં બાળ સાથે સદાય.
ભલેને ના દેખાય અનંત આકાશનો કિનારો તાણી,
સ્વૈરવિહારની મઝા તો ભરપૂર સંગાથે ફરી માણી.
No comments:
Post a Comment