દેશ - બંસીધર પટેલ
ભારેલા અગ્ની સમી આ દુનીયાની નેમ છે.
રણમાં પણ વ્રુક્ષો ઉગાડવાની હવે તાતી જરુરત છે.
તપતાં સુરજને સ્રુષ્ટી ભણી આવતો રોકવાની હામ છે.
મારા માટીમાં સદાય એક્કા રહેવાની બુટી નીયત છે.
રોતા કરવાનાં કંઇ ભુલકાંને, યુધ્ધની બુરી દાનત છે.
દેશદાઝને દઝાડવા પુરી ફોજ તૈયાર કરવાની નેમ છે.
શમ્ભુંમેળા ઉભા નસાડવા લોકશાહીને ભીડી બાથ છે.
મલક આખાને ઘેરી વળવા આતંકવાદની કતાર છે.
હાલ ભારતના કરવા ખરાબ, કોમવાદ કમર કસી ખબરદાર છે.
નસીબ હશે જેનું બચી જાશે નહીંતર નાશ થવાની ઘડી નજદીક છે.
છે કોઇ ગાંધી, સરદાર કે સુભાષ, બચાવવા દેશને સોગંધ લેવા તૈયાર?
----------------------------------------------------
ઉગતી પ્રભાતનું પહેલું કીરણ બની, બીડાયેલા પુષ્પને;
આપે છે એક સંદેશ, ઉઠ હવે ખીલી, મસ્ત બની જા.
No comments:
Post a Comment