અભિવ્યક્તિ - ચિરાગ પટેલ Feb 14, 2003
વાસંતી વાયરાં વાયાં છે અંતરમાં આજે,
પ્રેમની અભિવ્યક્તિ ઉઠી છે અંતરમાં આજે.
દિન છે વેલેંટાઇંસ ડે - પ્રેમીઓનો આજે,
મારા માટે તો છે એ વસંત પંચમી આજે.
વર્ષોનાં વ્હાણાં વીત્યાં છે ઘણાં અચૂક આજે,
પ્રેમની મીઠી અગન પ્રજ્વલિત છે આજે.
પ્યારું પુષ્પ ખીલી ઉઠ્યું છે જીવનમાં આજે,
સંબંધની ક્યારી વિકસાવી રહ્યું છે એ આજે.
પંખીની જેમ ગગનવિહારી બનવું છે આજે,
તલસું ચુંબનનાં અમીછાંટણાં માટે આજે.
જિંદગીની વાસ્તવિક્તા મેળવે છે જે આજે,
સથવારો તારો પ્રેરે છે નવું જોમ આજે.
અતિ સંતપ્ત મન શાતા પામે છે જે આજે,
મળે આ દિન વર્ષો-વર્ષ નિરંતર મને આજે.
પ્રેમની ભીનાશ લખાણમાં વહી છે આજે,
મૃત્યુપર્યંત એકરાર માંગે છે તે આજે.
No comments:
Post a Comment